________________
ભીષ્મની પિતૃભક્તિ.
(૫૭) આજ્ઞાને પાળનારા તે કઈકજ હશે. ત્યારે પિતાના મનને ભાવ જાણું તેની ઈચ્છા પૂર્ણ કરનારે તારા જે વિરલ પુત્ર કઈ ભાગ્યે જ નીકળે છે. છીપમાં જેમ મેતી નીપજે તેમ ગંગાના ઉદરથી તું ઉત્પન્ન થયો છે. હે પ્રિયપુત્ર! હું તને હૃદયથી આશીર્વાદ આપું છું. કે, “તારૂં સહસ્ત્ર વર્ષનું આયુષ્ય થાઓ.” “હે વત્સ! તું વીરકીર્તિને સંપાદન કરી આપણુ કુરૂવંશમાં ધ્વજાની પેઠે ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીશ.”
પિતાના આ આશીર્વાદ લઈ ભીષ્મ હદયમાં હર્ષ પામ્યો. પછી શાંતનુએ શુભ મુહૂર્ત જોઈ સત્યવતીની સાથે વિધિથી લગ્ન કર્યું. પિતાની મનઃકામના પૂર્ણ કરવાથી ગારવધારી ગાંગેયની પિતૃભકિત જગમાં પ્રસરી ગઈ અને ભારતવર્ષની પ્રજા ઉંચે સ્વરે ગાંગેયનું પવિત્ર યશોગાન કરવા લાગી.
પ્રિય વાંચનાર! આ પ્રકરણના દરેક પ્રસંગનું પુન: અવલોકન કરે. તેમાંથી તમને ઘણે બોધ પ્રાપ્ત થશે. રાજા શાંતનુએ યમુનાના તીર ઉપર સત્યવતીને પુછ્યું કે, “શું. દરી ! મને તારા નાવમાં તું બેસારી યમુનાની પેલી પાર લઈ જઈશ?” આ વખતે સુશીલા સત્યવતીએ સ્વતંત્રતા છેડી વિનયથી જણાવ્યું કે “જે મારા પિતા આજ્ઞા આપે તે હું તમને આ હોડીમાં બેસારી પેલી પાર પહોંચાડું. હું પિતાની આજ્ઞા ઉલંઘન કરતી નથી.” આ કે ઉત્તર? કુલીન વનિતા કદિપણ સ્વતંત્ર થવા ઈચ્છતી નથી. તે હમેશાં વડિ.