SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રી વસોસંઘના પ્રશ્નોત્તરો. મ: શ્રાવકો પખીના દિવસમાં અતિચાર કહે છે. તેમાં છઠું દિગત અને દશમું દેશાવગાશિકવ્રત કહ્યું, તે બીજાઓ સ્વીકારતા નથી. “બે વ્રતો કેમ કહ્યા? એક કહેવું જોઈએ.” ત્યારે આપણા શ્રાવકોએ ઉત્તર આપ્યો કે:-“ભાઈઓ! છઠંવત રાવજીવનું હોય છે, અને દશમું વ્રત દિવસ સંબંધી હોય છે.” આ પ્રમાણેનો ઉત્તર પણ માનતા નથી. માટે તેમાં શી યુક્તિ છે.? ઉત્તર:–આવશ્યકસૂત્રમાં શ્રાવકવ્રતના અધિકારમાં દેશાવગાશિકનો આલાવો છે, તે આ પ્રમાણે-લિસિધ્યમિક્સવિલાપરિબાપાસ વિરમાર देसावगासि, देसावगासिअस्स समणोवासएणं इमे पंच अइआरा जाणियव्वा, न समायरियव्वा । तं जहा-आणवणप्पओगे १ पेसवण-प्पओगे ૨ સાબુવા ૩ વાપુવા ૪ વહિમા-પુત્ર-મા દિવ્રતમાં ગ્રહણ કરેલા દિશાપરિમાણનું દરેક દિવસે પરિમાણ કરવું, તે દેશાવગાશિક વ્રત છે. દેશાવગાશિકવ્રતના શ્રાવકે આ પાંચ અતિચાર જાણવા. પણ આચરવા નહિ. તે આ પ્રમાણે:-૧આનયનપ્રયોગ. ૨ પેસવાણપ્રયોગ. ૩ શબ્દાનુપાત. ૪ રૂપાનુપાત. ૫ બાહરપુદગલ પ્રક્ષેપ. આ આલાવા મુજબ છઠ્ઠા દિગતનું સંક્ષેપરૂપ દેશાવગાશિક સ્પષ્ટપણે જણાય છે. તેમજ યોગશાસ્ત્ર વિગેરે અનેક ગ્રંથોમાં છ8ાવતના સંક્ષેપ રૂપ દેશાવનાશિક કહેલ છે. તેમજ ઉવાસગદશાંગમાં આણંદ શ્રાવકના તોચ્ચારના અધિકારમાં સામાયિક વિગેરે ચારવ્રતના આલાવાનો વિસ્તાર કહ્યો નથી. તેથી કેટલાકો અંગીકાર કરતા નથી. તે તેઓનું અજ્ઞાન જ છે. કેમકે વતોચ્ચારમાં આવા પ્રકારે પાઠ છે अहण्णं भंते ! देवाणुप्पिआणं अंतिए पंचाणुव्वइअं सत्त सिक्खावइअं दुवालसविहं सावय-धम्म पडिवज्जिस्सामि। अहाहं देवाणुप्पिआ! मा पडिबंधं करेहि। “હે ભગવાન! હું આપની પાસે પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતો રૂપ બાર પ્રકારનો શ્રાવક ધર્મ અંગીકાર કરું?” (? કરીશ.) “ઉત્તર આપ્યો કે “યથાસુખે દેવાણપ્રિય! તું પ્રતિબંધ ન કર.” હવે વ્રત ઉચ્ચર્યા પછી આ પ્રકારે પાઠ છે
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy