________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦–ોડ સાથે મુક્તિગમન
તારી પુત્રી ગંગાની જેમ નિરંતર મારે પૂજ્ય છે. હું પહેલાં સંયમ લક્ષ્મીને વિષે રાગવાલો છું. હે નાવિક ! મારે યાવજજીવ બ્રહ્મચર્ય હો. આથી તારી પુત્રીનો પુત્ર રાજ્ય લક્ષ્મીને ભજનારો થશે.
अत्रार्थे तपन: साक्षी, साक्षिणो निर्जराः पुनः । भूप: साक्षी वृषं साक्षी, कन्याऽतो दीयतां पितुः ॥
રા
અહીં આ વાતમાં સૂર્ય સાક્ષી છે. દેવો સાક્ષી છે. રાજા સાક્ષી છે. ધર્મ સાક્ષી છે. આથી મારા પિતાને ન્યા આપો. આ પ્રમાણે ગાંગેયે ક્યું ત્યારે દેવોએ ગાંગેયના મસ્તક પર પુષ્પવૃષ્ટિ કરીને ઉચ્ચસ્તરે ક્હયું હે ગાંગેય ! લાંબા કાળ સુધી તું જય પામ, નિશ્ચે તું બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારો છે. સ્વર્ગ અને મોક્ષના સુખને આપનારું આ ભીષ્મવ્રત છે. એણે અત્યંત દુષ્કર ભીષ્મવ્રત – બ્રહ્મચર્ય લીધું. આથી આનું નામ ભીષ્મ ” થાઓ. એવી આકાશમાર્ગમાં વાણી થઇ, (દેવવાણી થઇ ) કહયું છે કે – દેવ – દાનવ – ગંધર્વ – યક્ષ – રાક્ષસ – ને ક્ત્તિરો જે દુષ્કર કરે છે, તે બ્રહ્મચારીને નમસ્કાર કરે છે. જે કરોડ સોનું ( સોનામહોર ) આપે અથવા સોનાનું જિનભવન કરાવે તેને તેટલું પુણ્ય થતું નથી કે જેટલું બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવાથી થાય. જે વિશુધ્ધ મનવાલા ભવ્યજીવો કાયાવડે બ્રહ્મચર્યને ધારણ કરે છે. તેનો નિશ્ચયથી બ્રહ્મદેવલોકમાં ઉપપાત ( જન્મ )થાય છે, પ્રાણો કંઠમાં જાય તો પણ ન કરવા લાયક ન કરવું જોઇએ. અને પ્રાણો કંઠમાં જાય તો પણ સારી રીતે કરવા લાયક કરવું જોઇએ. સ્વર્ગમાંથી ચ્યવેલાના હૃદયમાં આ જીવલોકમાં ચાર વસ્તુ હંમેશાં રહે છે. દાનનો પ્રસંગ – નિર્મલવાણી – દેવની પૂજા ને સદગુરુની સેવા. હર્ષપામેલા નાવિકે કયું કે :
6
તું આના કુલ વગેરે સાંભળ આ ભરત ક્ષેત્રમાં મનોહર એવું રત્નપુર નગર હતુ, તે નગરમાં ન્યાયનું એક મંદિર એવો સ્નશેખર નામે રાજા હતો, તે રાજાને શીલરૂપી માણિક્યની ખાણ ( એવી ) રત્નવતી નામે પત્નીએઅત્યંત સુંદર લગ્નવાળા દિવસને વિષે તેણીએ ઉત્તમ સ્વપ્નથી સૂચિત એવી ત્ત્તવતીપુત્રીને જન્મ આપ્યો. જેમ પૂર્વદિશા રોહિણીને જન્મ આપે. કોઇક વિદ્યાધર પૂર્વના વૈરથી માત્ર જન્મ પામેલી તે કન્યાને ઉપાડીને યમુનાના ક્વિારે મૂકીને જલદી નાસી ગયો. રત્નશેખર રાજાની આ સત્યવતી પુત્રી શાન્તનુ રાજાની પત્ની થશે. એવી આકાશવાણી થઇ. આ પ્રમાણે આકાશવાણી સાંભળીને ક્યાને પોતાને ઘરે લઇ જઇને એક્દમ અન્ન આપી પુત્રીની જેમ મેં તેને મોટી કરી આથી દેવોવડે કરાયેલી આકાશમાં ઉત્પન્ન થયેલી વાણી ને તમારા પિતા આ કન્યાના પાણિગ્રહણથી જલદી સત્ય કરો.
તે પછી હર્ષિત થયેલા ગંગાપુત્રે કન્યાનું વૃત્તાંત કહીને સાત્ત્વિકમાં અગ્રણી એવા તેણે પિતાને હર્ષ પમાડયો. પુત્રે હેલું સાંભળીને રાજા જુદા જુદા ઉત્સવપૂર્વક સારા દિવસે સતી એવી સત્યવતીને પરણ્યો. જેમ ગંગાવડે સમુદ્ર – ચંદ્રની લેખાવડે જેમ આકાશ. મુદ્રિકાઓવડે જેમ રત્ન તેમ સત્યવતીવડે રાજા શોભતો હતો. અનુક્રમે સત્યવતીએ સારા દિવસે બે પુત્રોને જન્મ આપ્યો. પહેલો નામવડે ચિત્રાંગદ અને બીજો ચિત્રવીર્ય,
= અત્યારે પણ આપણા વ્યવહારમાં તેથી એમ બોલાય છે કે આની ભીષ્મ પ્રતિજ્ઞા-ભીષ્મ વ્રત છે–જે કોઈપણ દિવસ ખંડન થશે નહિ