________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
એવી તે નદી ખરેખર સ્વનાં સુખોને રમતમાત્રમાં આપે છે. શ્રી શત્રુંજયને આશ્રય કરાયેલાં જે નદી - સરોવર - હ -ને વૃક્ષ વગેરે અને તેઓની માટી – પાણી – પાંદડાં – ફલને ફૂલ પ્રભાવને ધારણ કરનારાં છે.
શ્રી શત્રુંજયા નદીના પ્રભાવમાં શી શાનનરાજાની કથા સંપૂર્ણ
૭.૫
%, which the
first ch
i
lies'
i
ls:
શ્રી ચંદ્રપ્રભાસ - તીર્થનો સંબંધ -
ઉપરની આ વાત સાંભળીને ચક્વર્તિ ભરતરાજાએ ઘણા સંઘ સહિત – ઘણા દ્રવ્યનો વ્યય કરી શ્રી શત્રુંજયગિરિ ઉપર ફરીથી યાત્રા કરી. એક વખત ભીમ વગેરે તાપસીએ પ્રભુની આગળ કહ્યું કે અમારે મોક્ષ ક્યાં થશે? ત્યારે સ્વામીએ આ પ્રમાણે કર્યું. શ્રી શત્રુંજ્યગિરિના દેવશિખરઉપર ઉત્તમ તપકરતાં તમારો મોક્ષ થશે. એમાં સંશય નથી. તે પછી તે તાપસી શ્રી શત્રુંજ્યગિરિઉપર જઈને તે વખતે પ્રભુએ કહેલા સ્થાનમાં ઉત્તમ ધ્યાનયુક્તમનવાલા તેઓએ તીવ્રતપ કર્યું. જેથી તેઓનાં સર્વકર્મનો ક્ષય થવાથી જ્ઞાન અને મોક્ષગતિ થઈ. તે વખતે બીજાં પ્રાણીઓની પણ મુક્તિ થઈ. તે સ્થાન ઉપર – પ્રથમ ચક્રવર્તિએ અરિહંત એવા શ્રી ઋષભદેવનું મોટું મંદિર કરાવીને ત્યાં તેનું “તાપસ ” એ પ્રમાણે નામ આપ્યું
એક વખત ચક્વર્તિએ શ્રી ચંદ્રપ્રભ જિનેશ્વરનું મંદિર કરાવીને ત્યાં તેની શ્રેષ્ઠમૂર્તિ સ્થાપના કરી. હમણાં લોકમાં તે “પ્રભાસ" નામે તીર્થ પ્રસિધ્ધ થયું છે. આજે પણ તે તીર્થનું મોટું માહાભ્ય છે. તે ચંદ્રપ્રભાસ નામના તીર્થમાં અત્યંત તીવ્રતાને કરતાં અનેક મુનિઓ મોલમાં ગયા. ઘણાં તાપસો ત્યાં આવીને જિનેશ્વરની દીક્ષા લઈને સઘળાં કર્મ ખપાવીને મુક્તિપુરીમાં ગયા.
શ્રી ચંદ્રપ્રભાસ તીર્થનો સંબંધ સંપૂર્ણ