________________
આ સિવાય ત્રીજો ગ્રંથ પ્રાપ્ત થયો નથી. તો તેના માટે હજુ પણ હસ્તલિખિત ભંડારોમાં પ્રયત્ન કરવો જરુરી છે. તો જરુર કંઇક અવનવું પ્રાપ્ત થશે. એવી મારી અંતરની લાગણી બોલી રહી છે.
પાલિતાણામાં પધારેલાં મુનિભગવંતો અને પૂ. સાધ્વીજી ભગવંતોએ અહીંની પોતાની સ્થિરતા દરમ્યાન આજ ગ્રંથનું વાંચન – મનન ને વિવેચન કરવું જોઇએ.
અને પાલિતાણામાં ચોમાસું – નવ્વાણું – વર્ષીતપ પારણું યાત્રા અથવા અન્ય ગમે તે કારણથી રોકાયેલાં મારાં સાધર્મિક શ્રાવક શ્રાવિકા ભાઇ બહેનોએ પૂ. સાધુ – સાધ્વીજી મહારાજને વંદન કરીને વિનયપૂર્વક કહી જ દેવું જોઇએ કે સાહેબ ! અમને આ ક્ષેત્રમાં આજ તીર્થનો મહિમા સંભળાવો. બીજા ગ્રંથો બીજા ક્ષેત્રોમાં સાંભળવા મલશે. પણ અત્યારે અમારે અહીં તો આજ તીર્થનું વર્ણન સાંભળીને અમારા આત્માને હળુકર્મી કરવો છે. આમ પણ આપણા સમાજમાં કહેવાય છે કે જેનાં લગ્ન હોય તેનાં જ ગીત ગવાય. પછી પાલિતાણાની પુણ્ય પવિત્રભૂમિમાં શ્રી શત્રુંજ્યનો જ મહિમા સાંભળવાનો હોય ને ?
ભાષાંતરકાર મુનિએ પુસ્તકનું કંપોઝ કામપૂર્ણ થયા પછી પણ થયેલ – તીર્થોદ્ધારક શ્રી જાવડશાના ઉદ્ધારમાં થયેલ શ્રી શત્રુંજ્યના સંપૂર્ણ અભિષેકની બીજી આવૃત્તિ જેવા હમણાં થઇ ગયેલા શ્રી શત્રુંજ્યના સોહામણા અભિષેકની ટૂંક નોંધ પણ આ ગ્રંથના બીજા ભાગમાં છેલ્લે સમાવી લીધેલ છે. તે પણ જરુર વાંચશો.
છેલ્લી વાત આપણા પરમ-પવિત્ર પ્યારા શ્રી શત્રુંજય માટે જેટલું લખીએ અને શોધીએ તેટલું મલતું જ જવાનું. છતાં પણ તમને અધૂરું જ લાગશે. કારણ કે આ તીર્થ અનાદિનું છે અનંતકાલ સુધી ટક્વાનું છે. અને તેના ગુણો પણ અનંત છે માટે. અને એટલે જ પેલા સ્તવનમાં ગાયું છે કે :
“એ ગિરિવરના ગુણ ઘણાએ, કહેતાં નાવે પાર – પૂજો,
જાણે પણ કહી નિવે શકેએ, મુક્ ગૂડને ન્યાય – પૂજો,
બસ આટલું લખીને શ્રી ગિરિરાજને વંદન કરતાં લખાણને પૂર્ણ કરું છું.
લિ. પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરનાર એક અનામી મુનિ.