________________
૩%
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
ત્યજી દીધા. આ પ્રમાણે વચનની યુક્તિવડે બોધ કરાયેલા શાન્તનુ રાજાએ બાહયથી શોને છોડી દીધો. પરંતુ અંતરંગ શોકને જરાપણ ન ત્યજ્યો. ચોવીશ વર્ષ પત્ની વિના તે વખતે ચિત્તમાં દુઃખી થયેલા શાન્તનુ રાજાએ શોકથી વ્યાપ્ત પસાર ક્ય. આ બાજુ પિતાના ઘરમાં રહેલી ગંગાએ ગાંગેય પુત્રને હંમેશાં સારી રીતે અન્નપાન આપવાવડે મોટો ર્યો. ગંગાપુગે – ગુરુ પાસે ક્લાઓને શીખીને ધનુર્વિદ્યાને ભણતાં અનુક્રમે સંપૂર્ણ ધનુર્વિદ્યાને જાણી, જેમ અષાઢમાસ લાખો જલધારાવડે વર્ષે છે તેમ ગંગાપુત્ર બાણોની શ્રેણિવડે વર્ષ છે. સર્વશાસ્રરૂપી સમુદ્રનો પારંગત ગાંગેય ગુરુ પાસે દયામૂલ ધર્મ સાંભળતો હૃદયમાં વિરાગવાળો થયો, ગાંગેય સદગુપાસે હંમેશાં આદરથી ધર્મ સાંભળતો ગંગાના ક્લિારે વનમાં જાય છે. અને દેવને અત્યંત નમસ્કાર કરે છે.
આ બાજુ શાન્તનુ રાજા ઘણા સેવકો સહિત ભમતો ગંગાના ક્લિારે રહેલો વનની અંદર શિકાર માટે આવ્યો, #રાઓના ભ્રમણવડેને શિકારીઓના હાંક્તા શોવડે વિવિધ પ્રકારનાં પશુઓથી વ્યાપ્ત તે વન વાલ થયું કેટલાંક પશુઓનાં સમૂહો ત્યાં (મનુષ્યોથી) વીટળાયેલાં હોવા છતાં પણ નાસી જાય છે. અને કેટલાંક બાણોવડે વીંધાયેલાં - હણાયેલાં યમરાજાના ઘરે પહોંચ્યાં. ત્રાસ પામતાં હરણો આકાશમાં ચંદ્રના ખોળામાં રહેલા મૃગને મળવામાટે તે વનમાં વેગથી દૂકા મારવા લાગ્યાં. તે વનમાં શાન્તનુરાજા ઘણાં પશુઓને હણતો ગાંગેયવડે જોવાયો. અને ભક્તિ વડે નમાયો. (નમન કરાયો) અને તે વખતે તેણે રાજાને આ પ્રમાણે હયું કે હે રાજન ! તમે ન્યાયમાર્ગથી લોકોનું પાલન કરનારા છે. તેથી તમારે વિખથી બધા જીવોની રક્ષા કરવી જોઇએ. કહયું છે કે ક્ષત્રિયો અપરાધી પ્રાણીઓને મારે છે નિરપરાધીઓને મારતા નથી, તો તમે હમણાં નિરપરાધી એવાં પ્રાણીઓને કેમ મારે છે ?
पङ्गुकुष्ठिकुणित्वादि, दृष्टवा हिंसाफलं सुधीः । निरागस्त्रसजन्तूनां, हिंसा, सङ्कल्पतस्त्यजेत् ॥२॥ आत्मवत्सर्वभूतेषु, सुखदुःखे प्रियाप्रिये। चिन्तयन्नात्मनोऽनिष्टां - हिंसामन्यस्य नाचरेत् ॥३॥ निरर्थिकां न कुर्वीत - जीवेषु स्थावरेष्वपि। हिंसामहिंसा धर्मज्ञः, काङ्क्षन् मोक्षमुपासकः ॥७॥ प्राणी प्राणितलोभेन - यो राज्यमपि मुच्चति। तद्वधोत्थमघ सर्वो- र्वीदानेऽपि न शाम्यति॥८॥ वने निरपराधानां, वायुतोयतृणाशिनाम्। निघ्नन् मृगानां मांसांर्थी, विशिष्येत कथं शुन: ? ॥९॥ તીર્થમાT: હુશેનાપિ, ય: સ્વાફેદત્ત વ્યા निर्मून्तून् स कथं जन्तू-नन्तयेन्निशितायुधैः ॥१०॥
પગ – કોઢિયા – ધ્રા – વગેરે હિંસાના ફલને જોઈને સારી બુધ્ધિવાલા પુરુષે નિરપરાધી એવા ત્રસ જીવોની હિંસા સંલ્પથી (મનથી) છેડવી જોઇએ. પોતાની જેમ સર્વજીવોને વિષે પ્રિય અને અપ્રિય સુખ ને દુ:ખને વિચારનારા