________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
તારી નથી. જો હમણાં તને તે જ્યા જોવાની ઈચ્છા હોય તો મારી પાછળ આવ, જેથી અદ્ભુત એવી તે
ન્યા હું તને બતાવું. એ પ્રમાણે જ્હીને પોપટ ચાલ્યો. ત્યારે રાજા વાયુવેગ સરખા વેગવાળા ઘોડાઉપર ચઢીને તેની પાછળ વેગથી ચાલ્યો. તે પછી જેમ જેમ પોપટ જાય છે તેમ તેમ અશ્વ વેગથી ચાલવા લાગ્યો. અનુક્રમે રાજા પોપટની પાછળ મહાઇટવીમાં ગયો. ત્યાં ઋષભદેવપ્રભુના દેદીપ્યમાન મંદિરને જોઈને અંદર જઈને જેટલામાં જિનેશ્વરને નમસ્કાર ક્ય તેટલામાં તે પોપટ કોઈ ઠેકાણે ચાલી ગયો. તે પછી રાજાએ વિશિષ્ટ અર્થવાલા સ્તોત્રોવડે જગતવંદનીય ઋષભદેવ જિનેશ્વરની આ પ્રમાણે સ્તુતિ કરી. હે સુર અસુર અને રાજાઓના મસ્તકોની માલાવડે નમસ્કાર કરાયાં છે ચરણ જેનાં ! એવા હે નાભિરાજાના પુત્ર ! તમને મોક્ષના સુખને માટે હું જીવું છું. હે સંસારરૂપી મોટાસમુદ્રને તરવામાં એક નૌકાસમાન ! આપ્યું છે અનંતસુખ જેણે એવા હે ઋષભદેવ ! તમે ચિરકાલ જ્યવંતા વર્તો. આ સાંભળી ગાગલિમુનિએ ત્યાં આવી જિનેશ્વરને નમસ્કાર કરી રાજાને પોતાના સ્થાનમાં લઈ જઈને સુંદર અન આપી જમાડ્યો. તે પછી ગાગલિઋષિએ કહયું કે મારી આ કન્યાને હમણાં પરણીને હે સ્વચ્છ ! તમે જાવ. તે પછી રાજાએ કહ્યું કે મારુંકુલ જાણ્યા વગર તમે તે કન્યા કેમ આપો છે ? ઋષિએ કહ્યું કે પોપટે મારા આશ્રમમાં આવીને આ પ્રમાણે હયું કે હે ઋષિ ! હું મૃગધ્વજરાજાને અહીં લાવીશ. તેને પુત્રી આપીને તમે ઋષભદેવપ્રભુની ભક્તિ કરજો. તેનાવડે કહેવાયેલા તમે અહીં આવ્યા છો. તેથી મારી પુત્રીને પરણો. તે પછી મૃગધ્વજરાજા નકમાલાને પરણીને અહીં, પોતાની નગરી તરફ જવાની ઇચ્છાવાલા પતિને જાણીને તાપસપુત્રી ઋષભદેવપ્રભુના મંદિરમાં યુગાદીશને નમીને આ પ્રમાણે બોલી.
હે સ્વામી ! તમે અતુલ બલવાલા સંભળાવ છો. અહીં તમારું બલ જણાશે કે મારા હૃદયની અંદર ગ્રહણ કરાયેલા તમે નીકળી શકો તો (તમારું બલ જણાશે) આ પ્રમાણે પ્રભુની ભક્તિવડે સ્તુતિ કરીને ગાગલિ મુનિની પુત્રી પિતાને નમસ્કાર કરી પતિની પાસે આવી. મૃગધ્વજ રાજા પણ સર્વજ્ઞને પ્રણામ કરી ગાગલિમુનીને નમી જેટલામાં ચાલવાની ઈચ્છાવાલો થયો તેટલામાં પોપટે કહયું કે હે રાજન્ ! તમારે મારી પાછળ જલદી આવવું. તે પછી રાજા પત્ની સહિત પોપટની પાછળ ચાલ્યો આ બાજુ ચંદ્રાવતી પત્નીએ પતિના રાજ્ય વિશે પોતાના ભાઈને લાવીને નગર લઈ લેવા માટે વેગથી નગરને ઘેરો ઘાલ્યો. તે પછી મૃગધ્વજ રાજાને આવેલા જાણીને સન્મુખ જઈને કહયું કે હું તમારા નગરનું રક્ષણ કરવા માટે આવ્યો હતો. તમારા સેવકોએ મને શત્રુ કરીને નગરની અંદર પ્રવેશ કરતો રોક્યો. તેથી હું નગરની બહાર રહયો. મૃગધ્વજે કહયું કે તમે હમણાં સારું કર્યું. હે ચંદ્રશેખર ! જે કારણથી તમે મારા નગરનું રક્ષણ કર્યું. તે પછી મૃગધ્વજ રાજાએ સારા ઉત્સવપૂર્વક નગરની અંદર આવીને તે પત્નીને નિવાસ કરવા માટે સુંદર મહેલ તે વખતે આપ્યો. હવે મૃગધ્વજ રાજાવડે વિસર્જન કરાયેલો ચંદ્રશેખર ગયો. તે પછી મૃગધ્વજ ન્યાયમાર્ગવડે હંમેશાં પૃથ્વીનું પાલન કરવા લાગ્યો. જિતારિનો જીવ તે પોપટ દેવ સ્વર્ગમાંથી આવીને સારા દિવસે ઋષિની પુત્રીના ગર્ભમાં અવતર્યો. અનુક્રમે પુત્ર જન્મ્યો ત્યારે પિતાએ મોટો જન્મોત્સવ કરીને સર્વ સ્વજનોની સાક્ષીએ તેનું “ શુક" એ પ્રમાણે નામ આપ્યું. કૌમુદીના ઉત્સવમાં એક વખત પ્રિયા સહિત રાજા ઉધાનમાં જઇ આમવૃક્ષની નીચે બેસીને આ પ્રમાણે બોલ્યો. આમ્રવૃક્ષની વિષે રહેલો પ્રિયાને વિષે ગર્વ કરતો હું કોઈક પોપટવડે પહેલાં શ્લોકો બોલવાથી નિષધ કરાયો હતો.
સ્વરિચિહ્નિતો પર્વ ફત્યાદ્રિ :- ઋષિપુત્રીનો ઘરે લાવવારૂપે છેડો કહેવાયો ત્યારે ને વિવાહનો સંબંધ કહેવાયો ત્યારે શુક રાજપુત્ર મૂર્છા પામ્યો