________________
શ્રી શત્રુંજયા નદીના પ્રભાવઉપર શાન્તનરાજાની કથા
તે પાપની શાંતિ માટે ત્યાં વિધિપૂર્વક જિનેશ્વરની નિરંતર પૂજા મન વચન અને કાયાની શુધ્ધિવડે કરો. અને પ્રાણીઓની રક્ષા કરવી. તે પુત્રો છ અઠ્ઠમ આદિ તપ કરતાં જિનેશ્વરની પૂજા કરતાં હલુકર્મી થાય છે. અને મોક્ષને ભજનારા થાય છે. શત્રુંજ્યા નદીના પાણીવડે સ્નાનકરીને અને તેનાં પાણીવડે પ્રભુનું સ્નાત્ર કરાવીને છમાસવડે મનુષ્યો રોગ રહિત થાય છે. અને રાજ્યનો આશ્રય કરે છે. સ્નાન કરવાથી પાપકર્મથી મુક્ત – દેવસરખાશરીરવાલા પોતાના રાજ્યને ભોગવનારા અને સર્વજ્ઞના રાજ્યને પણ ભોગવનારા થાય. શ્રી શત્રુંજ્યા નદીના પાણીવડે સ્નાન કરતાં અને જિનેશ્વરને કરાવતાં છમાસને અંતે તમારા પાપની નિશ્ચે મુક્તિ થશે. શેષનાગવડે ( ધરણેન્દ્રવડે ) હેવાયેલું આ પ્રમાણે સાંભળીને નાગરાજનાં ચરણોને હર્ષવડે નમીને તે પુત્ર અને પ્રિયા સહિત શત્રુંજ્યગિરિ ઉપર ગયો.
-
૧૫૯
શ્રી શત્રુંજ્યા નદીનાકાંઠે ઘાસની ઝૂંપડી કરીને પોતે કરેલાં પાપોને છેદવા માટે રાજા ત્યાં કુટુંબસહિત રહ્યો. તેઓ ત્રણે સંધ્યાએ તે નદીના પાણીવડે અરિહંતનું સ્નાત્ર કરતાં ભક્તિવડે જિનેશ્વરને નમસ્કાર કરતાં ને તેના કિનારે રહેલાં વૃક્ષનાં ફળોને ખાતા મહિનાના અંતે બધાપુત્રો રોગ રહિત થયા, તે પછી શેષ નાગવડે હેવાયેલો રાજા ત્યાં છ મહિના સુધી રહયો. છ મહિનાના અંતે યાદ કરાયેલા શેષનાગે આવીને રાજાને વિમાનમાં બેસાડીને તેના નગર તરફ ચાલ્યો. શેષનાગના સાન્નિધ્યથી રાજા સધળા શત્રુઓનો પરાજ્ય કરી શ્રી જિનેશ્વરની પૂજાપૂર્વક પોતાના રાયપર બેઠો. શાન્તનરાજાએ અનુક્રમે ઘણા સંઘોને ભેગા કરીને ઘણા દ્રવ્યનો વ્યયકરી શ્રીશત્રુંજયગિરિઉપર યાત્રા કરી. શ્રી શત્રુંજ્યગિરિઉપર મોટું જિનમંદિર કરાવીને શાન્તનરાજાએ પૃથ્વીને જિનમંદિરોથી અલંકૃત કરી. ચોસલાખવર્ષ સુધી રાજ્યસુખ ભોગવીને નીલપુત્રને રાજ્ય આપીને રાજાએ સંયમ ગ્રહણ કર્યું. રાજાની પાછળ ત્રણે પુત્રોએ અને પત્નીએ દીક્ષા લીધી. તે પછી નીલ હંમેશાં ન્યાયમાર્ગવડે પૃથ્વીનું પાલન કરતો હતો. પુત્ર અને પત્ની સહિત શાન્તન ( રાજા) ચાસ્ત્રિનું સુખપૂર્વક પાલન કરતાં શત્રુંજયગિરિઉપર ગયો. અને ત્યાં એક લાખવર્ષને અંતે તપમાં તત્પર એવો તે અનશન લઇને પાલન કરતાં રાજાવગેરે સર્વકર્મનો ક્ષયકરી મોક્ષ નગરીમાં ગયા. નીલરાજા પણ પોાતાના પુત્રને રાજ્ય આપી વ્રતગ્રહણ કરી કર્મનો નાશ કરવા માટે શ્રી શત્રુંજ્ય તીર્થમાં ગયો. ત્યાં તે પણ તીવ્રતપકરતાં કેવલજ્ઞાન પામી – સર્વકર્મનો ક્ષય કરી ( નીલ ) રાજા મોક્ષનગરીમાં ગયો. ક્હયું છે કે :
शत्रुञ्जयमहातीर्थे - श्रिता शत्रुञ्जयानदी ।
राज्यभ्रष्टस्य राज्यानि, सुखभ्रष्टस्य शर्म च ॥२८॥ विद्या भ्रष्टस्य सद्विद्यां, कान्तिं कीर्तिं मतिं श्रियम् स्वर्ग सौख्यानि दत्तेच, सेविता हेलाया ननु ॥ २५ ॥ शत्रुञ्जयाश्रिता ये ये, नदीह्रदद्रुमादयः ।
तेषां मृत्स्नां जलं पत्रं, फलं पुण्यं प्रभावमृत् ॥२६॥
શ્રી શત્રુંજ્ય મહાતીર્થમાં આશ્રય કરાયેલી શત્રુંજ્યાનદી – રાજ્યથી ભ્રષ્ટ થયેલાને રાજ્ય આપે છે. સુખથી ભ્રષ્ટ થયેલાને સુખ આપે છે. વિધાથી ભ્રષ્ટ થયેલાને સદ્વિધા – કાંતિ – કીર્તિ – બુધ્ધિ ને લક્ષ્મી – સેવન કરાયેલી