________________
(૪૮)
જૈન મહાભારત.
વ્યવહારને લઇને મારે તેમ કરવુ પડયું છે. તે સાંભળે. વીરપુત્ર ! આ સંસારમાં એક ઉપર ખીજી સ્ત્રી કરવી એ વ્યવહારમાં દુ:ખ જ્હારી લીધા જેવું છે. કારણકે, શાકયોને પોતપાતામાં બનાવ હાતા નથી, એ દુનિયાના સાધારણ નિયમ છે. શાકય ઉપર પુત્રીને આપવાથી તે પુત્રી દુ:ખી થાય છે. તેમાં વળી જેને પ્રથમ એક સ્ત્રી પુત્રવતી હોય તેને પુન: પુત્રી આપવી તે કામ દીકરીને કુવામાં નાંખવા જેવુ થાય છે. રાજપુત્ર ! તમારા પિતાના સંસાર પણ તેવા છે. તમે એમની પ્રથમની સ્ત્રીનાં પુત્ર છે; માટે તમારાથી મારી પુત્રીને જો હરેક પ્રકારની પીડા થાય તે તેનાથી સહન થાય નહિં. જે વનમાં સિંહ જાગ્રત હોય તે વનમાં હરિણા નિ યપણે રહી શકે નિહ. તેમ તમે રાજ્ય ઉપર હા ત્યાંસુધી મારી પુત્રી કે તેની પ્રજાને કાઇ પ્રકારે સુખ થવાના સ ંભવ નથી. રાજપુત્ર ! તમે એવા સમર્થ છે કે, જો કોઇ દરિદ્રી ઉપર કૃપા કરી તેા તે ક્ષણમાં ધનાઢ્ય થઇ જાય અને જો કોઈ ધનાઢ્ય ઉપર કાપ કરો તા તે પળમાં દરિદ્રી થઇ જાય, એવી રીતે સર્વ પ્રકારનું હિત તથા અહિત કરવાનું જેમ તમારા હાથમાં છે, તેમ મારી પુત્રીના ઉત્તરથી ઉત્પન્ન થયેલી પ્રજા તે ભલેને સારી હાય, તોપણ તેનું સારૂ કે નરસું કરવુ એ તમારાજ હાથમાં છે. તેથી એ મારી પુત્રો તથા તેનો પ્રજા ચાવજીવ પરાધીન રહે. પરાધીન રહેવાથી તે કઢિ પણ સુખી થાય નહિ. સદ્દગુણી રાજપુત્ર ! જેમ મેાટી નદી સમુદ્ર વિના બીજા કોઈને મળી શકે નહિ, તેમ તમારી રા