________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦–ક્રોડ સાથે મુક્તિગમન
તે કીચકોને પકડી પકડીને અત્યંત અગ્નિમાં નાંખ્યા. ભયથી વિહ્વલ એવા એક કીચને ભીમે રાખ્યો. તેની જીભ કાપીને હાથમાં પકડીને ભીમ રાજાની પાસે આવીને મોટા શબ્દપૂર્વક કહેવા લાગ્યો કે પોતાના ભાઇના સ્નેહથી મોટો ભાઇ અગ્નિમાં નંખાયે તે તેમાં પેઠેલા બીજા ભાઇઓ ભસ્મપણાને પામ્યા છે.અજ્ઞાનથી એક કીચક અગ્નિમાં પ્રવેશ કરતો મારાવડે રક્ષણ કરાયો છે. તેણે પણ જલદી પોતાની મેળે દાંતવડે જીભને કાપી નાંખી છે. કહયું છે કે : -
સ્ત્રીઓ પરાભવને કરનારી છે. બંધુજનો એ બંધન છે. વિષયો તે વિષ છે. માણસનું અજ્ઞાન કેવું છે ? જે શત્રુઓ છે. તેને વિષે મિત્રની આશા છે. રાજાએ કહયું કે ભાઇઓ અગ્નિમાં કેમ પેઠા ? તે તું ક્યે . તે વખતે પોતાનો હાથ ઉપાડીને કીચક જમીન ઉપર પડી ગયો. ભીમે ક્હયું કે આ હે છે કે :– મારા સઘળા ભાઇઓ આનાવડે રક્ષણ કરાયેલા બળાત્કારે અગ્નિમાં પેઠા, હું એક જ આનાવડે અગ્નિમાંથી હાથવડે પકડીને રક્ષણ કરાયો છું.
આ સૈરંધી પાપ વગરની છે. એમ કહીને તે સૈરંધી બંધનમાંથી મુક્ત કરાઇ ફરીથી ભીમે ક્હયું કે હે સ્વામી! તમારો ઘરડો સાલો કોઇક ભયંકર બલવાન વડે તે વખતે હણાયો છે. ભોળી એવી આ સ્ત્રી જે પાપીવડે હણાય છે તે પણ મનુષ્ય એવા ભીમ વડે નરભૂમિમાં ફેંકાય છે. ભાઇના મરણથી રુદન કરતી કરતી સુંદેષણાને રાજાએ ક્હયું કે સંસારની સ્થિતિને જાણનારા સત્પુરુષો શોક કરતા નથી.
धर्म्मशोकभयाहार - निद्राकामकलिक्रुधः । यावन्मात्रा विधीयन्ते - तावन्मात्रा भवन्त्यमी ॥
૪૧૯
=
ધર્મ – શોક – ભય – આહાર — નિદ્રા – કામ – કજિયો ને ક્રોધ જેટલા પ્રમાણમાં કરીએ તેટલા પ્રમાણમાં થાય. આ ભોળી સૈરંધ્રી ફોગટ અગ્નિમાં નાંખવા માટે ઇચ્છા કરાઇ. હમણાં તો સતી સરખી પુણ્યશાલી દેખાય છે. આ સાઘ્વી સૈરંધ્રી પોતાના ઘરમાં રહો. આગળ તારા ભાઇની હત્યા કરનારો મનુષ્ય મારા વડે સારી રીતે જણાશે. તે પછી છોડીદીધો છે કોપ જેણે એવી સુંદેષણાવડે સ્નેહની વાણી આપવાપૂર્વક સૈરંધી પોતાના ઘરમાં સ્થાપન કરાઇ.
આ તરફ ચરપુરુષોએ પાંડુપુત્રોની સ્થિતિ ત્યાં જાણીને ત્યાં આવીને દુર્યોધનની આગળ આ પ્રમાણે ક્હયું હે રાજન ! તમારાથી ભય પામેલા પાંડુપુત્રો ગુપ્તપણે કોઇ ઠેકાણે રહ્યાં છે. જેમ કાચબાઓ સમુદ્રમાં માછીમારોથી નિરંતર રહે તેમ. તે પછી દુર્યોધને શ્રેષ્ઠ નિમિત્તિયાને પૂછ્યું કે હમણાં પાંડુપુત્રો ક્યા ગામ-વન અથવા પર્વતપર છે? નિમિત્તિયાએ ક્હયું કે જે મનુષ્યની પૃથ્વીમાં વાવેલું ધાન્ય સાતવર્ષસુધી ગ્રહણ કરાય છે. અને હંમેશાં સઘળી પ્રજા સુખી છે. કહયું છે કે : -
नायो यत्र नो भीति- यंत्र नो रोगसंभवः । लक्ष्यन्ते पाण्डवास्तत्र स्वयमर्हद् विहारवत् ॥ १ ॥
-