________________
શ્રી શત્રુંજય-ક્લ્પવૃત્તિ-ભાષાંતર
ચંદ્રાંક
સુખનો વિલાસ કરતાં તું મારી સાથે ભોગોને ભોગવ. તે પછી ચંદ્રાંકે કહ્યું કે હે માતા તું આમ કેમ ક્યે છે ?” મેં કહયું કે તું મારો પુત્ર નથી તું મૃગજરાજાનો પુત્ર છે. તેથી હે ચંદ્રાંક તું મને હમણાં ભોગસુખ આપ.' ચંદ્રાંકે કહયું કે તમને ધિકકાર હો. સંસારને ધિક્કાર હો અને કામદેવને ધિક્કાર હો.” કહયું છે કે રાજપત્ની – ગુરુની પત્ની, મિત્રનીપત્ની, પોતાનીમાતા અને પત્નીનીમાતા, એ પાંચને માતાઓ કહી છે. માતા એવી મને છોડીને એક્દમ ચંદ્રાંક તમારાં બે ચરણોને નમસ્કાર કરવા માટે સાંજે ચાલ્યો, તે પછી હું યોગિની થઇ. ચંદવતીવડે પોતાના ભાઇ ચંદ્રશેખર તમારા ઘરમાં ભોગ માટે સ્થાપન કરાયો છે. ( રખાયો છે.) આથી તે કોઇવડે દેખાતો નથી. મારાવડે અવધિજ્ઞાનથી જાણીને તમને જણાવાયું છે. તે પછી ક્રોધપામેલા રાજાને શાંત કરવામાટે તે બોલી.
૨૦
पुत्ता मित्ता हुइ अनेरा नरह - नारी अनेरी ।
मोहइ मोहियओ मूढउ, जपइ मुहाआ मोरी मारी ।। १२४ ।।
આત્માથી પુત્ર ને મિત્ર જુદા છે. પુરૂષ અને સ્ત્રી જુદાં છે. મોહથી મૂઢથયેલો જીવ મોહ પામે છે. અને મોહપામેલો તે મારું મારું એમ બોલે છે.
अतिहिं गहना अतिहिं अपारा, संसारसारखारा ।
बूज्झउ बूज्झउ गोरख बोलइ, सारा धर्मविचारा ।। १२५ ।।
આ સંસાર ઘણો ગહન છે. પારવગરનો છે. આ સંસારસાગર ખારો છે. ગોરખ ક્યે છે બોધ પામો, બોધ પામો, ધર્મનો વિચાર તે જ શ્રેષ્ઠ છે.
कवण केरा तुरंगम हाथी, कवण केरी नारी ।
નળી નાતા જોડ઼ ન રાહફ, હીઅડફ નોફ, વિચારી ।।?રા
આ ઘોડા કોના છે ? આ હાથી કોના છે ? આ સ્ત્રી કોની છે ? નરકમાં જતાં કોઇ રોકી શક્તાં નથી માટે હૃદયમાં વિચારી જુઓ
क्रोध परिहरि मान म करी, माया लोभ निवारे ।
अवर वयरी मनि म आणे, केवल आपू तारे ॥ १२७॥
જે ક્રોધનો ત્યાગ કરે છે. માન કરતાં નથી. માયાને લોભને નિવારે છે. કોઇ જીવને પોતાનો વૈરી માનતાં