________________
ભીષ્મના પિતૃભક્તિ.
(૪૫) ખ્યાત થઈ છે. એવા પરાક્રમી પુત્રને મુકીને મારી પુત્રીને જે પુત્ર થાય તેને તમારાથી રાજ્ય અપાય નહીં, એ કારણથી હું મારી પુત્રીને દુ:ખી કરવા ચાહત નથી. તેમ વળી રાજાના અંતઃપુરમાં રહેવું, એ બંદીખાનાની માફક છે. કદિ ત્યાં દુ:ખ જોગવવું પડે તે ભગવાય, પણ તેના ઉદરથી પુત્રની ઉત્પત્તિ થઈ છતાં તે પુત્ર જે રાજ્ય ભેગવવાને ગ્ય ન થાય તે, તે મંદ ભાગ્યવતી સ્ત્રીને પુત્રની પ્રાપ્તિથી તથા રાજાને પરણાવવાથી ફળ શું? આપને ગાંગેય જે પરાક્રમી પુત્ર છે, તેથી મારી પુત્રીના પુત્રને રાજ્યપદની પ્રાપ્તિ તે થાય જ નહીં. આવી અનેક અડચણોને લઈને આપને પુત્રી આપવી એ વિચારવા જેવું છે. માટે આપ કૃપા કરી કેઈ. બીજી કન્યાને શેધ કરે. આપ મહારાજાને ગમે તેટલી કન્યાઓ મળી શકશે. આપના જેવા પૃથ્વી પતિને કેઈ ના કહેનાર નથી. આપે મારા જેવા ગરીબ ઉપર આ પ્રસંગે. ક્ષમા કરવી જોઈએ.”
નાવિકનાં આવાં વચને સાંભળી જેમ ધનુર્ધરને પિતાનું નિશાન ચુકવાથી ખેદ થાય, તેમ રાજા શાંતનુને મનમાં ખેદ થયે અને પિતાની યાચના નિષ્ફળ થઈ, તેથી તે અતિ દુખી થયે. ન્યાયી શાંતનુ રાજાએ તે વખતે પોતાના મનમાં વિચાર કર્યો કે, “આ નાવિકે જે વાત કહી, તે સત્ય છે. એની પુત્રીનો પુત્ર ગાદીનશીન ન થાય તે પછી મને પરણાવવાનું ફળ શું ? તેમ વળી આકાશને પ્રકાશ કરવાને સૂર્ય વિના બીજે કઈ સમર્થ નથી, તેમ મારું રાજ્ય સંભાળવામાં