SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શોધેલીમાં તે શબ્દ જણાવ્યો, પણ કોઈ ઠેકાણે ચિત્રાવાલગચ્છીયા એમ પણ દેખાય છે, પરંતુ તે શબ્દ તો ચત્રગચ્છનું બીજું નામ હોય, એમ સંભવે છે. ૩-૫૭પા અમ: અઠ્ઠાઈજેસુમાં ગવરફુવારા પાઠ બોલવો કે ગરકાવાર બોલવો? ઉત્તર:–અવનવુયાયી એ પાઠનું આર્થપણું હોવાથી તાતપાદ શ્રી વિજયહીર સૂરીશ્વરજીએ બોલવો કહ્યો છે, માટે તે જ બોલવો. ૩-૫૭૬ a: સ્થૂલભદ્ર સ્વામી સાધુપણામાં વેશ્યાને ઘેર રહ્યા, તે વાત સિમ્બન્સમાં છે? કે નથી? જો સિદ્ધાંતમાં કહેલ હોય, તો તે સિદ્ધાંતનું નામ જણાવશો? ઉત્તર:-નંદિસૂત્રમાં પરિણામિકી બુદ્ધિમાં સ્થૂલભદ્ર અને કાર્મિકીબુદ્ધિમાં તો વેશ્યા અને સારથિ ઉદાહરણ તરીકે કહ્યા છે. આ અર્થના પ્રતિપાદનમાં સ્થૂલભદ્ર સ્વામીનું સાધુપણામાં પણ વેશ્યાના ઘરમાં અવસ્થાન કહેલ છે. આ ૩-૫૭૭ પ્રશ્ન: હેમ નેમિચરિત્રમાં કૃષ્ણ અને જરાસંધના યુદ્ધના અધિકારમાં જરાને દૂર કરનાર શંખેશ્વર પાર્શ્વનાથનો અધિકાર કેમ કહ્યો નથી? અને તે અધિકાર શાસ્ત્રીય છે? કે નહિ? ઉત્તર:-તે અધિકાર તીર્થકલ્પ વિગેરેમાં છે, માટે શાસ્ત્રીય જ છે. તે ૩-૫૭૮ પ્રશ્ન: નેમિનાથ ચરિત્રમાં કહ્યું કે “કુષગવાસુદેવે સર્વ સાધુઓને દ્વાદશાવત વિંદન કર્યું, પણ “અઢાર હજાર સાધુને” એમ કહ્યું નથી. માટે તે ઉક્તિ લૌકિક છે? કે શાસ્ત્રીય છે? જે શાસ્ત્રની કહો તો કેવી રીતે ઘટે? કેમકે-પથિા ત તુ, તે વંદન પદસ્થાને હોય-સર્વે તો પદસ્થો હોય નહિ, જો સર્વે પદસ્યો હોય, તો તેઓ કયા પદમાં રહેલા સમજવા? ઉત્તર:-જેમ નેમિચરિત્રમાં કહ્યું, તેમ આવશ્યક ટીકા વિગેરેમાં “સર્વન" કહેલ છે. સર્વ શબ્દ કરી અઢાર હજારની સંખ્યા આવી જ જાય છે, માટે આમાં શંકા કરવી રહેતી નથી. વળી સર્વે પદ વિવક્ષિત સર્વ વાચી છે, તેથી પદસ્યોને જ વંદન આપ્યાનું સંભવે છે, અને પદસ્થોમાં પણ જેઓ ગુરઓની નજીકમાં હોય તેઓ કેવી રીતે વંદન કરાવે?
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy