________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦–ક્રોડ સાથે મુક્તિગમન
હોય છે. પોતાને અનિષ્ટ એવી હિંસા અન્યની ન કરવી જોઇએ. મોક્ષને ઇચ્છતા અને અહિંસા ધર્મને જાણનારા શ્રાવકે સ્થાવર જીવોને વિષે પણ નકામી હિંસા ન કરવી. પ્રાણી જીવિતના લોભવડે રાજ્યને પણ બ્રેડી દે છે. તેના વધથી ઉત્પન્ન થયેલ પાપ પણ સર્વપૃથ્વી ( દાનમાં ) આપે તો પણ શાંત થતું નથી. વનમાં અપરાધ વગરનાં – પવન – પાણીને ઘાસનું ભોજન કરનારાં પશુઓને હણનારો માંસનો અર્થી કૂતરા કરતાં કઇ રીતે ચઢિયાતો છે ?
૩૭૯
જે દાભના ઘાસવડે પણ પોતાના અંગમાં ચિરાતો દુ:ખ પામે છે તે નિરપરાધી પ્રાણીઓને તીક્ષ્ણ હથિયારો વડે ખેદ કેમ પમાડે ? આ પ્રમાણે ગંગાના પુત્રવડે નિષેધ કરાયેલો એવો પણ શિકારમાં લંપટ શાન્તનુ રાજા પશુઓને હણવા માટે પ્રવો. તે વખતે ગંગાના પુત્રે ઘેરી ઉપર ધનુષ્યને ચઢાવેલું કરીને મજબૂત એવો ગત્કાર શબ્દ ર્યો ( ધનુષ્યટંકાર કર્યો ) જેથી પશુઓ નાસી ગયાં. મજબૂત સિંહનાદ કરતાં તેણે રાજાના સેવક એવા શિકારીઓને ત્રાસ પમાડતો ગંગાપુત્ર શાન્તનુ રાજા પાસે ગયો. તે વખતે ધનુષ્યધારી ને યુધ્ધપ્રિય એવા હાથના બલથી ગર્વિષ્ઠ થયેલા શાન્તનુ રાજાએ ગંગાપુત્રને યુધ્ધ માટે બોલાવ્યો.
ગંગાપુત્ર અને શાન્તનુરાજા કોપથી વ્યાપ્ત અને રણના રસમાં પ્રિય એવાયમરાજની જેમ બાણ છોડતાં પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે રણમાં પુત્ર અને ધણીને પરસ્પર યુધ્ધ કરતાં જાણીને ગંગાએ શરૂઆતમાં પુત્રની આગળ આવીને કહયું કે હે પુત્ર ! આ તારો પિતા શાન્તનુ રાજા છે. તે પિતાની સાથે યુધ્ધ કરવું જરા પણ યોગ્ય નથી. તે પછી ગંગાએ પતિની પાસે જઇને પ્રગટપણે ક્હયું કે આ તમારો પુત્ર છે. તેની સાથે યુધ્ધ કરવું સારું નથી. તે પછી ગંગાપુત્ર ધનુષ્ય છોડી દઇ મસ્તક નમાવ્યું. જેટલામાં ( પાસે ) ગયો તેટલામાં પિતા સન્મુખ આવ્યો. જે વખતે ગંગાપુત્ર આવીને પિતાનાં ચરણોમાં આળોટયો, તે વખતે પિતાએ બે હાથવડે આલિંગન કરીને પુત્રને મુખપર ચુંબન કર્યું. શાન્તનુ રાજાએ ક્હયું કે હે પત્ની ! તું પુત્ર સહિત પોતાના રાજ્યને હમણાં જલદી અંગીકાર કર. કારણકે તું વલ્ભા છે. તે પછી ગંગાએ ક્હયું કે હે સ્વામી ! તમે જે પ્રતિજ્ઞા કરી હતી તે તમે જીવોની હિંસા કરતાં હમણાં નિશ્ચે લોપ કરી છે. જે હિંસા નરક ને તિર્યંચગતિને આપનારી છે ( તે ) તમે છોડી નથી. એથી હું તમારા ઘરે આવીશ નહિ. મારાવડે આ તમારો પુત્ર સારા અન્નપાનવડે મોટો કરાયો છે. તે તેના પિતા પાસે વિનયથી યુક્ત રહો. તમારાવડે જીવને ઘાત કરનારી હિંસા બ્રેડી શકાય તેમ નથી, તેથી હમણાં મને પિતાના ઘરે રહેવા માટે આદેશ આપો. શાન્તનુ રાજાએ ગંગાને પિતાના ઘરે રહેવા માટે યુ; તે પછી શાન્તનુ રાજા પુત્ર સહિત પોતાના નગરમાં ગયો.
ન્યાયથી રાજ્યનું પાલન કરતો પુત્ર સાથે રાજા શોભતો હતો. જેમ દિવસવડે સૂર્ય અને કમલવડે તલાવ, એક વખત શાન્તનુ રાજા ઘોડાપર ચઢેલો યમુના નદીના ક્નિારે ગયો. તેના પ્રવાહને જોઇને ચિત્તમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો
किमेषा भूस्त्रिया वेणि स्तस्या एवाक्षिकज्जलम्, किं वाप्सरः कुचभ्रष्टा कस्तूरीवाम्बुधरः किमु ? | किमस्या नीरमादाय - वारिद: कज्जलप्रभः, तस्योत्सर्गात् पुनः ती जायते स शरदृतौ ? ॥