________________
૨૦
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
જ્યાં અનીતિ નથી, જ્યાં ભય નથી, જ્યાં રોગની ઉત્પત્તિ નથી ત્યાં પાંડવો અરિહંતના વિહાર (ચત્ય) ની જેવા ઓળખાય છે. હે રાજા ! તે દેશમાં હમણાં પાંડવો નિર્ભય છે. પછી દુર્યોધને દ્રવ્ય આપીને તેને વિસર્જન ક્ય. તે વખતે ચર પુરુષોએ કહ્યું કે નિમિતિયાએ કહયા પ્રમાણે તેવો મત્સ્ય દેશ છે. તેથી હે રાજા ! હમણાં તેઓ ત્યાં સંભવે છે. ત્યાં રહેલા તે પાંડુ રાજાના પુત્રોને કેવી રીતે જાણી શકાય? આ પ્રમાણે દુર્યોધનવડે કહેવાયો ત્યારે કપટી એવો સુશર્મા બોલ્યો.
कुशलजननवन्ध्यां सत्यसूर्यास्तसन्ध्यां, कुगतियुवतिमालां मोहमातङ्गशालाम्। शमकमलहिमानीं दुर्यशोराजधानी, व्यसनशतसहायां, दूरतो मुञ्च मायाम्॥१॥
પુણ્યની ઉત્પત્તિ વગરની – સત્યરૂપી સૂર્યના અને વિષે સંધ્યા સરખી – દુર્ગતિરૂપી સ્ત્રીની માલા – મોહરૂપી હાથીની શાલા સરખી – ઉપશમ રૂપી કમલને બાળી નાંખવામાં બરફ સરખી – અપયશની રાજધાની સરખી – સેંકડો દુ:ખોમાં સહાયક એવી માયાને દૂરથી છોડો. આપણે તે દેશમાં જઈએ ને દક્ષિણ દિશામાં રહેલા ગોકુલને શરૂઆતમાં જયારે હું વાળીશ ત્યારે પાંડુપુત્રો તે ગાયોને જલદી પાછી વાળવા માટે આવશે. ત્યારે હે રાજા ! તમે પણ ઉત્તર દિશાના વિભાગમાં રહેલી ગાયોને વાળજો. આ પ્રમાણે દુર્યોધને વિચારીને ભીખ આદિની સાથે ચોખવટ ર્યા વિના દુર્યોધન પાંડવોની સ્થિતિ જાણવા માટે જલદી ચાલ્યો. શરૂઆતમાં સુશર્મા રાજા જઈને દક્ષિણ દિશામાં રહેલી ગાયોને જ્યારે વાળવા લાગ્યો ત્યારે ગોવાલિયાઓનો અવાજ થવા લાગ્યો. ગોવાળિયાઓએ ગાયના હરણનો વૃત્તાંત કહ્યો ત્યારે વિરાટરાજા વાજિંત્ર – શંખ – તલવાર સહિત દક્ષિણ દિશાના ક્લિારે ચાલ્યો. તે વખતે અર્જુન વિના યુધિષ્ઠિર ભીમ આદિની સાથે બ્રાહ્મણ આદિના વેશને ધારણ કરનારો તે વખતે ગાયોને વાળવા માટે ચાલ્યો. બખ્તર ધારણ કરેલો શિબિર રાજા શત્રુને જલદીથી ઘેરી તીણ બાણની પરંપરા છેવાથી વ્યક્તિ કરવા લાગ્યો.
સૂર્યની જેવા વિરાટ રાજાએ શત્રુરૂપ અંધકારની પરંપરાને તીક્ષ્ણ બાણરૂપી કિરણોવડે એક્ટમ નાશ કરી. ત્રિગર્ત દેશનો સ્વામી અષાઢ માસના મેઘની પેઠે બાણોની શ્રેણી વરસાવતો હતો ત્યારે તેના શત્રુનું સૈન્ય નાસી ગયું. ફકત તેનો એક રાજા સ્થિર હતો.
शतेषु जायते शूरः, सहस्रेषु च पण्डितः। वक्ता शतसहस्रेषु - दाता भवति वा नवा॥१॥
સોમાં એક શૂરવીર થાય છે. હજારમાં એક પંડિત થાય છે. લાખમાં એક વક્તા થાય છે. ને દાતા તો થાય અથવા ન થાય. સુશર્મા બાણની શ્રેણીવડે ચારે તરફ વરસાવતા અને અંધકાર કરતા મસ્યરાજાને હથિયાર વગરનો રક્ષણ વગરનો કરતો ભાગ્યો. મત્સ્ય રાજાને રથમાં નાંખીને જ્યારે લઈને શત્રુ રાજા ચાલ્યો ત્યારે શત્રુના સૈન્યને જીતવા