SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ નિંદુ , ગહું છું, તેમાં રાગ એટલે એક દેશ કે ગામ કે ગોત્રમાં ઉપજ્યાં હોય તે વિગેરેથી પ્રીતિ, તથા ‘ષ એટલે જિનપ્રવચનનું શત્રુપણું દેખવાથી ઉપજેલી જે અપ્રીતિ. શંકા કરે છે કે- પ્રવચન પ્રત્યેનીક વિગેરેને દાન આપવાનું ક્યાંથી હોય? જે તે સંબંધી દોષ અહીં લીધો? ઉત્તર આપે છે કે તેના ભક્ત રાજા વિગેરેના ભયથી તેવાઓને આપવું પડયું હોય, તેવા દાનની નિંદા અને ગહણા કરે છે, પણ ઉચિતતા મુજબ દીન વિગેરેને આપવામાં આવે, તે પણ અનુકંપાદાન કહેવાય છે. कृपणेऽनाथदरिद्रे व्यसनप्राप्ते च रोगशोकहते। यद्दीयते कृपार्थ - मनुकम्पा तद् भवेद् दा नम्॥१॥ “કૃપણ, અનાથ, દરિદ્ર, આપત્તિને પામેલ, રોગ-શોથી પીડિતને કરુણાએ કરી અપાય, તે અનુકંપાદાન છે.” સમર્થ શરીરવાળો પણ દરિદ્રી હોય, અને પ્રાર્થના કરી રહ્યો હોય, તેને પણ અપાતું દાન અનુકંપાદાન ગણાય છે. તે અનુકંપાદાન નિન્દા-ગહનેિ લાયક નથી. કેમકે તીર્થંકર દેવોએ પણ વાર્ષિક દાન વખતે તે દેખાડેલ છે, અને તે વાત કહી છે કે “મોક્ષફળ આપનાર દાનમાં પાત્ર અપાત્રની વિચારણા કરાય છે, પણ દયાદાન તો સર્વજ્ઞોએ કોઈ ઠેકાણે પણ નિષેધ્યું નથી.” તેમજ-જે પ્રથમ ઉપકાર કરી ગયો હોય; તેને અપાય, તે દાન ન કહેવાય, પણ પ્રથમ આપી ગએલ હોય તે પ્રાય: પાછું અપાય છે. અને દીનને જે અપાય, તે તો યાચના કરી રહેલ છે, તેનું મૂલ્યજ અપાય છે. સ્ત્રીને અપાય, તે તો રાગનું ભાજન છે, તેથી અપાય છે, એમ કેમ ન કહેવાય? અર્થાત કહેવાય. અને પાત્રમાં જે ફલવિસ્તાર પ્રિય છે તેથી અપાય તે શું વૃદ્ધિની ઈચ્છાવાળું નથી? અર્થાતુ છે. પરંતુ દાન તો તે છે કે જે નિ:સ્પૃહપણાથી ફીણજનને પામીને અપાય છે. આ પ્રમાણે ગાથાનો અર્થ જાણવો. ૪-૧૦૧૬ પ્રશ્ન: વિનીતા નગરીથી અષ્ટાપદ કેટલા યોજના છે? ઉત્તર:-વિનીતા નગરીથી બાર યોજન અષ્ટાપદ છે, એમ પ્રઘોષ સાંભળ્યો છે. ૪-૧૦૧૭ના
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy