________________
શ્રી સિદ્ધક્ષેત્ર નામઉપર શ્રી દંડવીર્યરાજાની ક્થા
ધર્મ એ અતુલ્ય મંગલ છે.અને ધર્મ એ સર્વ દુ:ખોનું અતુલ્ય ઔષધ છે. ધર્મ એ મોટું બલ છે. ધર્મ એ રક્ષણ છે, ધર્મ એ શરણ છે. ઇત્યાદિ દેશના સાંભળીને દંડવીર્ય રાજાએ કહ્યું કે – “શત્રુંજય તીર્થમાં જતાં જે આ માર્ગમાં આવશે તે સર્વને ભક્તિપૂર્વક સુંદર ભોજન આપવાથી સન્માન કરીને પછી મારે જમવું. આ પ્રતિજ્ઞા પ્રાણનો નાશ થાય તો પણ અન્યથા નહિ થાય. તે માર્ગમાં આવેલા લાખો અને કરોડો પ્રમાણવાલા શ્રાવકોને જમાડીને પછી દંડવીર્યરાજા પોતે જમે છે.” આ તરફ. દેવલોકમાં ઇન્દ્રે દેવોની આગળ સભામાં દંડવીર્યરાજાનાઘોર અભિગ્રહની પ્રશંસા કરી. દંડવીર્યરાજા દેવોવગેરેવડે પણ પોતાના અધિગ્રહથી ચલાયમાન કરી શકાય તેમ નથી” તે પછી એક દેવ સ્વર્ગમાંથી નીક્ળ્યો.
૨૫
આ તરફ દંડવીર્યરાજા દેવમંદિરમાં શ્રેષ્ઠ પુષ્પોવડે દેવની પૂજા કરીને ઘરના જિનમંદિરમાં જિનેશ્વરની પૂજા કરતો હતો. રાજા જેટલામાં જમવા બેઠો અને શ્રેષ્ઠ રસોઇયાઓ પાત્રોમાં ભોજન મૂકે છે તેટલામાં ચાકરે કહયું કે નગરની બહાર શત્રુંજ્યતરફ તો મોટો સંઘ આવ્યો છે. રાજા ઊભો થઇ ત્યાં સંઘને બોલાવવા માટે જલ્દી ગયો. સંઘને નિમંત્રણ કરીને જમાડવા માટે સંઘને લાવીને રાજાએ જેટલામાં જમાડયો તેટલામાં વળી બીજો મોટો સંઘ આવ્યો. આખા સંઘને જમાડીને જેટલામાં રાજા જમવા માટે ઇચ્છે છે તેટલામાં નગરની બહાર બીજો મોટો સંઘ આવ્યો. આ પ્રમાણે રાજા સંઘને જમાડતા હતાં ત્યારે સૂર્યઅસ્ત પામ્યો. વળી સવારે નગરની બહાર મોટો સંઘ આવ્યો તે સંધે જમે તે ફરી સંઘ આવ્યો. રાજા તે સંઘને જમાડતા હતા ત્યારે સૂર્યઅસ્ત પામ્યો. આ પ્રમાણે નહિ જમેલા રાજાને સાતદિવસ થયા.
(શ્રી આદીશ્વરપ્રભુને રાજ્યાભિષેકના સમયે ઇન્દ્ર મહારાજાએ જે મુગટ પહેરાવ્યો હતો તે મુગટ આઠ રાજાઓ પરંપરાએ ધારણ કરી શક્યા. પછીના રાજાઓ તેનું વજન ખમી શક્તા ન હતા.)
તે પછી દેવે અવધિજ્ઞાનથી સ્થિર ચિત્તવાલારાજાને જાણ્યો. તે પછી શ્રેષ્ઠભૂષણોથી ભૂષિત દેહવાલા દેવે પ્રગટ થઈને ક્હયું કે – હે રાજા ! તું ધન્ય છે. કારણ કે તારું ચિત્ત સ્થિર છે. મેં આ સંઘની વિર્ધ્વણા કરીને તારી પરીક્ષા કરી હતી. હે રાજન ! તું હમણાં તારા પોતાના અભિગ્રહથી ચલાયમાન ના થયો. તે પછી તેની પ્રશંસામાં તત્પર એવા તે દેવે દંડવીર્યરાજાને સાતચિંતામણિરત્ન આપીને ઘણાં સુખને આપનાર એવા સ્વર્ગમાં ગયો. ત્યારથી માંડીને વિશેષ પ્રકારે ધર્મકાર્ય કરનાર રાજા હંમેશાં હર્ષવડે સાતક્ષેત્રમાં પોતાનું ધન વાપરવા લાગ્યો.
દંડવીર્યરાજા અદ્ભુત એવા તીર્થના માહાત્મ્યને સાંભળીને યાત્રા કરવા માટે અનુક્રમે આવા પ્રકારનો સંઘ ભેગો કર્યો. ૧૬ હજાર મુગટબધ્ધ રાજાઓ, પાંચ કરોડ શ્રેષ્ઠીઓ, મનુષ્યોના આઠ લો ( સમૂહો), ૭૦ સુવર્ણમય જિનમંદિરો, ૧૧૦૦ રુપાનાં જિનમંદિરો, ૨૦ કરોડ મનુષ્યો, ૭૨ કરોડ સ્ત્રીઓ, પાણીલાવવા માટે એકરોડ પાડાઓ, અને ૨૦ કરોડ વસ્ત્રથી ઢાકેલા અદ્ભુત રથો, આ પ્રમાણે તે રાજાના સંઘમાં બીજું પણ જાણવું
આવા પ્રકારના સંઘસહિત દંડવીર્ય રાજા– ચાલતો – મહોત્સવ કરતો શ્રી શત્રુંજ્યતીર્થઉપર ગયો. સ્નાત્રપૂજા