________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
-
તેના વંશમાં રાવણ રાજાએ ચંદ્રપ્રભ પ્રભુની આગળ - ૩૨ – હજાર આકાશગામિની વગેરે વિધાઓ સાધી, શ્રી ચંદ્રપ્રભ જિનેશ્વરની પ્રતિમાની પૂજા કરતા રાવણે ચંદ્રહાસ નામનું ખડગ – ને પુષ્પક નામે વિમાન સ્વાધીન ર્ક્યુ. દશાનન રાજાએ તે ચંદ્રપ્રભુની પ્રતિમાને હર્ષવડે પૂજા કરતાં ઇન્દ્રવડે પૂજાયેલા (એવા) સર્વજ્ઞગોત્ર –(તીર્થંકરપણા) ને ઉપાર્જન કર્યું.
663
स्वर्गस्तस्य गृहाङ्गणंसहचरी साम्राज्यलक्ष्मीः शुभा, सौभाग्यादिगुणावलिर्विलसति स्वैरं वपुर्वेश्मनि । संसारः सुतरः शिवंकरतलक्रोडे लुठत्यञ्जसा, यः श्रध्दाभरभाजनं जिनपतेः पूजां विधत्तेजन : || १ ||
જે મનુષ્ય શ્રધ્ધાના સમૂહના પાત્ર એવા જિનેશ્વરની પૂજા કરે છે. તેના ઘરના આંગણામાં સ્વર્ગ છે. સામ્રાજ્યની લક્ષ્મી તેની સહચરી છે. શુભ એવી સૌભાગ્ય આદિ ગુણની શ્રેણી તેના શરીરરૂપી ઘરને વિષે પોતાની ઇચ્છાપૂર્વક વિલાસ કરે છે. તેને સંસાર સારી રીતે તરી શકાય એવો થાય છે. અને તેની હથેળીના મધ્યભાગમાં વેગપૂર્વક મોક્ષ આળોટે છે. અનુક્રમે રાવણ દક્ષિણ દિશામાં રહેલા ત્રણ ખંડને હાથના પરાક્રમથી શત્રુઓપર વિજય કરવાથી વેગથી સાધ્યા. શ્રી શત્રુંજ્યનું માહાત્મ્ય સાંભળીને રાવણ ઘણા સંઘ સહિત શ્રી શત્રુંજયઉપર જિનેશ્વરોને નમન કરવાગયો ત્યાં ઘણા ધનનો વ્યય કરી શ્રી ઋષભદેવ સ્વામીના પ્રાસાદકરાવીને શ્રેષ્ઠ ઉત્સવપૂર્વક પ્રભુના બિંબની સ્થાપના કરી.
આ બાજુ દશરથ રાજાના પુત્ર રામ પ્રિયા વગેરે સહિત પિતાના આદેશથી બળવાન હોવા છતાં પણ વનમાં ગયા. ત્યાં રાવણે કપટથી સીતાનું અપહરણ કર્યું. અને ત્યાં સારો ઉપકાર કરવાથી રામે સુગ્રીવ વગેરેને સેવકો ર્યાં, અને સૈન્ય ભેગું કરી રામે લંકા ને વીંટી. જેથી બન્નેનું યુધ્ધ થયું. તે અહીં પંડિતોએ જાણી લેવું
જ્યારે યુધ્ધ કરતા એવા રામવડે લંકા ગ્રહણ કરાતી નથી ત્યારે પુછાયેલા એવા નિમિત્તિયાએ આ પ્રમાણે કહયું. ચંદ્રપ્રભ જિનેશ્વરની પ્રતિમાના પ્રભાવથી લંકા દુર્ઘાન્ત એવા શત્રુઓથી પણ ન ગ્રહણ કરી શકાય એવી છે. તે પ્રભાવને ધારણ કરનારું શ્રી ચંદ્રપ્રભ જિનેશ્વરનું બિંબ અહીં લવાય અને તારાવડે પૂજાય તો લંકા એક્દમ ગ્રહણ કરાય. નૈમિત્તિકનું વચન સાંભળી રામે હનુમાનવડે શ્રી ચંદ્રપ્રભપ્રભુની પ્રતિમા પોતાની છાવણીની અંદર લઇ જવાઇ, રામવડે મોક્લાવેલો હનુમાન આકાશમાર્ગે જઇને લંકાની મધ્યમાંથી શ્રી ચંદ્રપ્રભપ્રભુની મૂર્તિ બળપૂર્વક લઇ જાય છે. સવારે શ્રી ચંદ્રપ્રભ પ્રભુની પૂજા કરી રામ સમરાંગણમાં રાવણ સાથે યુધ્ધ કરવા માટે જેટલામાં આવ્યો તેટલામાં સવારે રાવણ શ્રી ચંદ્રપ્રભ સ્વામીના બિંબને નહિ જોવાથી વ્યાકુલ એવો તે રામની સાથે યુધ્ધ કરવા માટે નીક્ળ્યો ,રાવણ તે દિવસે ભાગી ગયો. ખિન્નમનવાલો તે નાસીને લંકાની અંદર આવ્યો. દ્વાર બંધ કરીને આગળ રહ્યો. હ્યું છે કે :
अनाज्य भोज्यमप्राज्यं, विप्रयोगः प्रियैः सह । અપ્રિયૈ: પ્રયોગશ, સર્વ પાપવિવૃમ્નિતમ્।।।।
ઘી વગરનું અલ્પ ભોજન – પ્રિય સાથેનો વિયોગ – અપ્રિય સાથેનો સંયોગ – આ સર્વ પાપની ચેષ્ટા છે.