SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ ઉત્તર:–આમાં એકાનપણું નથી. જે તપ અને સ્વાધ્યાય વિગેરેથી કર્મની નિર્જરી થઈ ગઈ હોય, તો તે ચૂકાવ્યા વિના છૂટી શકે છે, એટલે મોલમાં પહોંચી શકે છે. અને કર્મનિર્જરા ન કરી હોય, તો તે લેણું દેણું આપવું પડે છે, પછી છૂટી શકે છે.u૪-૯૧૩ . પ્રશ્ન: ચક્વત કેટલા કાળે મોલમાં જાય? ઉત્તર:–જઘન્યથી તે ભવમાં જ મુક્ત થાય અને ઉત્કૃષ્ટથી તો કિચિતુ. ન્યૂન અર્ધપુદગલ પરાવર્ત કાલે પણ મોક્ષમાં જાય છે..૪-૯૧૪ પ્રશ્ન: મેથી આયંબિલમાં કલ્પે? કે નહિ? ઉત્તર:-નિષેધ નથી, એટલે ન ધે, તેમ જાયું નથી. કેમકે-મેથી વિદલ છે, વિદલ તો કહ્યું છે..૪-૯૧૫ પર વાર્ષિક તપ કેટલા કાળે પૂર્ણ થાય? ઉત્તર:–આ આલોયણા તપ ૧૮૦ ઉપવાસનો, એક વર્ષમાં પૂર્ણ થાય છે, અને તે તપ ઉપવાસ આયંબિલ અને એકાસણાની રીતે કરાય છે. પણ એકાન્તર ઉપવાસ કરવા ન જોઈએ. વળી તિથિની હાનિ-વૃદ્ધિમાં ઉપવાસ તથા એકાસણું કરવું પણ આયંબિલ આવે નહિ, તેથી પર્વ દિવસમાં ઉપવાસ જ આવે તેથી ૧૨૦ ઉપવાસ થાય છે. તેમજ ૧૨૦ આયંબિલ થાય, તેના ૬૦ ઉપવાસ થાય છે. આ રીતે ૧૮૦ ઉપવાસોએ વાર્ષિક તપ પૂર્ણ થાય છે. એકાસણા તો અધિક છે, તેથી બેસણા કરે, તો પણ તપ પૂર્ણ થાય છે.૪-૯૧૬ પ્રશ્ન: પડિમા તપ વહન કરનાર શ્રાવક યાત્રાદિ કરવા વહાણમાં બેસીને જઈ શકે? કે નહિ? ઉત્તર:-વહાણમાં બેસીને પરિમા ધારીને યાત્રાદિક માટે જવાય નહિ, પણ ઘોડા વિગેરે ઉપર બેસીને તો જઈ શકાય છે.૪-૯૧૭ના પ્રશ્ન: આઠમી વિગેરે પડિમા વહન કરતા હોય, તેમાં આરંભ કરાય? કે નહિ? ઉત્તર-આઠમી પરિમામાં આઠ માસ સુધી કયાએ આરંભ કરાય નહિ, આ પ્રમાણે નવમી પરિમામાં નવ માસ સુધી ન કરાય, અને દશમી પરિમામાં દશ માસ સુધી પોતાના માટે બનાવેલ આહાર-પાણી વિગેરે વસ્તુ ક્યું નહિ. પરને માટે બનાવેલ હોય, તે ધે છે..૪-૯૧૮.
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy