________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
खल्वाटो दिवसेश्वरस्य किरणैः सन्तापितो मस्तके, वाञ्छन् देशमनातपं विधिवशाद् बिल्वस्य मूलं गतः। तत्राप्पस्य महाफलेन पततां भग्नं सशब्दं शिरः, प्रायो गच्छति यत्र भाग्यरहितस्तत्रैव यान्त्यापदः ॥१॥
ટાલિયો માણસ સૂર્યનાં કિરણોવડે મસ્તકને વિષે સંતાપ પમાડાયેલો તડકા વગરનાદેશને ઇચ્છતો નસીબના યોગે બિલ્વવૃક્ષના મૂલમાં ગયો. ત્યાં પણ તેનું મસ્તક મોટા ક્લ પડવાવડે શબ્દ સહિત ભાંગી ગયું. ભાગ્યરહિત માણસ પ્રાય કરીને જ્યાં જાય છે ત્યાં આપત્તિઓ આવે છે. ભીમ પોતાનું કાર્ય કરીને પોતાને સ્થાને આવ્યો. સવારમાં કીચકોએ પોતાના ભાઈને જોયો નહિ. ઘરમાં પોતાના ભાઈને ન જોવાથી તે સઘળા કીચો ચિત્ર ઘરના ભારપટ્ટ (ભારવટ)ની નીચે નંખાયેલા અને મરી ગયેલા તેને જોઈને કોઇક્વડે પોતાનો ભાઈ હણાયો છે. આ પ્રમાણે કહીને હણાયું છે મસ્તક જેનું એવા રુદન કરતાં તેઓ બોલ્યા કે હે ભાઈ! હમણાં તું ક્યાં ગયો? તે વખતે અનેક મંત્રી સામંત વગેરે રાજાના સેવક ત્યાં આવીને છેડી દીધા છે પ્રાણો જેણે એવા કીચને જોઈને આ પ્રમાણે બોલ્યા કે આ કીચને હણીને જે પાપીએ અહીંનાંખ્યો છે. તેને જલદી ખેંચીને તેના પ્રાણોનું અપહરણ કરવાથી તે જલદી મરાશે. આ પ્રમાણે બોલવામાં તત્પર એવા તેઓએ ભારપટ્ટ ઉપર લોહીના અક્ષરની શ્રેણી જોઈને વાંચતા નથી મોટા સ્વરે “મારા વડે આ મરાયો છે. એ વાંચતા નથી. રાજાથી ભય પામેલો કોઈ મોટેથી તે અક્ષરની શ્રેણીને વાંચતો નથી. તે વખતે ભીમ તે મનુષ્યોને હાથમાં પકડીને મોટે સ્વરે બોલ્યો. જેનાવડે આ હણાયો છે. તેનાવડે ભારપટ ઉપર લખાયું છે.
આ અકાર્ય કરનારો કીચક નિચે મારાવડે મારી નંખાયો છે. તે વખતે લોકો અક્ષરને બોલવા લાગ્યા. તે વખતે ત્યાં આવીને ભાઈને જોઈને રાજપની સુદેષણ બોલી રાત્રિમાં ભાઇવડે ભોગને માટે બોલાવાયેલી સૈરંધી જલદી ગઈ હતી. ખરેખર દુષ્ટ આચાયવાલી તેણીવડે જલદી તે હણાયો છે. રાજાના આદેશથી કીચક્તા ભાઈઓએ દ્રૌપદીને ત્યાં જઈને ભાઇની સાથે અગ્નિમાં નાંખવા માટે લઈ જઈને હે પાપિષ્ઠા સૈરધી ! તારાવડે આ કીચક હણાયો છે. તે ભારપટ ઉપર આ અક્ષરોની શ્રેણી લખાઈ છે. આથી અબલા એવી તું પણ અત્યંત સબળા દેખાય છે. હેદાસી! આની હત્યાના પાપવડે તું જલદી નરકમાં જઈશ. આ પ્રમાણે હાંક મારતો રાજા તેઓની સાથે ને કીચકોની સાથે તે દ્રૌપદીને તેના દાહ માટે માર્ગમાં ચાલ્યો.
સર્વ લોકોને પાછા વાળીને બધા કીચન્ના ભાઈઓ વલ્લભીમ) સહિત દૂર નદીના કિનારે પ્રેતવન –સ્મશાનમાં ગયા, ચિતા રચીને પોતાના ભાઈને તેમાં નાખીને તે વખતે કીચકો બોલ્યા કે, આ સ્ત્રી અગ્નિમાં નંખાઓ, તે પછી તેઓ જેટલામાં દ્રૌપદીને હાથમાં પકડીને બળાત્કારે પોતાની જાતે નાંખે છે. ત્યારે ભીમે તેને છોડાવીને આ પ્રમાણે કહ્યું. હે દાસી તું પોતાના સ્થાનમાં જા. પાપ વગરની તારાવડે શું? મારવડે આજે જજે પાપીઓ છે તેઓને અગ્નિમાં નંખાશે.
તે પછી મોટાં વૃક્ષોને મૂળમાંથી ઉખેડીને ભીમ તે અગ્નિમાં તે કિચને અનુક્રમે નાંખે છે. નાસી જતાં એવા