________________
શ્રી શત્રુંજ્ય નામ પાડનાર – શુક રાજાની કથા
૧૭. પવન નાંખવા વગેરેવડે પ્રાપ્ત થયો છે ચૈતન્યનો વૈભવ જેને એવો (શુક) પુત્ર જાતિસ્મરણથી પૂર્વભવ જાણીને જરા પણ બોલતો નથી. રાજાએ ઘણા ઉપચાર કરવા છતાં પણ જ્યારે શુકરાજપુત્ર બોલતો નથી ત્યારે મનુષ્યો આ પ્રમાણે કહેવા લાગ્યા. કહયું છે કે :
शशिनि खलु कलकं कण्टका: पद्मनाले, उदधि जलमपेयं पण्डिते निर्धनत्वम् । दयित जनवियोगो दुर्भगत्वं सुरुपे, धनपति कृपणत्वं रत्नदोषी कृतान्त: ॥१॥
ચંદ્રમામાં ખરેખર લંક, કમલના નાળને વિષે કાંટા, સમુદ્રનું પાણી ન પી શકાય તેવું ખારું, પંડિત વિષે નિર્ધનપણું, પ્રિયજન વિષે વિયોગ. સુંદરરૂપવાલાને દુર્ભાગીપણું, પૈસાદારને વિષે કૃપણપણું, આ પ્રમાણે વિધાતા રનમાં દોષ મૂનારો છે. બીજા વર્ષે લોકોવડે પ્રાર્થના કરાયેલો રાજા કૌમુદી ઉત્સવને વિષે પૂર્વની જેમ બાહ્યઉદ્યાનમાં આમ્રવૃક્ષ પાસે આવ્યો. પુત્ર સહિત રાજાએ કહ્યું કે તે આંબાના ઝાડની નીચે તારે અને મારે પણ જવું નહિ કારણ કે પુત્ર ત્યાં મૂંગો થયો હતો. આ પ્રમાણે રાજા બોલતો હતો ત્યારે લેઇક સેવકે આવીને હયું કે તે આંબાના ઝાડની નીચે મુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. રાણી સહિત રાજા ત્યાં જઈને મુનિને નમસ્કાર કરી ઘણાં લોકોની સાથે ધર્મ સાંભળવા માટે બેઠો
सवंश जन्म गृहिणी स्पृहणीयशीला, ત્નીનાયિતં વપુષિ પૌરુષ મૂષUT : ; પુત્ર: પવિત્રપિતા: મુદ્દો પોષT:, स्युर्धर्मत, : खलु फलानि पचेलिमानि ॥१॥ विरोधिता बन्धुजनेषु नित्यं, सरागता मूर्खजने प्रसङ्गः । क्रूरस्वभावः कटुवाक् सरोषा, नरस्य चिह्ननरकाऽऽगतस्य ॥२॥ स्वर्गच्युतानामिह जीवलोके, चत्वारि नित्यं हृदये वसन्ति; दानप्रसङ्गो विमला चवाणी, देवार्चनंसद्गुरुसेवनंच ॥३॥
ઉત્તમ વંશમાં જન્મ, વખાણવા લાયક શીલવાળી સ્ત્રી, શરીરમાં ક્રીડાવાલી પૌરુષના આભૂષણવાલી લક્ષ્મી, પવિત્ર આચરણવાલા પુત્રો, દોષ વગરના મિત્રો, ખરેખર ધર્મના આ પાક્લાં ફળો છે. હંમેશાં બંધુજનને વિશે વિરોધીપણું સાગીપણું, મૂર્ખ માણસને વિશે પ્રસંગ, ફૂરસ્વભાવ, રોષસહિત દ્વાણી , એ નરકમાંથી આવેલાની નિશાની છે. આ જીવલોકમાં (પૃથ્વીપર) સ્વર્ગમાંથી ઔવેલા મનુષ્યોના હૃદયમાં દાનનો પ્રસંગ, નિર્મલવાણી, દેવપૂજા અને સદગુરુની સેવા એ ચાર હંમેશાં હોય છે. દેશનાના અંતે રાજાએ બે હાથ જોડીને પૂછ્યું કે હે ભગવંત ! પુત્ર ક્યા કારણસર બોલતો નથી ? જ્ઞાનીએ કહયું કે આ સંસાર ઘણો ગહન છે. પિતા એ પુત્ર થાય છે. અને પુત્ર એ પિતા ને માતા થાય છે. કહયું છે કે આ સંસારમાં હજારો માતા-પિતા સેંકડે પુત્રો