________________
જૈન મહાભારત.
( ૧૦ )
વતીનું લગ્ન થયાથી તે મારે મારી માતુશ્રી ગંગાતુલ્ય થઈ ચુકયાં, એમ મારે માનવુ જોઇએ. મારી માતા ગંગાની સાથે મારા એટલે અધિક સંબંધ રહ્યો કે તેણીના ઉદરથી મે જન્મ ધારણ કર્યાં છે, પણ પિતાની તરફ દષ્ટિ કરતાં અનેની સાથે મારા સરખા સબધ કહેવાય. જો મારા પિતાની પ્રીતિ સત્યવતી ઉપર અધિક થશે તે તે મારે મારા માતુશ્રી ગંગાના કરતાં પણ અધિક માનવી જોઇએ. કારણ કે માતાના સંબંધ કરતાં પિતાના સંબંધ અધિક હેાય છે. માટે મારા પિતા સાથે એ સંખ ધ જોડાયા પછી જો સત્યવતીના ઉદરથી કાઇ પુત્રની ઉત્પત્તિ થાય તા મારે તેને સગા ભ્રાતાજ માનવા જોઇએ અને તે સમયને પણ મારે ધન્ય માનવા જોઇએ કે જે સમયને વિષે હું મારા બીજા ભાઈને જોવા ભાગ્યશાળી થાઉં. એવા સમય કાઈ મહાભાગ્યશાળીનેજ પ્રાપ્ત થાય છે. ભદ્ર નાવિક ! તમે મારા તરફની ચિંતા રાખશે નહિં. હું પ્રતિજ્ઞા પૂર્વક કહું છું કે, તમારી પુત્રી સત્યવતીનેા મારા પિતાની સાથે દાંપત્ય સંબંધ થયા પછી તેણીને હું મારી માતા કરતાં પણ અધિક માનનાર છું; એટલું જ નહીં પણ મારી માતા કરતાં તેમને વધારે સુખી કરીશ. મારા પિતા શાંતનુને ખીજી સ્ત્રી કરવાના અભિપ્રાય એવા છે કે, જેમ એ ચક્ર વિના રથ શેાભતા નથી, તેમ એ પુત્રા વિના મારા સંસાર શે।ભતા નથી. માટે જો મારે બીજો પુત્ર થાય તે હું સંતુષ્ટ થાઉં અને મારા પુત્ર જે ગાંગેય તે સભ્રાતા થાય. આવા અભિપ્રાયથીજ મારા પિતા પુન: વિવાહિત થવાને