________________
વાગડશ્રી ચંદ્રપ્રભ જિનેશ્વરનો સંબંધ
રાવણ રાજા જે જે મંત્ર – દેવ ને દેવીને યાદ કરતો હતો તે તે ઘણું સ્મરણ કરવા છતાં પણ તેને પ્રગટ ન થયાં. હયું છે કે :
प्रतिकूलतामुपगते हि विधौ, विफलत्वमेति बहुसाधनता । अवलम्बनाय दिनभर्त्तु - रभून्न पतिष्यत: करसहस्त्रमपि ॥
હા
નસીબ પ્રતિકૂલ થાય ત્યારે ઘણાં સાધન પણ નિષ્ફલતા ને પામે છે. પડતા એવા ( અસ્ત પામતા ) સૂર્યને માટે હજારો કિરણો પણ અવલંબન થતાં નથી. રણમાં અત્યંત યુધ્ધ કરતો જગતને કંટકરૂપ એવો રાવણ રામ અને લક્ષ્મણવડે હણાયેલો ક્ષણવારમાં નરકમાં ગયો. ક્હયું છે કે : – પરાક્રમથી જગતને દબાવનાર એવો રાવણ પરસ્ત્રીને વિષે રમવાની ઇચ્છાથી લનો ક્ષય કરીને નરક પામ્યો. તે વખતે રાવણનું સર્વસૈન્ય રામને મલ્યુ ઘણાં પરાક્રમવાલો રામ લંકા નગરીની મધ્યમાં ગયો. પહેલાં જિનમંદિરમાં જઇને જિનેશ્વરોને ભક્તિવડે નમીને પછી ઉતારે જઇને સેવકો સહિત રામે દશાનનના ભાઇ બિભીષણ રાજાને ( લંકાનું ) રાજય આપીને ભુજાબળથી પત્ની સીતાને અંગીકાર કરી. શ્રી ચંદ્રપ્રભજિનેશ્વરની પ્રતિમાને ગ્રહણ કરી ભાઇ સહિત રામ અયોધ્યા નગરીમાં જતાં વાગડદેશમાં ગયા. ત્યાં રામે વાગડ નામનું નગર સ્થાપન કરીને આદરપૂર્વક શ્રી ચંદ્રપ્રભદેવની પૂજા કરી. તે પછી રામ આગળ પોતાના નગર તરફ ચાલ્યો. ત્યારે તે પ્રતિમા તે સ્થાનથી જરાપણ ચાલી નહિ.
તે પછી ત્યાં મોટું જિનમંદિર કરાવીને શ્રીરામચંદ્રવડે શ્રી ચંદ્રપ્રભસ્વામીની શ્રેષ્ઠ પ્રતિમા સ્થાપન કરાઇ. શ્રી ચંદ્રપ્રભ સ્વામીની આગળ ધ્યાન કરીને પાંડવોએ શત્રુને જીતનારી અને કૌરવ શત્રુઓનો નાશ કરનારી વિધાઓ પ્રાપ્ત કરી. પાંચ પાંડવોએ ચંદ્રપ્રભપ્રભુને ચિત્તમાં સ્મરણ કરતાં સવ કૌરવોને જીત્યા અને ફરીથી પોતાનું રાજય મેળવ્યું. નાસિક નગરમાં મોટું જિનમંદિર કરાવીને કુંતીએ સારા ઉત્સવપૂર્વક શ્રી ચંદ્રપ્રભ તીર્થંકરનું બિંબ સ્થાપન કર્યું. ભરુચનગરનો સ્વામી ( રાજા ) કામદેવ સરખો મદન ત્રપુષિત નગરીના ભીમરાજાવડે રાયથી ત્યાગ કરાવાયો ( ભ્રષ્ટ કરાયો ) તે પછી તે ભ્રમણ કરતો એક વખત સંકટ વગરના વનમાં વાગડ દેશને પામીને ઘણા ભિલ્લથી સેવાયેલા પ્રાસાદને વિષે શ્રી ચંદ્રપ્રભતીર્થંકરની પ્રતિમાને જોઇને નમસ્કાર કરીને દરરોજ સવારે હંમેશાં આદરપૂર્વક નમસ્કાર કરતો હતો. એક વખત પ્રગટ થઇને શ્રી ચંદ્રપ્રભ પ્રભુએ યું કે હે સ્વચ્છ ! તું પાંચ ભિલ્લો સાથે પોતાના નગરમાં જા, ત્યાં સંગ્રામ કરતાં અને સુવ્રતજિનને સ્મરણ કરતાં ઘણા સૈન્યહિત તારો શત્રુ એક્દમ યમમંદિરમાં જશે.
આ પ્રમાણે શ્રી ચંદ્રપ્રભ સ્વામીની વાણી સાંભળી મદનરાજા શત્રુઓ સાથે યુધ્ધ કરીને શત્રુઓનો ક્ષય કરીને રાજ્ય પામ્યો. તે પછી હર્ષવડે રાજા સંઘસહિત વાગડોઇ નગરમાં આવીને શ્રી ચંદ્રપ્રભપ્રભુને નમ્યો. અને તે રાજાએ પોતાના નગરમાં ઘણા કાલ સુધી રાજ્ય કરતાં શ્રી શત્રુંજ્ય આદિ તીર્થને વિષે વિસ્તારથી યાત્રા કરી. શ્રી શત્રુંજયઉપર પણ રાજાએ હર્ષથી ઘણી લક્ષ્મીનો વ્યય કરી લોકોને હર્ષ આપનાર સર્વજ્ઞનો પ્રાસાદ કરાવ્યો. એક વખત પોતાના રાજ્ય ઉપર પોતાના પુત્ર મલ્લદેવને સ્થાપન કરીને હર્ષવડે ચંદ્રદેવસૂરીશ્વરપાસે સંયમ ગ્રહણ કર્યો. મદનરાજર્ષિ શ્રી શત્રુંજ્ય પર્વતઉપર ધ્યાન કરતાં સર્વકર્મની પરંપરાનો ક્ષયકરી મુક્તિ પામ્યા.