________________
પાંચ પાંડવોએ કરેલો થી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦–ક્રોડ સાથે મુક્તિગમન
૧૭.
મારા ગુપ્ત એવા પાંચ અભિષ્ટ (પતિ) હમણાં આ નગરમાં રહે છે. આ પ્રમાણે બોલતાં એવા તને યમના મંદિરમાં મોક્લશે. આ સ્ત્રી ઘણા પુરુષો વડેભોગવાઇ છે. એ પ્રમાણે જાણીને કીચકે તેને કેશમાંથી પકડીને અતિનિર્દયપણે પગવડે હણી. તે પછી ધૂળથી લેવાયાં છે અંગ જેનાં એવી તે તેવા પ્રકારની રાજ્ય સભામાં જઈને ધર્મપુત્રને જોઈને આ પ્રમાણે બોલતી અત્યંત રડવા લાગી. વિરાટરાજા ન્યાયમાર્ગવડે પૃથ્વી ઉપર રાજય કરતા હતા ત્યારે કીચક વડે વાળ ખેંચવાથી હું પીડા કરાઈ છું. હયું છે કે : -
सत्यानृता च परूषा प्रियवादिनी च, हिंसा दयालुरपि चार्थपरा वदान्या। नित्यव्यया प्रचुरनित्यधनागमा च, वाराङ्गनेव नृपनीतिरनेकधा च ॥१॥
સારી અથવા ખોટી – ઠેર ને પ્રિય બોલનારી, હિંસક અને દયાળુ ધનમાં તત્પર – ચતુર – નિત્ય ખર્ચવાલી (વ્યય ) હંમેશાં ઘણા ધનના આગમનવાલી – વારાંગના (વયાના) જેવી. રાજનીતિ અનેક પ્રકાર હોય છે.
આ પ્રમાણે સાંભળીને જયારે રાજા બોલતો નથી તે વખતે કેકે (યુધિષ્ઠિરે ) કહયું કે તું અહીથી જા. પાવક (અગ્નિ ભીમ) પાસે વેગથી પોતાનું દુઃખ કહે. ગંભીર એવા ધર્મપુત્રના કથનને સારી રીતે જાણીને દ્રૌપદી લાંબા કાળ સુધી વારંવાર રુદન કરતી સભામાંથી ધીમે ધીમે નીકળી. ભીમની પાસે આવીને કીચકની કુચેષ્ટા કહી. ભીમે કહયું કે તું જા તેને શિક્ષા અપાશે. તે પછી દ્રૌપદીએ ભીમની પાસે કીચન્ની ચેષ્ટા જેટલામાં હી તેટલામાં ક્રોધ પામેલા ભીમે આ વચન કહયું. દુર્યોધને કરેલો અપરાધ યુધિષ્ઠિરની વાણીવડે પહેલાં જે મારાવડે સહન કરાયો હતો. હમણાં કીચન્ના અપરાધને હું સહન કરીશ નહિ. તું જા ત્યાં તેની આગળ આ પ્રમાણે કહેવું કે હે કિચક! તું દિવસના અંતે ચિત્ર ઘરમાં જન્મે. ત્યાં હું તેને ઘણા લાંબા કાળ સુધી ભોગનું સુખ આપીશ. આ પ્રમાણે કહ્યું ત્યારે હર્ષિત થયેલો તે કીચક પણ આવશે. હે પ્રિયા ! દિવસને અંતે તું ચિત્ર ઘરમાં આવતી નહિ. હે ઉત્તમ પ્રિયા !તારા સ્થાને હું ત્યાં જઈશ. તે દ્રૌપદીએ ભીમે કહેલું ક્યું ત્યારે રાત્રિમાં હર્ષિત થયો છે આત્મા જેનો એવો કીચક શ્રેષ્ઠ ખાદ્ય પદાર્થો લઈને સુખની ઈચ્છાથી ચિત્રઘરમાં ગયો. આ બાજુ દ્રૌપદીને અટકાવીને દ્રૌપદીના વેશને ધારણ કરનારો ગજસરખી ગતિવડે ભીમ ગયો. અને તેને જોઈને તે વખતે કીચક આનંદ પામ્યો. પહેલાં તે મનોહર ખાદ્ય પદાર્થો અપાયા ત્યારે હર્ષિત થયેલા ભીમે એક્કમ એક એક કોળિયો કરીને ખાધા. જેમાં કપૂર – કસ્તુરી – લવંગ – એલચી આદિ વસ્તુઓ આપે તે ભીમે તેને સારી રીતે ખાધા. તે પછી તે કીચક જયારે તેની ઉપર હાથ આપે છે ત્યારે તેને બે હાથવડે દઢ આલિંગન કરતાં કહયું. તારાવડે પરસ્ત્રીને વિષે ક્રીડા કરવાની ઇચ્છા કરાઈ હમણાં તેનું ફલ તારા પ્રાણો હરણ કરવાથી હું બતાવું છું તું દેવને યાદ કર..બલ કર. આ પ્રમાણે બોલતાં એવા તેણે તે કીચને હણીને ઉપાડીને ભારપટની (પાટડાની) નીચે નાંખ્યો. તે પછી ભીમે ભારપટટ ઉપર લોહીવડે અક્ષરો લખ્યા. મારા વડે મરાયેલો આ જલદી ભારપટ નીચે નંખાયો છે.