________________
શ્રી સગર ચક્રવર્તિનો સંબંધ
=
કોઇવાર દિવસને અંતે સુખપૂર્વક સૂતેલી વિયારાણીએ હાથી વગેરે ચૌદ મહાસ્વપ્નોને જોયાં. હાથી – સિંહ – વૃષભ – કમલમાં વસનારી લક્ષ્મી – ફૂલની માલા – ચંદ્ર – સૂર્ય – ધ્વજ – કુંભ – સરોવર – સમુદ્ર – વિમાન – મણિનો ઢગલો અને અગ્નિ. વૈશાખ સુદ તેરસના દિવસે રોહિણી નક્ષત્રમાં ચંદ્ર હતો ત્યારે અનુત્તર વિમાનમાંથી આયુષ્ય પૂર્ણ થવાથી વિજય નામના વિમાનથી દેવ ચ્યવીને રાત્રિમાં તેની કુક્ષિમાં સમાધિવડે અવતર્યો અને મોટો ઉદ્યોત થયો. અને નારકીના જીવોને પણ સુખ થયું. ક્હયું છે કે :
नारका अपि मोदन्ते, यस्य कल्याणपर्वसु ।
पवित्रं तस्य चारित्रं, को वा वर्णयितुं क्षमः ॥ ३४ ॥
૧૮૩
જેઓનાં ક્લ્યાણકનાં પર્વોમાં નારકીનાં જીવો પણ આનંદ પામે છે. તેના પવિત્ર ચારિત્રનું વર્ણન કરવા માટે કોણ સમર્થ છે ? આ બાજુ યશોમતિ રાણીએ રાત્રિમાં ચૌદ મહાસ્વપ્નોને જોયાં. ને પછી પત્નીએ પતિપાસે નિવેદન કર્યું. નવ મહિનાને સાડા આઠ દિવસ પૂર્ણ થયા ત્યારે માઘસુદિ અષ્ટમીની રાત્રિમાં ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હતો ત્યારે વિજ્યાદેવીએ સુવર્ણના સરખા વર્ણવાલા ને હાથીના ચિહ્નવાલા પુત્રને જન્મ આપ્યો. તે વખતે નારકીના જીવોને નક્કી ક્ષણવાર સુખ થયું. ૫૬ – દિકકુમારીઓવડે, ઇન્દ્રવડે અને માતા–પિતાવડે અનુક્રમે મનુષ્યોને સુખકારી એવો જન્મોત્સવ કરાયો. અહીં તેનો વિસ્તાર જાતે વાંચી લેવો.
યશોમતિ દેવીએ સારે દિવસે શ્રેષ્ઠ પુત્રને જન્મ આપ્યો. તે વખતે પિતાએ વિસ્તારથી શ્રેષ્ઠ જન્મોત્સવ કર્યો. તે બન્ને પુત્રનાં નામ અનુક્રમે અજિત અને સગર થયાં. વધતાં એવા તે બન્ને હંમેશાં માતાપિતાને હર્ષ આપતા હતા. ઇન્દ્રના આદેશથી કેટલાક દેવતાઓ મયૂર થઇને અશ્ર્વ થઇને હાથી થઇને શ્રી અજિતનાથ પ્રભને રમાડતા હતા. ૪૫૦, ધનુષ્ય ઊંચા શરીરવાલા – રૂપ ને લાવણ્યથી શોભતા અજિત ને સગર થયા. માતાપિતાના આનંદ માટે સ્વામીએ ભોગલ જાણીને રુપસેના નામની ઉત્તમ કન્યાને સારા ઉત્સવપૂર્વક પરણ્યા. માતા – પિતાના આદેશથી પુણ્યકર્મના યોગથી સગર રાજપુત્ર ઘણી કન્યાઓને સારા દિવસે પરણ્યો.
પ્રભુને અનુક્રમે અઢારલાખપૂર્વ ગયા ત્યારે જિતશત્રુ રાજાએ હર્ષવડે શ્રી અજિતનાથપ્રભુને રાજ્ય આપ્યું. સુમિત્ર યુવરાજે પણ જિતશત્રુ રાજાના આદેશથી પોતાની પાટઉપર (ગાદી પર) પુત્ર સગરને શ્રેષ્ઠ ઉત્સવપૂર્વક સ્થાપન ર્યો.
वीरं अरिट्ठ नेमिं पासं मल्लिं च वासुपुज्जं च ।
?
૬ ૬ મોતૂળ નિળે, અવશેસા મણિ રાયાનેાશા
શ્રી વીરભગવાન, શ્રી અરિષ્ટનેમિ=નેમિનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી મલ્લિનાથ ભગવાન, અને શ્રી વાસુપૂજ્ય ભગવાન, આ પ્રભુઓને બ્રેડીને બાકીના તીર્થંકરો રાજા થયા છે.