________________
જૈન મહાભારત.
( ૧૬ )
કરી નાવિકે પેાતાની પાષિત પુત્રી સત્યવતીના હાથ ઝાલી ભીષ્મને સોંપી. તે વખતે તેણે ગદ્દગદ્દ સ્વરે કહ્યું “ વત્સે! તુ હવે હસ્તિનાપુરના મહારાજાની રાણી અને આ ધર્મવીર ભીષ્મકુમારની માતા થઇ છે. બેટા ! આ ખલાસી પિતા ઉપર પ્રેમ રાખજે, અને તેં મારી ઝુંપડીમાં રહી જે કાંઇ સદાચાર ને સદ્દગુણેા પ્રાપ્ત કર્યા છે, તેને રાજ મહેલમાં રહી દીપાવજે અને કોઈ ફાઇવાર આ ગરીબ માતાપિતાને મળવા આવજો” આટલુ કહેતાંજ નાવિકના નેત્રમાંથી પુન: અશ્રુધારા ચાલવા લાગી.
પવિત્ર ગાંગેય સત્યવતીના ચરણમાં નમન કરી ખોલ્યા “માતા ! આ રથ તૈયાર છે. તેમાં એસેા. ” સત્યવતી માતાપિતાને પ્રેમથી પ્રણામ કરી રથમાં બેઠી. પછી ગાંગેય રથને ચલાવી હસ્તિનાપુરમાં આવી પહોંચ્યા.
રાજા શાંતનુએ આ વૃત્તાંત દેવતાના મુખથી પેહેલાં સાંભળ્યેા હતા. તેથી તે રાહ જોઈ બેઠા હતા. ત્યાં પિતૃભક્ત ગાંગેય તેમની પાસે આન્યા અને તે કન્યા પાતાના પિતાને અપ ણ કરી. ચેાગીશ્વર સ્વાત્માના અનુભવથી જેમ પરમાનંદમાં મગ્ન થઇ જાય, તેમ રાજા સત્યવતીને જોઇ આનંદમાં મગ્ન થઇ ગયા. તેણે પ્રેમને વશ થઈ પ્રથમ પેાતાના પુત્ર ભીષ્મને આલિંગન આપ્યું. પછી પેાતાના આજ્ઞાંકિત પુત્ર ગાંગેયને ઉત્સગમાં બેસારી શાંતનુએ હર્ષોંના આવેશમાં કહ્યુ, “ વત્સ ! આ જગતમાં પિતાની આજ્ઞા માન્ય કરનારા સુપુત્રા કવચિતજ હાય છે. તેમાં પણ યથાર્થ