________________
૧૮૪
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
| જિતશત્રુ અને સુમિત્ર બન્ને ભાઇઓએ સુંદર ઉત્સવપૂર્વક ધર્મઘોષ ગુરુપાસે સુખપૂર્વક સંયમ લીધું. અજિતરાજા પોતાના ભાઈની સાથે જીવરક્ષામાં તત્પર એવા તે હંમેશાં નીતિમાર્ગવડે રાજ્યનું પાલન કરતા હતા. જિતરાત્રુ અને સુમિત્ર મુનિએ નિરંતર તીવ્રતા કરતાં પૃથ્વીતલઉપર વિહાર કરતા હતા. જિતશત્રુ મુનિ નિરંતર તીવ્રતપકરતાં ઇશાન દેવલોકમાં નિર્મલ શરીરવાલા દેવ થયા. કહયું છે કે :
उसभपिआ नागेसु, सेसाणं सत्त हुंति ईसाणे। अठ्य सणंकुमारे, माहिंदे अट्ठबोधव्वा ॥१॥ अट्ठण्हं जणणीओ, तित्थयराणं हुंति सिद्धिओ। अट्ठय सणंकुमारे, माहिंदे अट्ठबोधव्वा ॥२।।
શ્રી ઋષભદેવ પ્રભુના પિતા નાગકુમારમાં દેવ થયા. બાકીના સાત તીર્થંકરના પિતાઓ ઇશાનદેવલોકમાં ઉત્પન્ન થયા. પછીના આઠ સનકુમાર દેવ લોકમાં ગયા. અને છેલ્લા આઠ માહેન્દ્ર દેવલોકમાં ગયેલા જાણવા.
આઠ તીર્થકર ભગવંતોની માતાઓ મોક્ષ પામી છે. આઠ પ્રભુની માતાઓ સનકુમાર દેવલોકમાં ગઈ છે. આઠ તીર્થકરની માતાઓ માહેન્દ્ર દેવલોકમાં ગયેલી જાણવી. ભાઈ એવા શ્રી અજિતનાથ પ્રભુનો આદેશ પામીને સગર ભાઈએ શત્રુઓનો નાશ કરવાથી ઘણા દેશોને સાવ્યા.
વસંતઋતુમાં અજિતનાથપ્રભુ એવા રાજા – પોતાના ભાઈ સગર સાથે સરોવરમાં પણ પુષ્પો અને ફળોવડે લાંબા કાળ સુધી ક્રીડા કરતા હતા. તે વખતે એક હરણ પર્વતના શિખરની જેમ પુષ્ટ દેહવાળો અકસ્માત પડી ગયેલો મરણ પામ્યો. તે વખતે રાજાએ વિચાર્યું કે ખરેખર આ સંસાર અસાર છે. જે કારણથી દેવો અને અસુરો સહિત આ જગત વિનશ્વર દેખાય છે. કહેવાય છે કે : -
स्वैरिणो वैरिणो लोके, विषया भवचत्वरे। छलाद् हरन्ति पुण्यैक - चैतन्यं हि जडात्मनाम्॥१॥ पुत्रपितृ-कलत्रादि-पाशैर्बद्धो भवे भवे। पक्षिवत् स्वेच्छया धर्मे, रन्तुं न लभते जनः ॥२॥ यत्तुच्छ सुख लोभेन, पुण्यं स्वं द्रावयन्ति हि। तेषां पीयूषमंह्रीणां, क्षालनाय भवत्यपि ।।३।
લોકમાં પોતાની ઇચ્છા પ્રમાણે ચાલનારા શત્રુઓ અને વિષયો સંસારરૂપી ચોગાનમાં જડ પ્રાણીઓના પવિત્ર એક ચૈતન્યને કપટથી હરણ કરે છે. પુત્ર – પિતા – પત્ની – આદિપાવડે બંધાયેલો મનુષ્ય પક્ષીની માફક ભવ:વને વિષે પોતાની ઇચ્છાવડે ધર્મમાં રતિ કરવા માટે તૈયાર થતો નથી, જે કારણથી તુચ્છ સુખના લોભવડે પોતાના પુણ્યને ગાળી નાંખે છે. તેઓને અમૃત પગ ધોવા માટે થાય છે.