________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦-ક્રોડ સાથે મુનિગમન
૪૦૫
हेम धेनु धरादीनां, दातारः सुलभाः भुवि। दुर्लभः सर्वजीवानां यः प्राणिष्वभयप्रदः ॥१॥ धिक् बलं धिक् शरीरंच, धिक् चात्र नरवैभवम्। धिग्जन्म धिग्मतिं तस्य, यो जीवं न हि रक्षति॥ जन्तुः स्वयं विपद्येत, रोगशस्त्राग्निभिर्जलैः।
सच देहं परप्राण - त्राणायादिक्ष्यते सुधीः । જગતમાં સોનું - ગાયને પૃથ્વી વગેરેના દાતાઓ સુલભ છે. પરંતુ જે સર્વજીવોને અભય અપાય છે. તે જ પ્રાણીઓમાં દુર્લભ છે. જે જીવનું રક્ષણ કરતો નથી તેના બલને ધિક્કાર હો. તેના શરીરને ધિકકાર હો. અહીં તેના (મનુષ્યોના) વૈભવને ધિક્કાર હો. તેના જન્મને ધિકકાર હો. ને તેની બુદ્ધિને ધિક્કાર હો પ્રાણી પોતાની જાતે રોગશસ્ત્ર – અગ્નિને પાણી વડે મરે છે. સારી બુધ્ધિવાળો માણસ શરીરને બીજાના પ્રાણોની રક્ષા માટે બતાવે છે. આ પ્રમાણે વિચારીને ભીમે હયું કે રાક્ષસની તૃપ્તિ માટે આજે હું જઇશ. તું પોતાના ઘરે રહે. બ્રાહ્મણે કહયું કે મનુષ્યપણું સરખું હોવા છતાં આ રાક્ષસથી હું તારું ભક્ષણ કરાવું તો અહી કઈ નીતિ છે? આથી હું પાછો જઈશ નહિ. તે પછી ભીમે બ્રાહ્મણને બળાત્કારે નિષેધ કરીને તેના હાથમાંથી બલિને ગ્રહણ કરીને રાક્ષસની તૃપ્તિ માટે ત્યાં ગયો. વધસ્થાને બલિને મૂકીને નિર્ભય એવો ભીમ દયામાં તત્પર ઉપકાર કરવા માટે રહયો. હયું છે કે :
पात्रार्थ भोजनं येषां, दानार्थंच धनार्जनम्। धर्मार्थं जीवितं येषां, तेनरा: स्वर्गगामिनः ॥१॥
જેનું ભોજન પાત્ર માટે છે.જેના ધનનું ઉપાર્જન દાન માટે છે. જેનું જીવિત ધર્મ માટે છે. તે મનુષ્યો સ્વર્ગર્ગામી છે. આ બાજુ ભૂખથી પીડાયેલો રાક્ષસ પોતાનું ભક્ષ્ય ખાવા માટે વિશાલ એવી શિલાપીઠપર ક્રૂર રૂપને ધારણ કરતો આવ્યો.શિલાપર સૂતેલા મોટી કાયાવાલા મનુષ્યને જોઈને તે રાક્ષસ વિચારવા લાગ્યો કે આજે મને આનાવડે કુટુંબ સહિત તૃપ્તિ થશે. તે રાક્ષસ જેટલામાં તેના શરીરને ટુટુકડા કરીને ખાય તેટલામાં તે ઊભો થઈને તેને હણવા માટે વૃક્ષ લઈને આ પ્રમાણે બોલ્યો. હે રાક્ષસ ! તે લોકોને ખાવાથી ઉત્પન્ન થયેલું પાપ કર્યું છે. તું ઈષ્ટવને યાદ કર. તને હણવા માટે હું આવ્યો છું. તે પછી રામને રાવણની પેઠે ભીમ અને રાક્ષસનું મુષ્ટિ મુષ્ટિપૂર્વક ને વૃક્ષપૂર્વક પરસ્પર યુદ્ધ થયું. ભીમે રાક્ષસને ઉપાડીને પોતાના મસ્તક ઉપર છત્રની જેમ કરીને શિલાની ઉપર મજબૂતપણે અફળાવ્યો. ભીમે ફરીથી તેને હાથમાં કરીને કહયું કે તું દેવને યાદ કર. રાક્ષસે કહયું કે હે ભીમ ! આ પ્રમાણે કરતાં ફોગટ તું મરીશ. તે પછી ભીમે મુષ્ટિવડે તે રાક્ષસને તેવી રીતે પ્રહાર ર્યો કે જેથી પ્રાણોથી છેડાયેલો તે જલદી યમના ઘેર ગયો. (વૃકોદર) ભીમવડેહણાયેલા તે રાક્ષસને જાણીને નગરીમાં પ્રજા સહિત રાજાએ સારો ઉત્સવ કરાવ્યો. સઘળા લોકો પોત-પોતાના ઘરે આવીને હર્ષિત થયા. લોકોને જીવિત આપનાર તે ભીમને વધાવ્યો. મનુષ્યોના મુખેથી ભીમવડે હણાયેલા રાક્ષસને જાણીને શત્રુના જીવતા રહેવાથી દુર્યોધન ખેદ કરવા લાગ્યો. ફરીથી દુર્યોધન જલદી પાંડવોને હણવા માટે મંત્રીઓ સાથે ગુપ્તપણે વિચારવા લાગ્યો. ખરેખર પાપી એવા પ્રકારના હોય છે. કહયું છે કે : -