________________
(૪૪)
જૈન મહાભારત, રાજાની આવી માંગણી સાંભળી સત્યવતીએ નમ્રતાથી કહ્યું–“ભદ્ર! આ યમુના કિનારે રહેનાર એક માછીના સરદારની હું કન્યા છું. મારું નામ સત્યવતી છે. મારાપિતા જે મને આજ્ઞા આપે તે હું તમને આ હોડીમાં બેસારી પેલે પાર પહોંચાડું. કેમકે હું પિતાની આજ્ઞા ઉલ્લંઘન કરતી નથી.”
સત્યવતીનાં આ વચને સાંભળી રાજા શાંતનુ તેણીના પિતાની પાસે ગયા. નાવિકે રાજાને જોઈ તેને ઘણે સત્કાર કર્યો. અને તે વિનયથી બોલ્યા–“મહારાજા! આપના દર્શને નથી મને મહાન લાભ થાય છે. આપ મારે ઘેર આવ્યા, એ મારાં અહોભાગ્ય છે. આપના આ દાસને કાંઈ સેવા કરવાની આજ્ઞા કરે.” નાવિકની આવી નમ્રતા જોઈ મરવશ થયેલા શાંતનુએ લજજા છેડી તેને જણાવ્યું “જે તમે મારી કાંઈ પણ સેવા કરવાને ઈચ્છતા હો તે તમારી પુત્રી સત્યવતીને પરણવાની હું ઈચ્છા રાખું છું. મારી ઈચ્છા તમારે પૂર્ણ કરવી જોઈએ. ”
નાવિકે હૃદયમાં પ્રસન્ન થઈને જણાવ્યું, “મહારાજા ! આપના જેવા પૃથ્વી પતિ યાચકની યાચના ભંગ કરવાને કણ સમર્થ છે? હું આપમહારાજાની યાચના માન્ય કરવાને ખુશી છું, પરંતુ તે વાત મારા હાથમાં નથી. મારી પુત્રીએ સ્વયંવર વરવાનો નિશ્ચય કર્યો છે, તેથી તેણીની પર મારી સત્તા નથી. વળી આપને એ કન્યા આપવામાં બીજી પણ અડચણ છે. આપના પુત્ર ગાંગેયની વીરકીતિ આખા જગતમાં વિ