________________
શ્રી કુણચરિત્રમાં નેમિનાથના સંબંધથી ગૂંથાયેલ શાંબ પ્રદ્યુમ્ન અને શ્રી કૃષ્ણના નરક ગમનનું સ્વરૂપ
૩૧૩
હયું છે કે:– ખાલી હાથે દેવ –નૈમિત્તિક – ગુરુ – ઉપાધ્યાયને વૈદ્યને ન જોવા જોઈએ. ફલવડે ફલ બતાવાય છે. રુકિમણીએ ક્યું કે તમને હમણાં પેયા ગમે છે ? તે કહો ! તેણે કહ્યું કે જો પેયા મલે તો અમૃત થાય. તેણીવડે રંધાતી એવી પેયા જ્યાં સુધીમાં રંધાઈનહિ તે વખતે મુનિએ રુકિમણીપાસે શ્રેષ્ઠ એવા કૃષ્ણના મોદકમાંગ્યા. કિમણીએ હયું કે કૃષ્ણના લાડવા બીજા માણસોના ખાધેલા પચતા નથી. તેથી હમણાં બીજું માંગ.
તેણે કહયું કે:- તું મને લાડુ આપ. પચાવવાની ચિંતા વડે તારે શું? તપના બલથી બલવાન એવું પણ અન્ન – તે જ વખતે મને પચી જાય છે. તે વખતે તેણીએ શંકા સહિત મુનિને એક લાવો આપ્યો. તેને પણ ક્ષણવારમાં ખાઈ જઈને તેની પાસેથી ફરી લાડવો માંગ્યો. આપેલા ઘણા લાડુને ખાતા એવા તે મુનિને જોઈને કિમણીએ કહ્યું કે તારા તપનુંબલ અત્યંત બલવાન છે.
આ બાજુ મંડિત મસ્તકવાલી – મુનિએ કહેલું બોલતી તે સત્યભામાને ચાકરોએ કહયું કે – વન ફલરહિત થઈ ગયું છે આ તરફ સઘળાં સરોવરો પાણી વગરનાં થઈ ગયાં છે. ને ભાનુ ઘોડાને ચલાવતો ઘોડા ઉપરથી પૃથ્વી ઉપર પડી ગયો. અને ભાનુને માટે આવેલી દેવાંગના સરખી ન્યાઓ હમણાં અકસ્માત કોઈ માણસવડે હરણ કરાઈ છે. સત્યભામાવડે વાળ લાવવા માટે મોક્લાવાયેલી દાસીએ રુકિમણીના ઘેર જઈને તેના મસ્તકના વાળ માંગ્યા જેટલામાં કિમણીવડે દાસી સુંદર ઉક્તિથી સન્માન કરાઈ તેટલામાં ત્યાં રહેલા માયાવી મુનિએ આ પ્રમાણે હયું. સત્યભામાએ તને ગુપ્તપણે મોક્લી તે સારું કર્યું. ખરેખર તારી સ્વામિની રુકિમણીના વાળોને તારા હાથ વડે મંગાવતી હમણાં કેમ લજજા નથી પામતી ? અને હમણાં પાપથી કેમ બીતી નથી ?
| મુનિએ તેનાજવાળવડે સુવર્ણનું વાસણ ભરીને તેવી રીતે રહેલી તે દાસીને સત્યભામા પાસે મોક્લી. રુકિમણીના વાળને નહિ આવેલા જોઇને દાસીને મુંડન કરેલા મસ્તક્વાલી જોઈને સત્યભામાં ખેદ પામી. દાસીનાવાળને અને તેવા પ્રકારના મસ્તક્વાલી દાસીને કૃણની પાસે લઈ જઈને સત્યભામાએ રોષથી આ પ્રમાણે કહયું. તમે રુકિમણીના વાળ માટે તે વખતે સાક્ષી હતા. રુકિમણીએ તો મારી દાસીને હમણાં આવા પ્રકારની કરી છે. કૃષ્ણ કહયું કે તું હમણાં મૂંડિત મસ્તક કેમ દેખાય છે? હમણાં તો તેણીએ દાસીને સ્વામિની સરખી કરી છે. સત્યભામાએ કહયું કે સ્વામી આ હાસ્યવડે મને સર્યું.આપ ચોખ્ખી રીતે રુકિમણીના વાળ જલદી લાવો. કૃણે રુકિમણીના ઘરમાં વાળમાટે બળદેવને મોલ્યા. ત્યાં રહેલા કૃષ્ણને જોઇને લજજા પામેલા તે જલદી પાછા વળ્યા. પાછા આવીને બળદેવે ત્યાં બેઠેલા કૃષ્ણને કહયું કે તારાવડે બે રૂપ કરવાથી પુત્રવધૂથી હું લજજા પામ્યો છું. હે હરિ ! તે રુકિમણીના ઘરમાં એક રૂપ કર્યું હતું. અને હમણાં એક રૂપવડે તું અહીં દેખાય છે. હરિએ કહયું કે સોગનપૂર્વક હું ત્યાં ગયો નથી. આ તારી માયા છે. એમ કહીને રામ - બલદેવ – પોતાના સ્થાનમાં ગયો. આ બાજુ નારદમુનિએ રુકિમણી આગળ કહયું કે આ તારો પુત્ર છે રુકિમણીએ કહ્યું કે આવા વખતે પુત્ર ક્વી રીતે આવે ? હવે પ્રધુને પોતાના (મૂલ) રૂપમાં રહી – હર્ષવડે માતાનાં બે ચરણોમાં નમન ક્યું. રુકિમણીએ અત્યંત હર્ષથી બે હાથોવડે પુત્રનું આલિંગન કર્યું. રુકિમણીએ સ્નેહપૂર્વક બે હાથ વડે પુત્રને આલિંગન કર્યુ ત્યારે પુત્રે કહયું કે પિતાની પાસે “પુત્રના વાકયથી ” કહેવું નહિ. (“આ પુત્ર છે ” તેવું વાક્ય ન કહેવું)