________________
૪૪
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
अमेध्यमध्ये कीटस्य, सुरेन्द्रस्य सुरालये;
समाना जीविताऽऽकाङ्क्षा, समं मृत्युभयं द्वयोः॥ વિષ્ટાની અંદર રહેલા કીડાને અને દેવલોકમાં રહેલા દેવેન્દ્રને જીવવાની ઇચ્છા સરખી હોય છે, અને બંનેને મૃત્યુનો ભય સરખો હોય છે તે યક્ષે પ્રગટ થઈને કહયું કે :- પહેલાં હું આ નગરમાં બ્રાહ્મણ હતો. મને ચોરનું ક્લંક આપીને મને ચોરદંડથી મારી નાંખ્યો. તે મરીને હું રાક્ષસના ઘરમાં બક નામે રાક્ષસ થયો છું. પૂર્વના ભવમાં રાજાના લોકથી (માણસથી) મારું મરણ મેં જાણ્યું. તેથી હું કોપ પામેલો સર્વ નગરનાં લોકને મારવા આવ્યો છું.
રાજાએ કહયું કે હમણાં તું ચિંતવેલું માંગ, બકેહયું કે હંમેશાં સવારે રોજનું એક મનુષ્ય મને આપે તો આ શિલાને હું પાછી કરું, અન્યથા નહિ. તે પછી રાજાએ સર્વ પ્રજાઓને બોલાવીને નગરના મનુષ્યોનાં નામથી અલંક્ત પત્રો વેગથી ઘડામાં નાંખ્યા. રાજાએ કહ્યું કે ઘડામાંથી જેનો પત્ર નીકળશે, તે આના બલિ માટે જાય. લોકોએ એ પ્રમાણે વ્યવસ્થા કરી. હયું છે કે:
अन्यस्मादपि लब्धोष्मो, नीच: प्रायेण दुःसहो भवति,। न तपति रविरिह तादृग्, यादृगयं वालुकानिकरः॥
અન્ય પાસેથી પ્રાપ્ત કરી છે ગરમી જેણે એવો નીચ – ઘણું કરીને દુ:સહ થાય છે. આ લોકમાં સૂર્ય જેવા પ્રકારે તપતો નથી તેવી રીતે રેતીનો સમૂહ તપે છે. અત્યારે અમારા નામનો પત્ર આવ્યો છે. તેથી આ મારો પુત્ર ત્યાં જશે. બકરાક્ષસ વડે ફાડી નંખાશે. તેથી હું રહું છું. વાયુપુત્ર ભીમે કહ્યું કે હે માતા ! રોવાથી દુ:ખ છોડતું નથી. આ દુ:ખમાં ઉત્તમ પુરુષોએ નિચ્ચે ધૃષ્ટપણું કરવું જોઈએ. જેથી કહ્યું છે કે:- સ્ત્રીઓ પરાભવને કરનારી છે. બંધુઓ તે બંધન છે. વિષયો તે વિષ છે. અહીં માણસને મોહ કઈ જાતનો? ને જે શત્રુઓ છે તેના વિષે મિત્રની આશા છે.
पुत्रो मे भ्राता मे, स्वजनो मे गृहकलत्रवर्गो मे। इति कृत मेमेशब्दं, पशुमिव मृत्युर्जनं हरति ॥२॥ ब्रह्मपुरन्दर दिनकर रूद्रा:, सुरगिरिसरितः सप्तसमुद्राः। नष्टो यत्र विचित्रापायः, स्थास्यति तत्र कथं ननु काय: ? ॥
આ મારો પુત્ર છે. આ મારો ભાઈ છે. આ મારો સ્વજન છે. આ મારું ઘર છે. આ મારો સ્ત્રી વર્ગ છે. એ પ્રમાણે મેં મેં શબ્દ કરતાં મનુષ્યને મૃત્યુહરણ કરે છે. બ્રહ્મા – ઈન્દ્ર- સૂર્ય – ૮ – મેરુપર્વત – નદીઓ ને સાત સમુદ્રો નાશ પામ્યાં ત્યાં વિચિત્ર અપાયવાલી કાયા કઈ રીતે રહેશે? | બ્રાહ્મણ પત્નીએ કહયું કે હે વત્સ! તે સાચું હયું. પરંતુ પશુઓને પણ બાળકો ઉપર સર્વ તરફથી મોહ હોય છે. એ સાંભળીને ભીમે વિચાર્યું કે જો આ માણસનું રક્ષણ કરું તો મારું જીવન પ્રશંસા કરવા લાયક થાય. અને નિચ્ચે લ (સલ) થાય. હયું છે કે :