________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
અને સ્ત્રીઓ વ્યતીત થઇ છે. હું કોનો ? અને કોનો બાંધવ? રાજાએ ક્હયું કે હે સ્વામિ ! પુત્રને બોલતો કરો, તે પછી જ્ઞાનીએ સઘળાં પૂર્વભવ કહીને ક્હયું કે માતા-પિતા આદિના સંભવવાળો પોતાના પૂર્વભવનો સંબંધ જ્ઞાનથી જાણ્યા છતાં જીવોએ ચિત્તમાં વિચારવા જેવો હોતો નથી. પરસ્પર પુરુષોને અને સ્ત્રીઓને પુત્ર-પિતા આદિ સંબંધો અનેક વખત થાય છે. તેથી તે સંબંધ વિચારવો નહિ.
૧૮
હયું છે કે : – ચતુર પુરુષો ભૂતકાલનો શોક કરતાં નથી. થનાર વસ્તુનું ચિંતવન કરતાં નથી, વર્તમાનકાલ વડે જ વર્તન કરે છે. જે તું હૃદયમાં વિચારે છે કે – મારી બે પ્રિયાઓ એ માતા ને પિતા થયાં છે, આથી હું અહીં હમણાં કેવી રીતે માતા-પિતા એમ બોલું ? વગેરે તેથી હે શુક ! હમણાં સઘળાં પૂર્વભવના સંબંધો બ્રેડી દઇ તું અમને વંદન કર, પિતા ને માતાનું નામ લે ક્દાગ્રહને છોડી દે. આ પ્રમાણે સાંભળીને શુક ઊભો થઇને વિધિપૂર્વક ગુરુને વંદન કરી માતા–પિતાના નામ લઇને હર્ષવડે તેઓનાં ચરણોને નમ્યો. તે પછી કેવલીની પાસે રાજા રાણી અને બીજાલોકોએ સમ્યક્ત્વમૂલવાલા શ્રાવકના બારવ્રતોને લીધાં, મૃગજ રાજાએ કહયું કે મને વૈરાગ્ય ક્યાં થશે ? જ્ઞાનીએ ક્હયું કે જ્યારે તું ચંદ્રાવતીના પુત્રને જોઇશ ત્યારે તને વૈરાગ્ય થશે. તે પછી વલી પોતાનું ગહન ચરિત્ર કહીને ભવ્યજીવોના પ્રતિબોધ માટે પૃથ્વીતલઉપર વિહાર કરવા લાગ્યા. અનુક્રમે તે રાજાને હંસ નામે પુત્ર થયો. ઋષિનીપુત્રી તે બંને પુત્રોને નિરંતર મોટા કરવા લાગી. એક વખત ગાગલિમુનિ મૃગધ્વજરાજા પાસે જઇને રાજાની રજા લઇને પુત્રી અને શુને પોાતાની ઝૂંપડીમાં લઇ ગયો. ત્યાં પુત્રીના પુત્ર શુક્ને તીર્થનાં રક્ષણ કરવા માટે મૂકીને ગાગલિ મુનિહર્ષવડે શ્રી સિધ્ધગિરિઉપર ઋષભદેવને નમસ્કાર કરવા માટે ચાલ્યા. શુક હંમેશાં શ્રી ઋષભદેવપ્રભુની પૂજા કરતાં દેવમંદિરમાં રહેલી સ્ત્રીને જોઇને પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યાં છે ? તે સ્ત્રીએ ક્હયું કે ચંપાનગરીમાં અરિમર્દનરાજાને શ્રીમતિનામની સ્ત્રીથી ઉત્પન્નથયેલી પદ્માવતી નામે પુત્રી હતી.
ધાવમાતા અને માતાવડે પાલન કરાતી તે યૌવન પામી. પિતા કન્યાને માટે વરની શોધ કરવા લાગ્યો. મારી સાથે પ્રભાતના કાલમાં ગોખમાં રહેલી પદ્માવતીને વાયુવેગ નામનો વિધાધર લઇને વિમાનમાં રહેલો આકાશમાં ચાલ્યો. વિમાનમાંથી પડેલી હું આ પ્રાસાદને વિષે અહીં આવી. વિદ્યાધર પદ્માવતીને લઇને કોઇક ઠેકાણે ગયો. તેથી હું રડું છું. તે પછી તેને જોવા માટે જતાં એવા શુકે શરુઆતમાં તે કન્યાને પ્રાપ્ત કરી, તે પછી આગળ જતાં આક્રંદ કરતા એક માણસને તેણે જોયો. શુકે ક્યું કે શા કારણથી તું રડે છે ? તેણે ક્હયું કે પદ્માવતી કન્યાને લઇને વિમાનમાં ચઢેલો જેટલામાં હું અહીં આવ્યો તેટલામાં પાપથી રહિત એવી એક બાલિકા વિમાનમાંથી પડી. તે પછી હું પડયો. અને મારું વિમાન કોઇક ઠેકાણે ચાલી ગયું. મારી આકાશગામીની વિધા ચાલી ગઇ. તેથી હું હમણાં રડું છું જે કારણથી મારાવડે સ્ત્રીનું અપહરણ કરાયું તેથી હું નરકમાં જઇશ. તેને પાપથી અટકેલો જાણીને જિનમંદિરમાં લાવીને વિધાધર અને સ્ત્રી સહિત દેવને નમીને શુક પોતાના સ્થાનમાં ગયો. વનસંબંધી ભોજન આપવાવડે તેઓને આદરપૂર્વક જમાડીને કે કયું કે તને આકાશગામિની વિધા યાદ આવે છે કે ભૂલી ગયો છે ? વિધાધરે ક્હયું કે હમણાં મને પહેલું પદ આવડે છે શકે કહ્યું કે હે વિધાધર ! મારા બે કાનમાં હમણાં તે પદ સંભળાવ. વિધાધરે પહેલું પદ હયે છો તે વખતે કે સંપૂર્ણ આકાશગામિની વિદ્યા તેને શિખવાડી. વિદ્યાધરે પણ હર્ષથી શુક્ને આકાશગામિની વિધા આપી. તેથી વાયુવેગ અને શુક બંને વિધાધર થયા. શ્રી