SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર તેટલામાં નારદ આવ્યા. પ્રદ્યુમ્ન નારદને નમી જેટલામાં આગળ બેઠો તેટલામાં નારદમુનિએ કહયું કે અરે ! તું (તો) કૃષ્ણ ને રુકિમણીનો પુત્ર છે, હે કૃષ્ણપુત્ર ! તારા ને ભાનુના જન્મમાં રુકિમણી અને સત્યભામાવડે કેશદાન આદિ સંબંધ કરાયો છે. જેથી તું હમણાં ત્યાં જઈને જલદી માતાને આનંદ પમાડ, નહિંતર વાલ આપવાવડે તારી માતાનું મરણ થશે. તે વખતે પ્રજ્ઞપ્તિવિદ્યાવડે શ્રેષ્ઠ વિમાન રચી તેમાં બેસી નારદસહિત પ્રધુમ્ન ચાલ્યો. પગલે પગલે ઘણાં ગામો ને નગરોને જોતો દ્વારિકાનગરી પાસે વનમાં આવ્યો.. તે વખતે ઉત્તરકુન્ના ભાગમાં દુર્યોધનરાજા ભાનુકુમારને કન્યા આપવા માટે પોતાના નગરમાંથી આવીને રહો. પરણવા લાયક ન્યાને હરણ કરીને વિદ્યાના બલથી અદેશ્યરૂપ ને ધારણ કરનાર પ્રધુને નારદની પાસે બહાર વનમાં મૂકી. તે પછી કૃષ્ણના બગીચાને ફલ ને પુષ્પથી રહિત કર્યો. ને બધા પાણીનાં સ્થાનો સૂક્વી નાંખ્યાં. હવે જાનના ઘોડા - હાથી – અને બળદને ખાવા માટે જે ઘાસનો સમૂહ ભેગો કર્યો હતો તેને પ્રધુને અદેશ્ય કર્યો. વિદ્યાવડે સાર્થવાહ થઈને ઘોડાને ચલાવતો પ્રદ્યુમ્ન ભાનુકુમારવડે જોવાયો. અને તેથી તે ત્યાં આવ્યો. મૂલ્યથી ઘોડાને લઈને ચલાવતો ભાનુકુમાર પ્રદ્યુમ્નની વિદ્યાવડે પૃથ્વી ઉપર પાડી નંખાયેલો સર્વ લોકોવડે હાસ્ય કરાતો નગરીમાં ગયો. બ્રાહ્મણના વેશને ધારણ કરતો વેને ભણતાં ને જતાં એવા પ્રદ્યુમ્ન સત્યભામાની બડી દાસીને એકદમ સરળ (સીધી) કરી. દાસીની પાસે અત્યંત ભોજન માંગતો તે બ્રાહ્મણ પોતાની સ્વામિનીની પાસે લઈ જવાયો. અને તેને આસન પર બેસાડયો. સત્યભામાએ કહયું કે હે બ્રાહ્મણ ! તું મને રૂપથી રુકિમણીના કરતાં અધિક કર. બ્રાહ્મણે કહયું કે તું હમણાં રૂપને માટે પ્રથમ મસ્તક મૂંડાવ. બ્રાભણવડે કહેવાયેલી તે ઘણા હર્ષ પામેલી સત્યભામાએ શ્રેષ્ઠરૂપ માટે હજામને બોલાવી વેગથી મસ્તકમૂંડાવ્યું. જીર્ણવસને ધારણ કરનાર એક આંખ આંજીને વસ સ્વાહા એ પ્રમાણે અક્ષરોની પંક્તિ બોલતી દેવીની આગળ રહી. દાસીએ આપેલા ઘણા ભોજનને ખાતો જયારે તે બ્રાહમણ તૃપ્ત ન થયો ત્યારે દાસીએ તેને કહયું તું આજે હમણાં સઘળું ભોજન ખાઈ ગયો છે. હવે ઊભો થા. ઊભા થઈને તે બ્રાહ્મણે કહયું કે બીજે ઠેકાણે ભોજન માટે હું જાઉ છું. વાળસહિત મુનિવેષવાળો તે રુકિમણીના ઘેર ગયો. તેને જોવાથી તેના ચિત્તમાં ઘણો શ્વાસ – હર્ષ થયો. રુકિમણી જેટલામાં ઘરમાંથી આસન ન લાવી તેટલામાં કૃષ્ણના આસન પર તેને બેઠેલો જોઈને બોલી કે કૃષ્ણ અથવા કૃષ્ણપુત્ર વિના આ કૃષ્ણના આસન – સિંહાસન પર બેઠેલા બીજા માણસને દેવતાઓ સહન કરતા નથી. મુનિએ કહયું કે તપના બલથી દેવો મને વિઘ્ન નહિ કરે. સોલવર્ષના તપના અંતે હું પારણા માટે અહીં આવ્યો છું. હમણાં તું મને ભોજન આપ. નહિતર હું સત્યભામાના ઘરે પારણા માટે જઈશ. તેણે આ પ્રમાણે કહ્યું ત્યારે રુકિમણીએ કહયું કે નારદવડે કયા નાં પણ અમારા ઘરમાં પુત્ર આવ્યો નથી. તે ઉદવેગથી મેં ઘરમાં કંઈપણ અન્ન રાંધ્યું નથી. પુછાયેલી કુલદેવીએ મને પુત્રનો સંગમ આજે કહયો હતો. તે સાચો નથી થયો, આથી તેમને તેનું આગમન કહે. તેણે કહ્યું કે ખાલી હાથે પૂછનારાને સલ થતું નથી. અથવા ભક્તિપૂર્વક શ્રેષ્ઠ ભોજન આપ.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy