________________
શાંતનુને સંસારત્યાગ.
(૬૧)
મહાન્ ઉપકારનું સ્મરણ કરી તેના ઉપર અતિ સ્નેહ ધારણ કરતા હતા. રૂપનિધાન સત્યવતીએ પેાતાના સદ્ગુણૢાથી અને સ્વરૂપથી શાંતનુના હૃદયને આકષી લીધુ હતુ. ધ, અર્થ અને કામ એ ત્રણ પુરૂષાર્થ માંહેલા કામ પુરૂષા સાક્ષાત્ મૂર્તિમાન પોતાના સર્વ વૈભવ જાણે રાજાને અર્પણ કરતા હાય, એમ રાજાને ભાસવા લાગ્યું. શાંતનુ અને સત્યવ તીના સંસાર પવિત્ર પ્રેમથી પૂર્ણ હતા.
અનુક્રમે સત્યવાદિની સત્યવતી સગર્ભા થઈ. પૂર્ણ સમય થતાં તેણીએ એક પુત્રને જન્મ આપ્યા. એ ખખર જાણી રાજા શાંતનુના આનંદમાં અકથનીય વૃદ્ધિ થઈ. પવિત્ર ગાંગેય પણ પાતે સમ્રાતા થયા એવું ધારી હૃદયમાં અત્યંત પ્રસન્ન થયા. શૈાચ નિવૃત્ત થયા પછી રાજાએ પુત્રનુ નામ ચિત્રાંગદ પાડયું, એ બાળક એવા તેજસ્વી દેખાવા લાગ્યા કે તેની સામે એક નજર કરી કેાઈ જોઈ શકતું નહીં. ભવિષ્યમાં વીય વાન્ થના૨ ખાળક અદ્ભુત કાંતિને ધારણ કરે છે. તે પછી કેટલેક સમયે સત્યવતીએ બીજા પુત્રને જન્મ - પ્યા. જાણે કાઈદેવ કુરૂવંશના વિસ્તાર કરવા પૃથ્વીપર અવતર્યા હાય તેવા તે કાંતિવડે દેદીપ્યમાન દેખાવા લાગ્યા. રાજા શાંતનુ બીજા પુત્રની વધામણી સાંભળી અત્યંત આનંદમય થઈ ગયા. હસ્તિનાપુરની પ્રજા શાંતનુને ત્રણ પુત્રીથી ભાગ્યવાત્ માનવા લાગી. રાજા શાંતનુએ શુભ દિવસે તે સત્યવતીના બીજા પુત્રનુ નામ વિચિત્રવીય પાડયું. ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય એ બંને પુત્રાની જોડથી સત્યવતી સૈાભાગ્યથી