________________
ભીષ્મની પિતૃભક્તિ.
(૪૯)
જ્યલક્ષ્મી તમારા સિવાય બીજાને મળી શકવાને સંભવજ નથી. જેમ ચંદ્ર આકાશને મુકી બીજે જાય નહિં, તેમ રાજ્યલક્ષ્મી તમને મુકીને બીજાના હાથમાં જનાર નથી. તમારા નીતિપણાને લીધે પ્રજાની જેટલી તમારી પર પ્રીતિ છે, તેટલી બીજા કેઈના ઉપર પણ થનાર નથી. એ બધાં કારણોને વિચાર કરતાં મારી પુત્રીની સંતતિને રાજ્યલક્ષમી કોઈ કાળે પણ પ્રાપ્ત થાય નહિં, ત્યારે પુત્રી શા સારૂ આપવી? વળી હે રાજકુમાર ! મને મારી પુત્રી ઉપર એટલે બધે પ્યાર છે કે-“એણીને આખા જન્મ સુધી દુ:ખમાં નાંખુ, તે તેથી મને મરણ તુલ્ય દુઃખ થાય અને તે મારા હૃદયમાં શલ્યની જેમ ખટકયા કરે.”
નાવિકનાં આવાં વચન સાંભળી ગાંગેય શુદ્ધ હૃદયથી બે- ભાગ્યવાન નાવિકરાજ ! તમે જે વિચાર જણાવે છે, તે બધા ભુલ ભરેલા છે. આવા તુચ્છ વિચાર હૃદયમાં ન લાવવા જોઈએ. તમારે અમારા કુળની સામે જોવું જોઈએ. બીજા કુળની પદ્ધતી ઉપરથી અમારા કુળ વિષે વિચાર કરે
નથી. જેમ હંસની તથા કાગડાની બરાબરી થાય નહિં, તેમ અમારા કુરૂવંશીઓની તથા બીજા રાજવંશીઓની બરાબરી થાય નહિં. અમારા કુરૂવંશમાં કઈ સ્ત્રીએ પિતાની શક્યને દુ:ખ દીધું એવું આજ સુધીમાં મારા સાંભળવામાં આવ્યું નથી, તેમ બીજા કોઈના પણ સાંભળવામાં આવ્યું નહિં હેય. મારા પિતાની સાથે તમારી પુત્રી સત્ય