SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ પ્રશ્ન: જેમ આ ભારતમાં મેરુની દિશાએ ધુવનો તારો છે, તેમ મહાવિદેહ અને ઐરાવતક્ષેત્રમાં છે? કે નહિ? ઉત્તર:-ભરતની પેઠે અન્ય ક્ષેત્રમાં ધુવો સંભવે છે, પરંતુ તેને જણાવનારા - અક્ષરો જોવાનું સાંભળતું નથી. ૩-૫૭૦ પ્રશ્ન: ૮૮ ગ્રહોના અને સર્વ તારાઓના મંડલો કેટલા છે? ઉત્તર:-જેમ સૂર્ય અને ચંદ્રના મંડલનો વિચાર શાસ્ત્રમાં જોવામાં આવે છે, તેમ તે સિવાય બીજા ગ્રહોનો જોવામાં આવતો નથી. તેમજ તારાના મંડલો અવસ્થિત જ છે, પણ સૂર્ય, ચંદ્રની પેઠે અનિયમિત નથી. ૫૩-૫૭૧ પ્રશ્ન: દીવાળી વિગેરે પવમાં સુખડી વિગેરે બનાવવામાં મિથ્યાત્વ લાગે? કે આરંભ થાય? ઉત્તર-આરંભ લાગે છે, એમ જાણેલ છે, પણ મિથ્યાત્વ લાગે, તેમ જાયું નથી. ૩-૫૭૨ પ્રશ્ન: શ્રાદ્ધવિધિમાં ચાર આહારના અધિકારમાં કહ્યું છે કે “સ્ત્રીના સંભોગમાં ચોવીહાર ભાંગતો નથી, બાલ વિગેરેના હોઠ વિગેરેના ચુંબનમાં ભાંગે છે, તે પણ દુવિહારમાં કલ્પે છે-” આમાં પ્રથમ સ્થાનમાં મુખનો સંગમ છતાં એ પદ કહ્યું નથી, તો પૃચ્છા કરતા શ્રાવકોની પાસે મુખના સંગમાં ચોવિહાર તિવિહારનો ભંગ થાય તેમ કહેવું? કે ભંગ ન થાય તેમ કહેવું? ઉત્તર:-વાનાતિના આ પદમાં આદિ શબ્દથી સ્ત્રીના પણ મુખ સંબંધમાં ચોવિહાર, તિવિહાર ભાંગે છે, એમ જણાય છે. ૩-૫૭૩ પ્રશ્ન: આઠમી પડિમાના તપમાં પોતે આરંભ કરે નહિ, એમ છે. તો સચિત્ત પુષ્પ વિગેરેથી પ્રભુપૂજા કરે? કે નહિ? ઉત્તર –આઠમી પડિયામાં સચિત કુલો વિગેરેથી પૂજા ન કરે. ૩-૫૭૪ પ્રશ્ન: નહિ શુદ્ધ કરેલી પટ્ટાવલીમાં ચિત્રાવાલગચ્છીય દેવભદ્ર ઉપાધ્યાય છે, અને શોધેલીમાં ત્રિગથ્વીય એમ લખેલ છે, તેનું શું કારણ? ઉત્તર:-મુનિસુંદરસૂરીશ્વરજીની ગુર્નાવલીમાં ચૈત્રગચ્છીયા એમ કહેલ છે, માટે
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy