________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦ – ક્રોડ સાથે મુક્તિગમન
कयजिणपडिमुद्धारा, पंडवा जत्थ वीसकोडिजुआ । मुत्तिनिलयं पत्ता, तं सित्तुंजयमहतित्थं ।। २५ ।
393
ર્યો છે જિન પ્રતિમાનો ઉધ્ધાર જેણે એવા પાંડવો જ્યાં વીસકોડીસહિત મુક્તિરૂપી ઘરને પામ્યા તે શ્રી શત્રુંજ્ય મહાતીર્થ છે.
વ્યાખ્યા : – ર્યો છે પ્રતિમાનો ઉધ્ધાર જેણે એવા યુધિષ્ઠિર વગેરે પાંચ પાંડવો જે તીર્થમાં વીસ ક્રોડ સહિત મુક્તિરૂપી ઘરને પામ્યા તે શત્રુંજ્ય તીર્થ મહાન છે.
અહીં તેઓની કથાહે છે : – પહેલાં શ્રી ઋષભદેવ પ્રભુનો કુરુનામે પુત્ર હતો. તેના નામથી હસ્તિનાપુર થયું. તેના વંશમાં (પરંપરામાં) દેદીપ્યમાન પરાક્રમવાલો વિશ્વવીર્ય નામે રાજા થયો. તે કુમાર ચક્રવર્તી થયો. તેનો પુત્ર – લસદ્બલ થયો. અને તે અંતે દીક્ષા લઇને ત્રીજા દેવલોકમાં ગયો, તેની કથા વિસ્તારથી પોતાની જાતે જાણી લેવી.
કારણકે કેટલાક સત્પુરુષો સનત્કુમારની પેઠે થોડા એવા નિમિત્તથી પ્રતિબોધ પામે છે. જે કારણથી દેવે તેને દેહને વિષે ક્ષણમાં હાનિ કહી હતી. તેના વંશમાં અનુક્રમે શાંતિ – કુંથુ ને અર નામે જિનેશ્ર્વર થયા, અને તે ત્રણે જિનેશ્વરો ચક્રવર્તી થયા. તેની પછી ઇન્દ્રકેતુ થયા, અને તે પછી શત્રુના સમૂહનો અંત કરનાર કીર્તિતુ – શુભવીર્ય – સુવીર્ય અને અનંતવીર્ય રાજા થયા. તેનાથી કૃતવીર્ય અને તેનાથી સુભૂમ નામે ઉત્તમ નીતિવાલો ચક્રવર્તીથયો. તે પછી અસંખ્ય રાજાઓ થયે છતે શાન્તનુ નામે રાજા થયા. તે શાન્તનુ રાજા ન્યાયપૂર્વક હસ્તિનાપુર નગરનું પાલન કરતા હતા પરંતુ સ્વભાવથી વૈરીરૂપી હાથીઓનો નાશ કરવામાં સિંહસરખા વ્યસની હતા.
એક વખત નીલ વસ્રને ધારણ કરનારા, શસ્ત્રની પંક્તિને ધારણ કરનારા શાન્તનુ રાજા અરણ્યમાં ગયા. ત્યાં ચારે બાજુથી મૃગ વગેરે પશુઓને ત્રાસ પમાડતા હતા. શિકારના રસથી વ્યાપ્ત – ઘોડાવડે ખેંચાયેલા વનમાં જ્યાં ધારણ કર્યું છે ધનુષ્ય જેણે એવા શાન્તનુ રાજાએ મૃગની પાછળ જતાં ઘણી પૃથ્વી ઉલ્લંઘન કરી ત્યારે મૃગ નાસી ગયો. ગંગા નદીના ક્વિારે આકાશમાર્ગ સુધી ગયેલું ચૈત્ય જોયું. આ શું છે ? કૈલાસ પર્વત છે ? કાંચનગિરિ છે ? એ પ્રમાણે વિચાર કરતો રાજા મનોહર એવા તે ચૈત્યની અંદર ગયો. તે ચૈત્યમાં શ્રી ઋષભદેવ પ્રભુને નમસ્કાર કરી વિશાલ સ્તોત્રોવડે સ્તુતિ કરી. હર્ષપામેલો શાન્તનુ રાજા ઓટલાઉપર બેઠે.