________________
શ્રી શત્રુંજય નામ પાડનાર – શુક રાજાની કથાર
શત્રુંજ્યગિરિઉપર જિનેશ્વરોને નમસ્કાર કરીને ગાગલિઋષિ આવ્યા ત્યારે વિદ્યાધર સહિત શુરાજપુત્ર ચંપાનગરીમાં આવ્યો.
વિદ્યાધરે અરિમર્દન રાજાની આગળ આ પ્રમાણે કહયું કે પાપકારી છે આત્મા જેનો એવા મેં તમારી પુત્રીનું અપહરણ કર્યું હતું. આ વગેરે પોતાનું સઘળું વૃત્તાંત ત્યાં આવવા સુધીનું અને શુક્યું વૃત્તાંત વાયુવેગે રાજાની આગળ કહ્યું. અરિમર્દન રાજાએ તે વખતે પદ્માવતીનું ચિત્ત જાણીને તે શુકને સુંદર મહોત્સવપૂર્વક તેને આપી. ( પરણાવી )
- તે પછી વાયુવેગ વિધાધર શુકને પોતાના નગરમાં લઈ જઈને શ્રેષ્ઠ ઉત્સવપૂર્વક વાયુવેગા નામની પુત્રી આપી. ત્યાં વાયુવેગ સહિત શુકરાજપુત્રે શાશ્વત ચૈત્યોને વંદન કર્યું. અને હર્ષથી શ્રેષ્ઠપુષ્પોવડે પૂજા કરી. બે પત્ની સહિત વાયુવેગ વિદ્યાધરવડે સેવા કરાતો શકરાજપુત્ર શ્રેષ્ઠ વિમાનમાં બેસીને પોતાની નગરીની પાસે આવ્યો. સારા મુહૂર્ત સુંદર મહોત્સવ સહિત શુકરાજપુત્ર વિનયવડે માતા-પિતાનાં ચરણ કમલને નમસ્કાર કર્યો. તે વખતે વાયુવેગે શુનું સમસ્ત વૃતાંત મૃગધ્વજરાજા અને ઋષિની પુત્રીની આગળ હર્ષવડે કહયું. મૃગધ્વજ રાજાએ વાયુવેગ અને વિદ્યાધર એવા (પોતાના) પુત્રનું અન્નપાન આદિઆપવાવડેવિશેષથી ગૌરવ ક્મ. (સન્માન કર્યું)મૃગધ્વજરાજાએ વાયુવેગને વસ્ત્રોવડે પહેરામણી આપીને વિદાય ર્યો ત્યારે શુકે પણ તેને નમસ્કાર કર્યો.હવે રાજાએ શુક અને હંસ આ બે પુત્રોની સાથે પૃથ્વીનું પાલન કરતાં પૃથ્વીને સુખી કરી. “મને વૈરાગ્ય ન થયો અને ચંદવતીને વિષે પુત્ર પણ ન થયો” આ પ્રમાણે રાજા વિચાર કરતો હતો ત્યારે કોઇક બાલકે આવીને નમસ્કાર કર્યો. તું કોણ છે ? ક્યાંથી આવ્યો છે ? એ પ્રમાણે રાજા બોલે છે. તે વખતે આકાશમાં વાણી થઈ ” આ ચંદ્રાવતીથી થયેલો તારો પુત્ર છે. જો તેને સંદેહ હોય તો ચંપક્વનમાં જઈ યશોમતી યોગિનીને પૂછતે કહેશે. આ પ્રમાણે સાંભળીને ચંદવતીના પુત્ર હિત રાજાએ ત્યાં જઈને પૂછ્યું કે હે યોગિની ! આ મારો પુત્ર કઈ રીતે ? તે કહો. તે પછી યોગિનીએ યું કે, “હે રાજા ! ચંદવતીનેવિષે થયેલો આ તારો પુત્ર છે. આ અસાર સંસાર વિષમ છે. જેથી કોઈ પોતાનું નથી. હું કોણ છું ? તું કોણ છે ? ક્યાંથી આવ્યો છે ? મારી માતા કોણ ? મારા પિતા કોણ ? આ પ્રમાણે જો છે તો આ સર્વ જોવાયેલો સંસાર તેને સ્વપ્ન જેવો છે.
ચંદ્રા નામની નગરીમાં સોમરાજાની ભાનુમતી પ્રિયાએ એક દિવસે પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો. અનુક્રમે જાતિસ્મરણજ્ઞાન પામીને પોતાના યુગલિયાના ભવને જોઈને પરસ્પર વિવાહને ઈચ્છતાં તે બંને જુદા જુદા પરણાવાયાં. હે રાજા ! દૂર રહેલા એવા તે બંને સંગને ન પામ્યાં. તે વખતે ચંદ્ર દેવની આરાધના કરી ત્યારે તેણે આ પ્રમાણે હયું. મૃગધ્વજની પ્રિયા ચંદ્રાવતી જે પુત્રને જન્મ આપશે. તેને જયાં સુધી મૃગધ્વજરાજા જોશે નહિ ત્યાં સુધી હે ચંદ્રશેખર! તને અદ્રશ્ય કરનારી વિધા થશે. તેથી હવે પછી પોતાની ઇચ્છાવડે તું ચિંતવેલું
કર.
તે પછી ચંદ્રવતીથી ઉત્પન્ન થયેલા ચંદ્રનામના પુત્રને એકાંતમાં લાવીને ચંદ્રશેખરે અહીં મૂક્યો. મારાવડે તારે પુત્ર અહીં રખાયો પતિવડે ભોગસુખથી ત્યજાયેલી એવી મેં એક વખત તારાપુત્રને કહયું કે હે