________________
૪૦૯
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
पापी रूपविवर्जितः स पिशुनो यो नारको नाऽभवत्, तिर्यग्योनिसमागतश्च कपटी नित्यं बुभुक्षातुरः, मानीज्ञानविवेकबुद्धिकलितो यो मर्त्य लोकागतो, यस्तु स्वर्ग परिच्युतः स सुभगः प्राज्ञः कविश्रीयुतः ॥ १ ॥
જે નારકીનો જીવ મનુષ્ય થાય તે પાપી – રૂપ વગરનો ને ચાડી ખાનારો થાય. તિર્યંચ યોનિમાંથી આવેલો હંમેશાં કપટી ને ભૂખથી દુ:ખી થાય અને જે મનુષ્યલોકમાંથી આવેલો હોય તે માનવાલો – જ્ઞાની અને વિવેબુધ્ધિથી વ્યાપ્ત થાય છે. અને જે સ્વર્ગમાંથી આવેલો હોય તે સૌભાગ્યવાલો બુધ્ધિશાળી – કવિ અને લક્ષ્મીથી યુક્ત થાય.
એકાંતમાં વિદુરે દુર્યોધનની વિચારણા જાણીને દયાળુ પાંડવોની પાસે ચરપુરુષને મોક્લ્યો. ચરપુરુષે દ્વૈતવનમાં જઇને પાંડુપુત્રોને નમીને કહયું કે : વિદુરે આ પ્રમાણે જણાવ્યું છે કે શત્રુનો જરા પણ વિશ્વાસ કરતા નહિ.
आयुषो राजचित्तस्य, पिशुनस्य धनस्य च । खलस्नेहस्य देहस्य, नास्ति कालो विकुर्वतः ॥
આયુષ્ય – રાજાનું ચિત્ત – ચાડિયા – ધન – લુચ્ચાનો સ્નેહ અને દેહનો વિકાર પામતાં ( પામવાનો ) કોઇ કાલ નથી. ક્હયું છે કે : -
आहि वाहि विमुक्कस, नीसास ऊसास एगगो । પાળુસત્ત રૂમો થોવો, એવિ સત્તનુો નવોાશા लवसत्तहत्तरीए, होइ मुहुत्तो इमम्मि ऊसासा । सगतीससयतिहुत्तर, तीसगुणा ते अहोरते ॥२॥ लक्खं तेरससहसा, नउयसया एगमासम्मि । लक्खा इगतीस य तदा, तीस सहस्सा मुणेअव्वा ||२३||
આધિ વ્યાધિ રહિત એવા મનુષ્યનો એક શ્વાસોશ્વાસ એક પ્રાણ હેવાય, સાત પ્રાણનો એક સ્તોક થાય, સાત સ્તોનો એક લવ થાય. સત્યોતેર લવનું એક મુહૂર્ત થાય, એક મુહૂર્તમાં ત્રણ હજાર સાતસોને તોંતેર શ્વાસોશ્વાસ થાય,એક અહો રાત્રમાં તેને ત્રીસગુણા કરવાથી તેટલા શ્વાસોશ્વાસ થાય. તે એક લાખ તેર હજાર ને નવસો થાય. એક મહિનામાં એકત્રીસ લાખ ને ત્રીસ હજાર જાણવા.
તે વખતે દ્રૌપદીએ પતિઓને ક્હયું કે તમારા પરાક્રમોવડે શું ? જે પરાક્રમ હોવા છતાં પણ શત્રુઓ તમારો પરાભવ કરે છે તે બલ પાતાલમાં જાવ કે જે હોતે તે શત્રુથી પરાભવ થાય છે. તે વિદ્યા પાતાલમાં જાવ કે જેના