________________
શ્રી કૃષ્ણચરિત્રમાં નેમિનાથના સંબંધથી ગૂંથાયેલ શાંબ પ્રદ્યુમ્ન અને શ્રી કૃષ્ણના નરક ગમનનું સ્વરૂપ ૧૧
આ પ્રમાણે સાંભળીને તે વખતે પુત્રના વિયોગથી ઉત્પન્ન થયેલ દુ:ખને તજીને રુકિમણી હંમેશાં જિનેશ્વરે હેલા ધર્મને કરવા લાગી. આ બાજુ નારદ શ્રી સીમંધર સ્વામી પાસે પ્રદ્યુમ્નનો પૂર્વભવ સાંભળીને કૃષ્ણની પાસે આવીને કહેવા લાગ્યા. રુકિમણીએ પૂર્વભવમાં એક ઇંડાને કંકુવડે વિલેપન કરી ચક્લીને સોલપ્રહર સુધી દુ:ખી કરી તેથી સોલ વર્ષને અંતે રુકિમણીને નિર્દોષ પુત્ર મલશે. પૂર્વે કરેલું કર્મ ફોગટ થતું નથી. કહયું છે કે
हसन्तो हेलया कर्म्म ते कुर्वन्ति प्रमादिनः । जन्मान्तर शतैरेते, शोचन्तेऽनुभवन्ति तत् ॥
પ્રમાદી પુરુષો રમતવડે હસતાં કર્મન કરે છે. તે સેંકડો જન્મવડે કરીને શોક કરે છે અને અનુભવે છે. આ બાજુ સમર્થ શાસ્રના અર્થને જાણનાર કામદેવ સરખા – પ્રદ્યુમ્નકુમારને જોઇને વિદ્યાધરની સ્ત્રી અત્યત રાગાંધ થઇ. પ્રદ્યુમ્નનની સાથે ભોગની ઇચ્છા કરતી વિદ્યાધરની પ્રિયાએ ક્હયું કે કામથી ઉત્પન્ન થયેલા મારાતાપને કામક્રીડાના દાનથી તું યા કર. ( દૂર કર ) આ પ્રમાણે માતાની વાણી સાંભળીને કૃષ્ણપુત્રે કહયું કે હે માતા ! તેં આવું દુર્ગતિને આપનારું વચન કેમ યું ?
હયું છે કે જે માણસ પરસ્ત્રીને ( કામની દ્રષ્ટિએ ) જુએ છે તે પોતાને પાપરુપી ધૂળવડે મલિન કરે છે. તેણે સ્વજનો ઉપર ખાર નાંખ્યો છે. અને તેને પગલે પગલે માથું ઢાંકવું પડે છે.
અર્ત્તત્વ ન ર્રાવ્ય, પ્રાગૈ: સુર્તવ્ય તુ ર્તવ્ય, પ્રાગૈ:
તૈપિ,
સૈપિ,
પ્રાણો કંઠમાં આવી જાય તો પણ માણસે ન કરવા લાયક ન કરવું જોઇએ. અને પ્રાણો કંઠમાં આવી જાય તો પણ સારું કરવા લાયક કરવું જોઇએ. તે પછી કનકમાલાએ કહયું કે હું તારી પોતાની માતા નથી. તું જંગલમાં પાપ્ત થયો હતો. અહીં મેં તારું પાલન કર્યું છે.જગતના જ્યને કરનારી ગૌરી અને પ્રજ્ઞપ્તિ નામની વિદ્યા મારી પાસેથી તું ગ્રહણ કર. હે દયાના ભંડાર ! તું ભોગ આપવાથી મારાઉપર અનુગ્રહ કર. હું અકાર્ય કરીશ નહિ. એમ વિચારી પ્રદ્યુમ્ન ક્હયું કે તું મને બે વિધાઓ આપ. તારું વચન પ્રમાણ છે. તેની હેલી બન્ને વિધાઓ પ્રાપ્ત કરી તે વિધાઓ સાધીને કૃષ્ણપુત્ર – હૃદયથી યાચના કરતી એવી તેણીને છોડીને નગરમાંથી બહાર ગયો.
તે વખતે નખવડે પોતાના શરીરને ખોતરીને તેણી ક્લલ શબ્દ કરે છે. ઉપાડયાં છે હથિયાર જેણે એવા તેના પુત્રો શત્રુને હણવા માટે ત્યાં આવ્યા. માતાના પરાભવને કરનારા માણસને જાણીને કોપપામેલા તેના પુત્રો બાહ્ય ઉદ્યાનમાં પ્રદ્યુમ્નને હણવા માટે આવ્યા. પ્રધુમ્ન વિધાના બલથી આવતાં એવા તેઓને એવી રીતે માર્યા કે જેથી તેઓ લોહીને વમનકરતાં પોતાને ઘેર ગયા. તેથી પુત્રોને તાડન કરાયેલા જોઇને ક્રોધ પામેલો સંવર – વિધાધર સર્વસેવકો સાથે પ્રદ્યુમ્નને હણવા માટે ગયો. પ્રદ્યુમ્ન બલવાન્ એવા પણ સંવર વિધાધરને ક્રીડાવડે જીતીને જેટલામાં ઉદ્યાનમાં રહ્યો