SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ ગ્રન્થકારની પ્રશસ્તિ પૂજ્યપાદ શ્રી આણંદવિમલ સૂરીશ્વરજીની પાટે ચગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન શ્રીમાન વિષ્પદાનસૂરીશ્વરજી મહારાજ વિજયવંત થયા. તેઓની પાટ રૂપી પૂર્વાચિળમાં ઉગતા સૂર્ય સમાન પ્રગટ તેજસ્વી અને રાજાઓને પ્રતિબોધ કરવામાં નિપુણ શ્રીમાન શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજા જ્યવંતા વર્યા. જે મહાપુરુષના વાણી વિલાસથી બાર સુબાઓમાં રાજર્ષિ સમાન બમ્બરના વંશમાં જન્મેલ અકબર બાદશાહ જીવોને અભયદાન આપનાર થયો, અને અદિતીય કૃપા રૂપી સુધાના સમુદ્ર જેવા તે સૂરીશ્વરજીની વાણીથી બાદશાહે પ્રગટ કરેલી જીવદયાની તે જાહેરાત સાંભળી બ્રહ્મા, શંકર, વિષણ, કાતિક, યમ અને ઈ આદિ દેવો, હંસ, બષદ, ગરડ, મોર, પાડો અને હાથી વિગેરે પોતાના વાહનની રક્ષા થવાથી બહુજ પ્રીતિ પામ્યા. તે વખતે પૂછવા લાગ્યા કે- તું કોણ છે? કહે છે કે-“હું પાપ છું.” ફરીથી પૂછે છે કે-“તું દુબળું કેમ થઈ ગયું છે?” ઉત્તર આપે છે, કે-“મારે મારી માતા સાથે વિયોગ થયો છે.” ફરીથી પૂછે છે કે-“કોણ તારી માતા છે? અને વિયોગ કેમ થયો? ઉત્તર આપે છે કે- “મારી નામની મારી માતા છે અને તેને શ્રી હીરસૂરિજીના વચનથી અકબર બાદશાહે યમરાજાને ઘેર મોકલી દીધી છે.” ફરી પૂછે છે કે-“હવે તું ક્યાં રહીશ?” ઉત્તર આપે છે કે “જ્યાં વિષહીર સૂરિજીનું વચન માન્ય નહિ થાય, ત્યાં રહીશ”જે મહાપુરુષે બાદશાહને માંસભોજન છોડનાર, નિર્વાસિનું દ્રવ્ય લેવાનું બંધ કરનાર, મનુષ્યના દુ:ખ હરનાર અને કરોને માફ કરનાર બનાવ્યો, તે દિવ્ય પુરષ શ્રી હીરસૂરીશ્વરજીને મારો નમસ્કાર થાઓ. આવા પરોપકારી સૂરીશ્વરજીને અકબર બાદશાહે સભા ભરીને પરમ પ્રીતિથી જે જગદ્દરનું બિરુદ અર્પણ કર્યું તે સૂર્યમંડલ પેઠે સર્વ પૃથ્વીમંડલમાં પણ ફેલાઈ ગયું. શ્રી પાસુંદર પંડિતનો બાદશાહ પાસે જે પુસ્તક ભંડાર હતો, તે નિસ્પૃહી શિરોમણિ સૂરીશ્વરજીને અર્પણ કર્યો , ગિરનાર વિગેરે તીર્થોનો કર લેવાતો હતો, તે સૂરિજીએ બાદશાહ પાસે માફ કરાવ્યો અને સમુદ્ર સુધીનું આખું ઝૂત પણ કર વિનાનું કરી દેવરાવ્યું સદા મલિન કરનાર આ કલિકાલમાં પણ જે સૂરીશ્વરજીને ડાઘ પણ ન લાગ્યો, પણ ઉલટું આ કલિકાલને પોતાના યશ રૂપી સુધાએ કરી ધવલ બનાવ્યો. બાદશાહ સાહુકારોનો નાયક હોવાથી શત્રુઓનો નાશ કરનાર હતો
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy