________________
૩૧૦
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
પાછળ આવેલા રુકિમરાજાને સુંદર આરાયવાલા કૃણે જીતીને પોતાની નગરી પાસે આવ્યો. કૃણે સુંદર ઉત્સવપૂર્વક રુકિમણીને પરણીને નગરીની અંદર આવીને તેને (રહેવા) શ્રેષ્ઠ ઘર આપ્યું. વેગથી જાંબુવાન વિદ્યાધરની જાંબુવતી નામની પુત્રીને ગંગા નદીના ક્વિારે સ્નાન કરતી કૃષ્ણ હરણ કરી. પોતાના નગરની નજીક લાવી ગાંધર્વ વિવાહથી જલદી પરણીને કૃષ્ણ જાંબુવતીપ્રિયાને નગરીમાં લાવ્યો.
લમણા – સુસીમા – ગૌરી – પદ્માવતી અને ગાંધારી (જાંબુવતી અને સત્યભામા, આઠ પટરાણીઓ થઈ. કોઈક વખત રુકિમણીએ સ્વપ્નમાં સુંદર વૃષભથી જોડાયેલા વિમાનમાં પોતાને બેઠેલી જોઈને પતિની આગળ કહયું, કૃણે કહયું કે હે પ્રિયા તને સુંદર પુત્ર થશે. આ પ્રમાણે સાંભળીને કોઈ દાસીએ સત્યભામાને જણાવ્યું. ઈર્ષાથી સત્યભામાએ પણ કૃષ્ણની પાસે જઈને કહયું કે મારા વડે સ્વપ્નમાં પર્વત સરખો શ્રેષ્ઠ હાથી જોવાયો. કૃણે હયું કે તને ઘણા વૈભવને પરાક્રમવાલો દીપ્યમાન રૂપથી કામદેવને પરાભવ કરનારા પુત્ર થશે. તારે ગર્વ ન કરવો. જિનેશ્વરે હેલો ધર્મ કરવો. આ પ્રમાણે સાંભળી કોઈ દાસીએ આવીને રુકિમણીની આગળ ક્યું. સત્યભામાએ હેલું ? – ખોટું જાણીને તે વખતે રુકિમણીએ કહયું કે હે સત્યભામાઉિત્તમ કુલવાલી તું ખોટું કેમ બોલે છે? સત્યભામાએ કહ્યું કે દાચ ભાગ્યયોગથી મારું કહેવું ખોટું થાય તો પુત્રનો વિવાહ સમય આવે ત્યારે હે રુકિમણી ! મારે તને મસ્તક ભદ્ર કરીને (મુંડો કરીને) જલદી તને વાળ આપવા. કિમણીએ કહયું કે (દેવથી જ) ભાગ્યથીજ જો મારું કહેવું ખોટું થાય તો મારે તને મસ્તક મુંડન કરીને વાળ આપવા. તે બન્નેએ સાક્ષી કરીને તે વખતે જ બન્નેએ જુદા જુદા ગર્ભને ધારણ કર્યો. રુકિમણીએ સારા દિવસે અત્યંત પ્રકાર કરનારા પ્રદ્યુમ્ન નામના પુત્રને જન્મ આપ્યોને સત્યભામાએ ભાનુ નામના પુત્રને જન્મ આપ્યો. પૂર્વના વૈરથી ધૂમદેવે – રાત્રિએ રુકિમણીના પુત્રને લઈને વૈતાઢ્ય પર્વત પર મુક્યો. તે દેવ ગયો ત્યારે કાલસંવર નામના બેચરે તે બાળકને લઈને પોતાની પત્ની ક્નકમાલાને આપીને આ પ્રમાણે કહયું કે તારે સર્વલોકોની આગળ ચોખ્ખા અક્ષરે કહેવું કે ગૂઢ ગર્ભવાલી મેં આજે સારા દિવસે પુત્રને જન્મ આપ્યો.
આ પ્રમાણે પતિનું હેલું લોકેની આગળ બોલતી હર્ષ પામેલી તે સ્તનપાન આપવાથી પુત્રનું પાલન કરવા લાગી. પ્રદ્યુમ્ન નામને ધારણ કરતો દિવસે દિવસે પોષણ કરાતો તે પુત્ર – જેમ ચદમાં સમુદ્રને આનંદ આપે તેમ માતા-પિતાને આનંદ આપતો હતો. આ તરફ અકસ્માત (ઓચિંતા) પુત્રનું હરણ જાણી. રુકિમણી કષ્ણસ્વરે રુદન કરતી હૃદયમાં દુ:ખિત થઈ. તે વખતે કૃણે આવીને કહયું કે શોક ન કરવો જોઈએ પૂર્વ ઉપાર્જન કરેલાં પાપને પુણ્યનો વિયોગ થતો નથી. છે કે બીજા જન્મોમાં જે શુભ કે અશુભ કર્મ ઉપાર્જન કર્યું હોય તે ઉદય આવે ત્યારે તેને દેવો અને અસુરે પણ ફોગટ કરવા સમર્થ થતા નથી
आरोहतु गिरिशिखरं, समुद्रमुल्लय यातु पातालम् विधिलिखिताऽक्षरमालं, फलति कपालम् न भूपालम्॥
પર્વતના શિખર પર ચઢો. સમુદ્રને ઓળંગીને પાતાલમાં જાવ તો પણ વિધિએ લખેલ અક્ષરની માલાવાળું કપાળ (ભાગ્ય) ફળે છે. પણ રાજા ફળતો નથી.