________________
ભીષ્મની પિતૃભક્તિ.
(૪૭) પિતાના એ હદયને ભાવ મારે જાણ જોઈએ. જ્યાં સુધી પિતા દુ:ખી હોય, ત્યાંસુધી મારા મનને ચેન પડશે નહીં. જે હું પોતે તેમને દુ:ખનું કારણ પુછીશ તો તેઓ સાચી વાત કહેશે નહીં. માટે એમની સાથે અહર્નિશ રહેનારા અને ફરનારા પ્રધાનોને પુછવાથી પિતાને હૃદયગતભાવ જાણવામાં આવશે. તે જાણ્યા પછી મારાથી જે બને તે પ્રયત્ન કરી મારે પિતાને સુખી કરવા જોઈએ. કારણકે,
પિતાની ઈચ્છા પૂર્ણ કરવી એ પુત્રની પવિત્ર ફરજ છે.”
આ પ્રમાણે વિચાર કરી ગાંગેયે તે વાત એકાંતમાં રાજાના ખાસ પ્રધાનને પુછી, એટલે તેમાં નાવિકકન્યા સત્યવતીની બધી વાત ગાંગેયને જણાવી. એ વાર્તા જાણ તજ પિતૃભક્ત ગાંગેય યમુનાના તાર ઉપર પિલા નાવિક સરદારની પાસે ગયે. ગાંગેય જે પરાક્રમી રાજપુત્ર પિતાને ત્યાં આવેલું જાણું નાવિકરાજે તેનું એગ્ય સન્માન કર્યું. ગાંગેયે વિનયથી નાવિકને કહ્યું, ભદ્ર ! તમારી કન્યાને માટે શાંતનુ જેવા મહારાજાએ યાચના કરી અને તે યાચનાને તમે ભંગ કર્યો, એ સારું કર્યું નહીં. એ મહારાજા કેઈની પાસે યાચના કરવા જાય તેવા નથી.
રાજપુત્રના આ વચન સાંભળી નાવિક અતિ પ્રસન્ન થઈને બે-રાજપુત્ર! તમારા તીર્થરૂપ શાંતનુ રાજાની યાચના ભંગ કરવાનું મને પણ ગ્ય લાગ્યું નથી, તથાપિ