________________
જૈન મહાભારત.
(૪૬ )
ગાંગેય વિના બીજો ફ઼ાઇ સમથ નથી. ગાંગેય જેવા પરાક્રમી અને કળાનિધિ કુમારને મુકી મારાથી ખીજાને રાજ્ય કેમ અપાય ? તેમ વળી મારૂં હૃદય આ રમણી ઉપર આસક્ત થયુ છે. એ કન્યારત્નને મેળવવાની મારી પ્રબળ ઇચ્છા છે. હવે મારે શું કરવું ? હું તેા ઉભય સંકટમાં પડયા.’’ આ પ્રમાણે વિચાર કરી શિકાર નહીં મળવાથી નિરાશ થયેલા શિકારીની જેમ શાંતનુરાજા નિરાશ થઈ પોતાના નગર તરફ પાછા વળ્યા. શાંતનુ પેાતાની રાજધાનીમાં આવ્યું, પણ તે સુંદર નાવિકકન્યા મેળવવાને અનેક સંકલ્પ-વિકલ્પ કરતા અહર્નિશ ચિંતાતુર અને વિહ્નલ મને પોતાના રાજમેહેલમાં રહેવા લાગ્યા. શાંતનુ હંમેશાં તે રમણીનાજ વિચાર કરતા અને તેણીને મેળવવાની ચિંતામાં સદા શોકાતુર રહેતા હતા. સ્નાન, ખાન, પાન અને શયન વગેરે બધી ક્રિયા તે શૂન્યહૃદયે કરતા અને તેથી મુખ ઉપર ગ્લાનિ ધારણ કરતા હતા.
આ પ્રમાણે ઘણા કાળ ચાલ્યા પછી એક વખતે પિતૃભક્ત ગાંગેચે પેાતાના હૃદયમાં વિચાર કર્યા—“ પિતાજી ઘણા વખત થયાં ચિ ંતાતુર રહે છે, તેનું શું કારણ હશે ? મારાથી કાંઇ ભુલ તેા નહીં થઈ હાય ? કોઇ બીજા પરિજને તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ હશે ? કે મારાં માતુશ્રીનું તેમને સ્મરણ થયું હશે ? આ માંહેલું કાઈ પણ કારણ હોવું જોઇએ. તે શિવાય પિતાની આવી શૂન્ય સ્થિતિ થાય નહી.