________________
૧૬૧
શ્રી નેમિનાથ પ્રભુની સ્થાપનાનો સંબંધ
(YYYYYYY
શ્રી ઋષભદેવ જિનેશ્વર ના તીર્થની પાસે થનારા નેમિનાથ ભગવંતના ઉજજયંત નામના શિખરને વિષે દીક્ષા - જ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ – સાંભળીને પ્રથમ ચક્રવર્તિએ “લ્યાણક ત્રિક" નામનો પ્રાસાદ – શ્રેષ્ઠ શિલ્પીઓપાસે તે વખતે કરાવ્યો તે પ્રાસાદ દરેક દિશાએ અગિયાર મંડપીવડે શોભે છે. ચાર દ્રારવાળો તે મોટો પ્રાસાદ બીજા નામથી જે “સુરસુંદર ” છે. તે પ્રાસાદ – બલાનકોવડે. ગોખોવડે અને મનોહર તોરણોવડે સર્વત્ર ઉદ્યાનથી મંડિત અત્યંત શોભે છે. તે તીર્થમાં નાગેન્દ – મોર આદિ સાત કુંડ છે. તેને વિષે અમૃતના રસસરખું પાણી છે. અને ત્યાં મનોહર એવા જુદી જુદી જાતનાં વૃક્ષોવડે વન શોભે છે, જ્યાં સેંકડો શિખરો છે. અને જ્યાં સુવર્ણઆદિ ધાતુઓ છે. ત્યાં અનેક સુવર્ણરેખા વગેરે નામની શ્રેષ્ઠ નદીઓ અમૃતસરખા પાણીથી ભરેલી છે.
હંસ – કારડ – હારિત – શુક – સારસ પક્ષીઓ તે તીર્થમાં રહેલાં સ્વર્ગના સુખની ઉપમાવાલાં સુખોને ભજતાં હતાં. હવે શ્રેષ્ઠ આનંદના પૂરથી ભરાયો છે હૃદયનો અંદરનો ભાગ જેનો એવા દેવો શક્તિવડે લવાયેલા ફૂલોવડે તે જિનેશ્વરની પૂજા કરતા હતા. તે શિખરપર દેવોથી લેવાયેલા અનંત જિનેશ્વરો આવેલા છે. અને જ્ઞાનથી શોભતા અસંખ્યાતા બીજા આવશે. તે વખતે બીજા રાજાઓએ પણ શ્રી નેમિનાથ પ્રભુના સુંદર પ્રાસાદો ઘણી લક્ષ્મીનો વ્યય કરી અનુક્રમે કરાવ્યા. તે તે જિન મંદિરોમાં જિનેશ્વરોનું ધ્યાન કરતાં મનુષ્યોને સંપૂર્ણ જ્ઞાન થયું અને મોક્ષ થયો. મુક્તિ પામેલાની સંખ્યા કેવલજ્ઞાની વિના કોઈ ઠાણે જાણી શકાતી નથી. આથી આ તીર્થ રાજાઓ અને દેવોને પણ પૂજય છે. ત્યાં ભરતેશ્વરે નેમિનાથ પ્રભુની ભક્તિવડે સ્તુતિ કરી – પૂજા કરીને પ્રભુના મુખને જોતો રહયો. આ તરફ પાંચમા દેવલોકનો સ્વામી બ્રહ્મદ – એક ક્રોડ દેવ સાથે તે વખતે પાંચમા દેવલોકમાંથી નેમિનાથ પ્રભુને નમસ્કાર કરવા માટે આવ્યો. પ્રભુને પ્રણામ કરીને ભરતને વંદન કરીને હર્ષસહિત બ્રહ્મદે હયું હે ચક્રવર્તિ ! તમે ચિરકાલ જય પામો જેવી રીતે શ્રી ઋષભદેવસ્વામી પ્રથમ તીર્થનાયક છે. તેવી રીતે તમે તીર્થને પ્રકાશ કરનારા પ્રથમ સંઘપતિ છો .
ભરતે કહયું કે – તમે ક્યા સ્થાનકમાંથી શા માટે આવ્યા છો? તે જ્હો. ત્યારે એણે કહ્યું કે હે રાજન! હું બ્રહ્મ દેવલોકનો સ્વામી છે. તમે કરાવેલા નેમિ પ્રભુના ચૈત્યમાં શ્રી નેમિજિનેશ્વરના બિંબને અવધિજ્ઞાનથી જાણીને હે રાજનું હું નમસ્કાર કરવા માટે આવ્યો છું. ગઇ ઉત્સર્પિણીમાં સાગર નામના અરિહંતની પાસે બ્રહ્મલ્પના અધિપતિએ પૂછ્યું કે હું ક્યારે મોક્ષ પામીશ ? જિનેશ્વરે કહયું કે – અવસર્પિણીમાં થનારા બાવીસમા અરિહંત શ્રી નેમિનાથના ગણધર થઈને તમે મુક્તિ પામશે. અને તે ઈદે પોતાના દેવલોકમાં નેમિનાથ પ્રભુની જે મૂર્તિ બનાવી હતી. તેને લાંબા કાળ સુધી ભક્તિવડે મનોહર દેવતાઈ (દિવ્ય) પુષ્પો વડે પૂજી.
ગિરનાર પર્વતની અંદર સુવર્ણનું બલાનક કરીને તે ઈદે પોતાના ચ્યવનના સમયે તેમાં રત્નમય પ્રતિમા સ્થાપન કરી. અને બીજા જિનેશ્વરોની સુવર્ણ – પું ને પાષાણમય – મજબૂત પ્રતિમાઓ ત્યાં ઈદે મોક્ષની ઇચ્છાથી પોતાના