________________
૬૯
તે બંને જોડાયેલા થઇને નગરમાં પેઠા. તે પછી સૂરીશ્વરપદ પામીને શ્રી શત્રુંજ્યગિરિ ઉપર જઈને ઘણા સાધુ સહિત ધ્યાનમાં તત્પર થયા. ત્યાં ઘણા સાધુસહિત અનુક્રમે ક્વલજ્ઞાન પામી તે કુલધ્વજ યતીશ્વર શ્રી શત્રુંજયગિરિ ઉપર મોક્ષ પામ્યા.
થી શણુંજયની યાત્રામાં - ઘનરૂપી ફિલમાં કુલધ્વજ કુમારની કથા સંપૂર્ણ
વાગડશી ચંદ્રપ્રભજિનેશ્વરનો સંબંધ
કિટ
શ્રી ઋષભદેવ પ્રભુના વંશમાં નીતિવાલો ચંદ્રચંડ (ચંદ્રચૂડ) નામે રાજા હતો. જેમણે શ્રેષ્ઠ એવું ચંદ્રપ્રભાસ નામે નગર સ્થાપન ક્યું તે રાજાએ એક વખત ક્લાસપર્વત સરખું ચંદ્રકાંતરત્નમય મોટુંજિનમંદિર રાવ્યું. ચંદ્રચૂડ રાજાએ ચંદ્રપ્રભ સ્વામીની બે પ્રતિમા કરાવી. અને તેની કલ્યાણસુરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. એક વખત રાક્ષસ દ્વીપમાંથી લંકાપુરીનગરીનો સ્વામી રાજા રવિચૂડ આકાશગામિની વિદ્યાવડે દેવોને નમસ્કાર કરવા માટે ચાલ્યો. ગામે ગામે ને નગરે નગરે અરિહંતોની મૂર્તિઓને વંદન કરતો તે રવિચૂડ રાજા ચંદ્રપ્રભાસ નગરીમાં આવ્યો. ત્યાં ઘણા તીર્થકરોનાં મંદિરોમાં ઘણા જિનેશ્વરોને નમસ્કાર – પ્રણામ કરતાં આ પ્રમાણે વિચારવા લાગ્યો કે મેં ઘણા જિનેશ્વરોને વંદન . રવિચૂડે તેનું દેવપતન નામ આપ્યું અને ચંદ્રપ્રભસ્વામીના બિંબની ફરીથી વિશેષ કરીને પૂજા કરી. કહયું છે કે :
न यान्ति दास्यं न दारिद्रभावं, न प्रेष्यतां नैव च दीनभावम्। न चापि वैफल्यमिहेन्द्रियाणां, ये कारयन्त्यत्र जिनेंद्रपूजाम्॥
જેઓ આ લોકમાં જિનેશ્વરની પૂજા કરાવે છે. તેઓ દાસપણું પામતા નથી. રિદ્રપણું પામતા નથી. સેવકપણું તેમજ દીનભાવ પામતા નથી. અને ઈન્દ્રિયોના નિષ્ફળપણાને પામતા નથી. રવિચંડ રાજા પોતાના નગરમાં ચંદ્રપ્રભજિનેશ્વરની આલાદ કરનારી એક પ્રતિમાને ઉત્સવપૂર્વક લઈ ગયો. અને ત્યાં હરપર્વતની નજીક બોતેર નાનાં જિનમંદિરો સહિત જિનમંદિર ક્યું. સારા દિવસે રાજાએ ઘણા ધનનો વ્યય કરી ચંદ્રપ્રભ જિનેશ્વરની મનોહર મૂર્તિને
સ્થાપન કરી. જીવન પર્યત ચંદ્રપ્રભ અરિહંતની પૂજા કરતાં રવિચૂડ રાજા અને પુત્રને રાજય ઉપર સ્થાપન કરી દેવલોકમાં ગયા. અસંખ્યાત મનુષ્યો – આ પ્રમાણે તે પ્રતિમાની પૂજા કરી કેટલાક લોકો સ્વર્ગમાં ગયાને કેટલાક મોક્ષમાં પણ ગયા.