________________
૧૮૨
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
OCT
80
ત્રીજા ચોથા અને પાંચમા દેવલોકના ઇન્દ્રોએ કરેલા ઉધારો ∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞
ત્રીજા ચોથા અને પાંચમા દેવલોક્ના ઇન્દ્રોએ કરેલા ઉધ્વારો શ્રી શત્રુંજ્યમાં જાણવા એ પ્રમાણે ચમરેન્દ વગેરે ઇન્દેવડે ઉધ્ધારો કરાયા. કહયું છે કે : –
બ્રહ્મેન્દના ઉધ્ધારથી એક કરોડ લાખ સાગરોપમ ગયા ત્યારે શ્રી વિમલગિરિઉપર ભવનપતિના ઇદ્રનો ઉધ્ધાર
થયો. શત્રુંજ્ય નામના તીર્થમાં આ પ્રમાણે વચ્ચે વચ્ચે પુણ્યના ઉધ્ધારો જેવા ઉધ્ધારો મનુષ્યો અને દેવોવડે થયા છે. ભતરાજાના ઉધ્ધારથી લાખો પ્રમાણોવાલા જે ઉધ્ધારો થયા છે. તેઓની સંખ્યા જાણવા માટે કોણ સમર્થ છે ? ભરત વગેરે અસંખ્ય રાજાઓએ ઉત્તમ ભાવથી સંઘપતિ થઇને શ્રી સિધ્ધગિરિને વિષે વિસ્તારથી યાત્રા કરી છે. બીજા પણ જે બ્રાહ્મણ અને શ્રેષ્ઠી વગેરેવડે આદરથી શ્રી શત્રુંજયને વિષે યાત્રા કરાઇ છે. તેઓની સંખ્યા જાણી શકાતી નથી.
શ્રી સગર ચક્રવર્તિનો સંબંધ
જંબુદ્રીપ અને ભરતક્ષેત્રને વિષે જે હંમેશાં શત્રુઓવડે યુધ્ધ ન કરી શકાય એવી ઉપદ્રવરહિત લક્ષ્મીથી યુક્ત અયોધ્યા નામે પ્રસિધ્ધ નગરી છે. જે નગરીમાં આવેલા શત્રુઓ મણિમય હ્લિાને વિષે પ્રતિબિંબિત થયેલા પોતાના દેહને જોઇને શત્રુના ભયથી જલ્દી નાસી જતા હતા. નિરંતર જ્યાં અરિહંત ભગવાનના મંદિરને વિષે ધર્મરૂપી રાજાના વાગતાં વાજિંત્ર જેવા ઘંટાઓના અવાજવડે કરીને પાપરૂપી રાજા નાસી જતો હતો. લક્ષ્મીવાળા એવા અસંખ્ય રાજાઓ મુક્તિરૂપી ક્લ્યાણને પામ્યા. તે અસંખ્ય રાજાઓ મોક્ષમાં ગયા ત્યારે એક રાજા સર્વાર્થસિધ્ધ વિમાનમાં ગમન કરતા હતા.......... શ્રી ઋષભદેવ પ્રભુના વંશમાં બીજા તીર્થંકર સુધી આ પ્રમાણે ક્રમ ચાલે છે .
તે અયોધ્યા નગરીમા જેણે શત્રુઓને જીત્યાં છે એવા જિતશત્રુરાજાની શીલઆદિ ગુણોવડે શોભતી વિજ્યા નામની રાણી હતી. જિતશત્રુરાજાને સુમિત્ર નામને ધારણ કરનારો નાનો ભાઇ હતો. ન્યાયમાં તત્પર એવો તે પણ યુવરાજ પદનું પાલન કરતો હતો. તે યુવરાજને દેદીપ્યમાન શીલના ગુણનો આશ્રય કરનારી જેમ ઇન્દ્રને ઇન્દ્રાણી. કૃષ્ણને કમલા તેમ યશોમતિ નામની પ્રિયા હતી. બન્ને પક્ષથી વિશુધ્ધ હંસીની જેમ ઉત્તમ વિવેક્વાલી એવી જે પતિના મનમાં નિર્મલ એવા વાસસ્થાનને કરતી હતી.