________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
વાગડોઇ નગરનો સ્વામી સિંહરથ નામે રાજા શ્રીચંદ્રપ્રભ જિનેશ્વરની પૂજા વિના કોઇ દિવસ જમતો ન હતો. શ્રી ચંદ્રપ્રભપ્રભુની પૂજા કરતા તે રાજાને સઘળા દુર્ઘાન્ત એવા પણ શત્રુઓ તે જ ક્ષણે વશ થયા. તે પછી સિંહરાથ રાજાએ તરત જ વિશેષ કરીને વિશાલ એવું શ્રી ચંદ્રપ્રભપ્રભુનું જિનમંદિર કરાવ્યું
૩૭૦૨
આમ અનેક રાજાઓ શ્રી ચંદ્રપ્રભસ્વામીનાં ચરણની પૂજા કરવાથી સંપત્તિ પામ્યા, ને ઘણા મુક્તિ પામ્યા અનુક્રમે કાલે કરીને પડી ગયેલા શ્રી ચંદ્રપ્રભપ્રભુના મંદિરને શુધ્ધ ચિત્તવાલા કુમારપાલ રાજાએ ઉધ્ધાર કર્યો. શ્રી ચંદ્રપ્રભ પ્રભુના ધ્યાનથી કુમારપાલરાજા શત્રુઓનો પરાભવ કરી સર્વઠેકાણે વિજય પામ્યા ઇત્યાદિ, શ્રી ચંદ્રપ્રભપ્રભુનો મહિમા સાંભળી ને શ્રી જગચંદ્ર ગુરુ નમન કરવા માટે ત્યાં હર્ષથી ગયા. શ્રી જગચંદ્ર ગુરુએ ચારિત્રના પ્રમાદને ત્યજીને શ્રી ચંદ્રપ્રભપ્રભુની આગળ શુધ્ધ ચારિત્ર લીધું. તે આચાર્ય મહારાજે પોતાની જાતે હર્ષવડે ચારિત્રની ઉપસંપદા લઇને યાવજજીવ – નિશ્ચિત આયંબિલનો અભિગ્રહ ગ્રહણ કર્યો, હંમેશાં ભાવપૂર્વક આયંબિલ કરતા તેમના ગચ્છનું કાલે કરીને “ તપાગચ્છ ” એ પ્રમાણે નામ થયું
તે પછી દિવસે દિવસે ગચ્છ “ તપા ” નામ વડે વૃદ્ધિ પામે છે. કારણ કે જે ચંદ્રપ્રભ સ્વામીનો પ્રભાવ છે. શ્રી ચંદ્રપ્રભસ્વામીની આગળ “ લેપકા ” નામની કુટુંબિકા – બુધ્ધિશાળી સજજન લક્ષ્મીધર રાજાવડે સ્થાપન કરાઇ,
શાલવીક્લ્પમાં જિનેશ્વરની આગળ કુમારપાલ રાજાવડે તે જાતિ નિશ્ચે શુધ્ધ કરાઇ. ઓસવાલ જ્ઞાતિમાં શ્રેષ્ઠ પાલ્લ્લાક નામના ધનેશ્ર્વર રહેતા હતા ત્યારે પૃથ્વીના મધ્યમાં રહેલી પ્રભાવશાળી તે પ્રતિમા પણ રાત્રિમાં સ્વપ્નમાં આવીને પ્રગટ થઇ. તે ભવ્ય પ્રાણીઓને સ્મરણ કરવા માત્રથી ઈતિ આપે છે. શ્રી સોમપ્રભ સૂરીશ્વર પાસે હંમેશાં ધર્મ સાંભલતા તે પાલ્હાક દેવપૂજા વગેરે ધર્મ આદરપૂર્વક કરતા હતા. શ્રી ચંદ્રપ્રભ સ્વામીના પડી ગયેલા મંદિરનો ઉઘ્વાર કરીને ઘણા ધનનો વ્યય કરીને પાલ્હાકે તેનું બિંબ સ્થાપન કર્યું, તે ધર્મિક વાવ – કૂવા · તળાવ – આદિ કરાવીને તીર્થની ભક્તિથી તે પછી ફૂલમાટે વાડી કરાવી.
હમણાં ગોપાલ નામના દિશાપાલ લક્ષ્મીપતિએ શ્રી ચંદ્રપ્રભ જિનેશ્વરનું જિનમંદિર કરાવ્યું. ગોપાલે પણ મોટા સંઘ સાથે શ્રી શત્રુંજ્યગિરિપર જઇ શ્રી ઋષભદે પ્રભુને પૂજા પૂર્વક નમસ્કાર કર્યાં. અગ્નિવડે ગામ સળગે છતે શ્રી ચંદ્રપ્રભપ્રભુનું બિંબ બળ્યું નહિ કારણકે એનો પ્રગટ પ્રભાવ છે,
અગ્નિ વડે બીજુ બિંબ બળી ગયે તે તે લક્ષ્મીપતિ ગોપાલે ધનનો વ્યય કરી ( બીજું બિંબ ) સ્થાપન કર્યું, તપાગચ્છમાં ધુરંધર એવા રત્નશેખર સૂરીશ્વરે – ૧૫૧૬ – વર્ષે તેની પ્રતિષ્ઠા કરી, હમણાં હંમેશાં રત્નશેખર સૂરીશ્વરના પ્રસાદથી જૈનો મોક્ષને માટે ધર્મકાર્યો કરે છે. ગોપાલ ધનેશ્ર્વરે પણ શ્રી શત્રુંજ્ય મહાતીર્થ ઉપર ઘણા સંઘ સહિત સારા ઉત્સવપૂર્વક ઘણી યાત્રા કરી.
આ પ્રમાણે વાગડ શ્રી ચંદ્રપ્રભ જિનેશ્વરનો સંબંધ સંપૂર્ણ.