________________
દ્રૌપદી હરણ અને કૃષ્ણકેપ.
(૭૨૭) ગીને જોયું, ત્યાં દ્વિપદી જોવામાં આવી નહીં. પછી અમે ઘણુ શોધ કરી પણ કેઈ ઠેકાણે તેણીને અને તેને હરી જનાર ચેરને પત્તો લાગ્યું નહીં. પછી જ્યારે અમે અતિ દુઃખથી મુંઝાયા ત્યારે કુંતી માતાને આપની પાસે મોકલ્યાં હતાં. પછી તે વાત કુંતીએ આપને કહી હશે.”
પાંડનાં આ વચન સાંભળી કૃણે કહ્યું, “ભદ્ર! કું તીએ મને ખબર આપ્યા પહેલાં દ્રોપદીના હરણની વાત નારદ, મુનિએ કહી હતી. અને તેથી હું આ સ્થળે શોધ કરવા નીક છું.” “નારદે આપને તે ચાર પત્ત આપે છે કે નહી?” પાંડેએ પ્રશ્ન કર્યો. કૃષ્ણ બેલ્યા–નારદે મને આવીને કહ્યું છે કે, “ધાતકી ખંડમાં અમરકંકા નામે નગરી છે. તે નગરીના રાજા પવનાભના ઘરમાં દ્રૌપદીના. જેવી કેઈ સ્ત્રી તેના જેવામાં આવી છે.” નારદના મુખથી આ ખબર સાંભળી મેં કુંતીને તમારી પાસે મેકલ્યાં હતાં અને તેમને કહ્યું હતું કે, “પૂર્વ દિશાના સમુદ્રને તીરે તમે પાંડેને મોકલજે. તે સ્થળે હું પાંડને મળીશ અને ત્યાં દ્વિપદીને પત્તે લાગશે.” તમે કુંતીમાતાના કહેવાથી આ રસ્તે આવ્યા હશે. અહિં આપણે મેળાપ થયે એ સારું થયું. હવે હું દ્રૌપદીને મેળવવાનો ઉપાય કરીશ.”
આ પ્રમાણે કહી કૃષ્ણ તે સમુદ્રને કાંઠે રહી અષમત૫ કર્યું, એટલે ત્યાં તે સમુદ્રન અધિષ્ઠાયક લવણનિધિપતિ પ્રગટ થયા. તેણે આવી કૃષ્ણને કહ્યું કે, “મને આજ્ઞા