________________
૪૦
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
શું આ પૃથ્વીરૂપી સ્ત્રીની વેણી છે? અથવા તેની આંખનું કાજલ છે? અથવા અપ્સરાના સ્તનમાંથી ભ્રષ્ટ થયેલી કસ્તુરી છે? અથવા શું મેઘ છે? શું આનું પાણી લઈને કાજલ સરખો મેઘ છે? (કારણકે) તેનો ત્યાગ કરવાથી તે શરદ ઋતુમાં શ્વેત થાય છે . આ બાજુ હોડી ઉપર ચઢે 1 દિવ્ય રૂપવાલી કોઈ સ્ત્રી આવી તેને જોઈને રાજા | વિચારવા લાગ્યો કે શું આ યમુના દેવી છે? જો હું આ શ્રેષ્ઠ સ્ત્રીનું પાણિગ્રહણ કરું તો મારો અને એનો જન્મ વિશે સલ થાય. આ પ્રમાણે વિચારીને રાજાએ પૂછ્યું કે આ કોની ન્યા છે? નાવના સ્વામીએ કહયું કે આ મારી ગુણથી શોભતી પુત્રી છે. બીજા ગ્રંથમાં કહયું છે કે : -
विज्ञाताखिलशास्त्रौधा, - जङ्गमेव सरस्वती। सर्वलक्षणसंपूर्णा, लक्ष्मीरिव शरीरिणी॥१॥ दिव्यौषधि वसन्तस्य, सर्वरोगविघातिनी। कल्पवल्लीव गेहस्था, दारिद्रयाद्रिविदारिणी॥२॥ निष्कलङ्केन्दुलेखेव, गुरुकाव्यबुधाश्रया। द्यौरिवासदृशो श्रेयोयुक्ता, कुमारिकाऽगमत् ॥३॥
જેણે સર્વ શાસ્ત્રનો સમૂહ જાણ્યો છે, એવી આ જંગમ સરસ્વતી છે. અને સર્વલક્ષણોથી સંપૂર્ણ જાણે શરીરધારી લક્ષ્મી છે. સર્વરોગનો નાશ કરનારી વસંતની દિવ્ય ઔષધિ છે. દારિદ્રરૂપી પર્વતને ચીરનારી ઘરમાં થયેલી લ્પવલ્લી છે. લંકરહિત ચંદ્રનીલેખાની જેમ મોટા કાવ્ય અને બુધનો આશ્રય કરનારી. તે ઘણાં લ્યાણથી યુક્ત ને આકાશની જેવી તે કુમારિકા આવી.
નાવિક ગયો ત્યારે રાજાએ તે વખતે ઘરે આવીને મંત્રીઓને મોક્લીને તે ન્યાની માંગણી કરી. જ્યાના પિતાએ કહયું કે અમે નીચ છીએ. રાજા ઉત્તમ છે. સરખા લવાલાઓનો વિવાહ અત્યંત શોભે છે.
मृगा मृगैः सङ्गमनुव्रजन्ति, गावश्चगोभिस्तुरगास्तुरङ्गः। मूर्खाश्व मूर्खः सुधियः सुधीभिः समानशीलव्यवसनैश्च योगः ॥१॥
મૃગો, મૃગની સાથે સંગને પામે છે બળદો બળદની સાથે, ઘોડાઓ ઘોડાની સાથે, મૂર્ખાઓ મૂર્ખાઓની સાથે અને બુધ્ધિવાલાઓ બુધ્ધિવાલાની સાથે સંગને પામે છે. જેનાં શીલ અને વ્યસનો સરખાં હોય તેની સાથે યોગ થાય છે. મંત્રીઓએ ક્યું કે રાજા નીચ કુલમાં ઉત્પન્ન થયેલી એવી પણ જ્યારે અશુચિમાં રહેલા સોનાની જેમ અંગીકાર કરે છે. નાવિકે કહયું કે રાજાને ક્લીન એવી સ્ત્રીઓ છે. નીચ ક્લમાં ઉત્પન્ન થયેલી આ ન્યા) અપમાન પામશે. ગંગા પત્નીથી ઉત્પન્ન થયેલો એને ગાંગેય નામે પરાક્રમી પુત્ર છે. તેને નિચ્ચે કાલક્રમે રાજ્ય થશે. મંત્રીશ્વરે રાજાની પાસે આવીને નાવિકે કહેલું જણાવ્યું, તે જ ક્ષણે રાજા શયામ મુખવાલો થયો.
આ જાણીને ગંગાપુત્ર નાવિક પાસે આવીને કહયું કે હે ઉત્તમ નાવિક ! મારા પિતાને તું આ કન્યા આપ. આ